android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News: લાઠી સિવિલ હોસ્પિટલના કર્મચારીની કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
calendar_today April 18, 2026

Amreli News: લાઠી સિવિલ હોસ્પિટલના કર્મચારીની કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

અમરેલી જિલ્લાના લાઠી શહેરમાંથી દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. લાઠી સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે ઉભેલી એક ફોર વ્હીલ કારમાંથી લાઠી પોલીસે વિદેશી દારૂની કુલ 238 નંગ બોટલો ઝડપી પાડી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં સરકારી સંસ્થાના પટાંગણનો દારૂ છુપાવવા માટે ઉપયોગ થતો હોવાનું ખુલતા ચકચાર મચી ગઈ છે.સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ કર્મચારીની સંડોવણી પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, જે કારમાંથી દારૂનો જથ્થો મળ્યો છે તે સિવિલ હોસ્પિટલમાં જ ડાયાલિસિસ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા પૃથ્વીરાજ મોડાવડીયા નામની વ્યક્તિની છે. હોસ્પિટલના પટાંગણમાં જ સેવાના ઓઠા હેઠળ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી મળતા સ્થાનિક આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે. ડાયાલિસિસ વિભાગ જેવા સંવેદનશીલ વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીનું નામ ખુલતા અનેક સવાલો ઉભા થયા છે. પોલીસે રૂ.75,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો લાઠી પોલીસે આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂ અને કાર સહિત કુલ રૂ.75,572નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આરોપી પૃથ્વીરાજ મોડાવડીયા વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કોઈ વ્યક્તિ આ રેકેટમાં સામેલ છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સરકારી દવાખાના પાછળથી દારૂ ઝડપાતા બુટલેગરો હવે સુરક્ષિત સ્થળો તરીકે સરકારી વસાહતોનો ઉપયોગ કરી રહ્યા હોય તેમ જણાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch : અંકલેશ્વરમાં અનૈતિક સંબંધોમાં યુવાનની ક્રૂર હત્યા, સગા જમાઈ અને પુત્રએ જ ખેલ્યો લોહીનો ખેલ
calendar_today April 18, 2026

Bharuch : અંકલેશ્વરમાં અનૈતિક સંબંધોમાં યુવાનની ક્રૂર હત્યા, સગા જમાઈ અને પુત્રએ જ ખેલ્યો લોહીનો ખેલ

ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં થોડા દિવસો પહેલા ગળું કપાયેલી હાલતમાં મળી આવેલા પરપ્રાંતીય યુવાનની લાશના કેસમાં પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. આ હત્યા કોઈ લૂંટના ઈરાદે નહીં, પરંતુ 'અનૈતિક સંબંધો'ના કારણે થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે એક મહિલાના જમાઈ અને તેના સગીર પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પાનના ગલ્લાવાળી મહિલા સાથે હતા સંબંધો મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા મુન્ના લક્ષમણ પાલની હત્યા પાછળ પ્રેમ સંબંધ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. મૃતક મુન્નાને અંકલેશ્વરમાં પાનનો ગલ્લો ચલાવતી એક મહિલા સાથે અનૈતિક સંબંધો હતા. આ વાતની જાણ જ્યારે મહિલાના પરિવારજનોને થઈ, ત્યારે ઘરમાં ભારે વિખવાદ ઉભો થયો હતો. પરિવારની બદનામીના ડરે મહિલાના જમાઈ અને પુત્રએ મુન્નાને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું. ગળું કાપીને લાશ સારંગપુર ફેંકી દીધી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મહિલાના જમાઈ ભોલું માનિક મંડલ અને તેના સગીર સાળાએ મળીને મુન્ના પાલની ઘાતકી હત્યા કરી હતી. આરોપીઓએ તીક્ષ્ણ હથિયારથી મુન્નાનું ગળું કાપી નાખ્યું હતું અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહને સારંગપુર ગામની સીમ નજીક ફેંકી દીધો હતો. અંકલેશ્વર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બંને આરોપીઓને દબોચી લીધા છે અને ગુનામાં વપરાયેલ હથિયાર મેળવવાની તજવીજ શરૂ કરી છે. આ પણ વાંચો---    Ahmedabad : ચાંદખેડામાં બાળકીઓના રહસ્યમય મોતનો કેસ, FSL રિપોર્ટ બાદ હવે ડૉક્ટરોના અભિપ્રાય પર નજર

Read Full Story arrow_forward
Local Body Elections 2026: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનો સાથે ગોષ્ઠિ, કાર્યકરોને ભણાવ્યા 'વિકાસ અને ઈકોનોમી'ના પાઠ
calendar_today April 18, 2026

Local Body Elections 2026: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનો સાથે ગોષ્ઠિ, કાર્યકરોને ભણાવ્યા 'વિકાસ અને ઈકોનોમી'ના પાઠ

નવસારીમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં એક મહત્વની ગોષ્ઠિ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નવસારીના નામાંકિત સામાજિક આગેવાનો અને અગ્રણી વ્યાપારીઓ સાથે જગદીશ વિશ્વકર્માએ ખાસ સંવાદ કર્યો હતો. તેમણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વ્યાપારીઓ માટેની નીતિઓ વિશે ચર્ચા કરી હતી.કાર્યકરોને ઈકોનોમી અને વિકાસનું મહત્વ સમજાવ્યું બેઠક દરમિયાન જગદીશ વિશ્વકર્માએ પક્ષના કાર્યકરોને સંબોધન કરતા વિકાસના પાઠ ભણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, માત્ર ચૂંટણી જીતવી જ મહત્વની નથી, પરંતુ દેશની ઈકોનોમી અને તેના વિકાસમાં દરેક કાર્યકરનું યોગદાન હોવું જોઈએ. વિશ્વકર્માએ વૈશ્વિક સ્તરે ભારતની વધતી આર્થિક શક્તિ વિશે સમજૂતી આપી કાર્યકરોને જન-જન સુધી વિકાસના કાર્યો પહોંચાડવા હાકલ કરી હતી. બિનહરીફ વિજેતા ઉમેદવારોનું કરાયું ભવ્ય અભિવાદન ગોષ્ઠિ અને ચર્ચા પૂર્ણ થયા બાદ જગદીશ વિશ્વકર્માએ ચૂંટણીમાં બિનહરીફ વિજેતા જાહેર થયેલા ઉમેદવારોનું સન્માન કર્યું હતું. પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને તમામ વિજેતા ઉમેદવારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આગામી ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પણ વાંચો - local body Elections 2026: લુણાવાડામાં મતદાન પહેલા કોંગ્રેસના સૂપડા સાફ, ઉમેદવારનું ફોર્મ રદ્દ થતા પિતાએ ધારણ કર્યો કેસરિયો

Read Full Story arrow_forward