android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal: જોરીયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકના શહીદ દિવસની ઉજવણી
calendar_today April 17, 2026

Panchmahal: જોરીયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકના શહીદ દિવસની ઉજવણી

જાંબુઘોડાના ઐતિહાસિક કિલ્લામાં ગઈકાલે સંત જોરીયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકના 158મા શહીદ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજો સામે લડત આપનાર જોરીયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકના 158મા શહીદ દિવસ નિમિત્તે જાંબુઘોડાના ગઢીના કિલ્લામાં નાયક સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ તથા બારીયા ક્ષત્રિય સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આસપાસના વિસ્તારોના આદિવાસી સમાજના લોકોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પાવીજેતપુરના પૂર્વ ધારાસભ્ય વેચાતભાઈ બારીયા, નાયક સમાજના આગેવાન હીરાભાઈ નાયક સહિતના ક્ષત્રિય અને નાયક સમાજ સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. લગભગ 150 વર્ષ પહેલા અંગ્રેજો દ્વારા સંત જોડિયા પરમેશ્વર, અને વીર રાજા રૂપસિંહ નાયક, ગુલાલીયા નાયક, રાવજી ચીમન બારીયા સહિતના વીરોને ફાંસીએ લટકાવી દેવાયા હતા, તેઓની શહીદીની યાદમાં દર વર્ષે તા.16 એપ્રિલે જાંબુઘોડાના ઐતિહાસિક કિલ્લામાં શહીદ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજી શહીદોને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. ગઈકાલે પણ તા.16 એપ્રિલે યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકોએ ઉપસ્થિત રહી ઢોલ નગારા તેમજ આદિવાસી નૃત્ય સાથે રેલી કાઢી વીર યોદ્ધાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Deesa : ડીસામાં લાઈન સ્ટાફ સલામતી જાગૃતિ ઝીરો અકસ્માત અંગે કાર્યક્રમ યોજાયો
calendar_today April 17, 2026

Deesa : ડીસામાં લાઈન સ્ટાફ સલામતી જાગૃતિ ઝીરો અકસ્માત અંગે કાર્યક્રમ યોજાયો

ડીસા : ડીસામાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગીય કચેરી ડીસા-1 દ્વારા લાઈન સ્ટાફ સલામતી જાગૃતિ ઝીરો અકસ્માત વિષય પર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિભાગીય કચેરી ડીસા-1 ના કાર્યપાલક ઈજનેર આર.એચ.ડામોર, નાયબ ઈજનેર એસ.એલ.વાણીયા, વિભાગીય કચેરીના તાબા હેઠળ આવતી પેટા વિભાગીય કચેરીઓ ડીસા શહેર, ડીસા રૂરલ-1,ડીસા રૂરલ-2, ભીલડી,શિહોરી, થરા પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર,જુનિયર ઈજનેર, તમામ ટેકનીકલ લાઈન સ્ટાફના કર્મચારીઓ દિવસ દરમિયાન બે સેશનમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લાઈન પર કામ કરતી વખતે શું શું સલામતી રાખવી તે અંગે લાઈન સ્ટાફમાં જાગૃતિ કેળવાય તે અંગેના સુચનો અને વિડીયો કિલપ બતાવવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : સ્વાસ્થ્ય એ જ આપણી સંપતિ વિષયક સેમિનાર
calendar_today April 17, 2026

Gandhinagar : સ્વાસ્થ્ય એ જ આપણી સંપતિ વિષયક સેમિનાર

ગાંધીનગર સેક્ટર-23 સ્થિત ગુજકોસ્ટ પ્રેરીત, નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે નિસર્ગ વિમેન્સ ગ્રુપ દ્વારા આપણું સ્વાસ્થ્ય એજ આપણી સંપતિ વિષય પર એક માહિતીસભર વેલનેસ સેમિનારનું સફ્ળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 60 જેટલી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત વેલકમ ડ્રિંક સાથે કરવામાં આવી હતી. સંચાલિકા ભાવના પટેલે બદલાતી જીવનશૈલી અને તેના પરિણામે વધતા રોગો જેમ કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.કાર્યક્રમ દરમિયાન તમામ સહભાગી બહેનોના બોડી સ્કેન કરવામાં આવ્યા હતા.નિષ્ણાતો દ્વારા તેના આધારે વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મુખ્ય વક્તા ભક્તિનંદન અને પંકજ રામાણીએ વેલનેસની વ્યાખ્યા સમજાવતા જણાવ્યું હતું કે વેલનેસ માત્ર બીમારીનો અભાવ નથી, પરંતુ શારીરિક,માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સુખાકારીનો સમન્વય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward