android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: વાલિયામાં બાળકી પર દુષ્કર્મનો આરોપી ઝડપાયો
calendar_today April 17, 2026

Bharuch: વાલિયામાં બાળકી પર દુષ્કર્મનો આરોપી ઝડપાયો

વાલિયાના એક ગામમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવાના મામલામાં પોલીસે ગણતરીના સમયમાં 51 વર્ષીય નરાધમ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વાલિયા તાલુકાના એક ગામમાં રહેતી 5 વર્ષીય બાળકીને આજાણ્યો ઈસમ ચોકલેટ અને પડીકા આપવાની લાલચ આપી અપહરણ કરી ગામની સીમમાં લઈ જઈ બાળકી સાથે શારીરિક અડપલાં કરી બળાત્કાર કર્યો હતો. બનાવ અંગે વાલિયા પોલીસે અપહરણ અને પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સુરતના માંડવી તાલુકાના વાગનેરા ગામમાં રહેતો 51 વર્ષીય રાજુ શાંતિલાલ ગામીતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજુ ગામીત એક લગ્ન પ્રસંગમાં હાજર હતો એ દરમ્યાન જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: એક મતનું મહત્ત્વઃ જ્યારે સરદાર પટેલ માત્ર 1 વોટથી વિજેતા બન્યા હતા
calendar_today April 17, 2026

Ahmedabad: એક મતનું મહત્ત્વઃ જ્યારે સરદાર પટેલ માત્ર 1 વોટથી વિજેતા બન્યા હતા

લોકશાહીમાં એક-એક મતનું કેટલું મહત્વ હોય છે, તે સમજવા માટે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો આ રસપ્રદ કિસ્સો જાણી લેવું જરૂરી છે. આ તે સમયની વાત છે જ્યારે વલ્લભભાઈ પટેલ હજુ 'સરદાર' તરીકે ઓળખાતા નહોતા અને તેઓએ જાહેર જીવનમાં તાજે જ પગલું મૂક્યું હતું. વર્ષ 1913માં સરદાર પટેલ અમદાવાદ આવ્યા અને અહીં ક્રિમિનલ વકીલ તરીકે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી. તે સમય દરમિયાન તેઓ કોર્ટની બાજુમાં આવેલી ગુજરાત ક્લબમાં અવારનવાર બ્રિજ રમવા અને મિત્રો સાથે ચર્ચા કરવા જતા. વર્ષ 1915માં જ્યારે મહાત્મા ગાંધી પ્રથમ વખત અમદાવાદ આવ્યા અને ક્લબની મુલાકાત લીધી, ત્યારે વલ્લભભાઈ ખાસ પ્રભાવિત થયા નહોતા. પરંતુ સમય જતાં તેમણે સમજ્યું કે મ્યુનિસિપાલિટી સ્વરાજના પાઠ શીખવાની પ્રથમ શાળા છે અને સ્થાનિક સ્વરાજનું મહત્વપૂર્ણ પગથિયું છે.વર્ષ 1917માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના દરિયાપુર વોર્ડના કાઉન્સિલર સૈયદ અહેમદમિયાં સરફુદ્દીનના અવસાન બાદ આ બેઠક ખાલી પડી. 5 જાન્યુઆરી, 1917ના રોજ અહીં પેટાચૂંટણી યોજાઈ. વલ્લભભાઈ પટેલે આ બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. ચૂંટણીમાં ત્રણ મુખ્ય ઉમેદવારો હતાઃ 1. બેરિસ્ટર વલ્લભભાઈ પટેલ 2. બેરિસ્ટર ગુલામ મોહ્યુદ્દીન નરમાવાલા 3. હોમી પેસ્તનજી ચાહેવાલા ચૂંટણી અત્યંત રસાકસીભરી રહી. મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે સાંજે અમદાવાદ મ્યુનિસિપાલિટીના રિપન હોલમાં મતગણતરી શરૂ થઈ. ગણતરી દરમિયાન પારસી ઉમેદવાર હોમી પેસ્તનજી ચાહેવાલાએ હારની આશંકા જણાતા પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી. અંતિમ પરિણામ જાહેર થતા સૌ આશ્ચર્યચકિત રહી ગયા. વલ્લભભાઈ પટેલને 313 મત મળ્યા, જ્યારે તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ગુલામ મોહ્યુદ્દીન નરમાવાલાને 312 મત મળ્યા. આમ, વલ્લભભાઈ પટેલ માત્ર એક મતના તફવતથી વિજયી બન્યા. પરંતુ આ જીતને નરમાવાલાએ જિલ્લા કોર્ટમાં પડકાર્યો. તેમનો દાવો હતો કે રતિલાલ નાથાલા નામના એક મતદાતા સગીર હોવા છતાં મતદાન કર્યું હતું, જે ગેરકાયદેસર છે. 26 માર્ચ, 1917ના રોજ ડિસ્ટ્રિક્ટ જજ મિસ્ટર કેનેડીએ આ મત અમાન્ય ઠેરવીને ચૂંટણીનું પરિણામ રદ કર્યું અને ફરી ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો. પછી ફરીથી પેટાચૂંટણી જાહેર થઈ, પરંતુ આ વખતે વલ્લભભાઈ પટેલ સામે કોઈ હરીફ્ ઊભો રહ્યો નહીં અને તેઓ બિનહરીફ્ ચૂંટાઈ આવ્યા. આ જીત બાદ સરદાર પટેલે કુલ ચાર વખત અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણી લડી, જેમાં ત્રણ વખત દરિયાપુરમાંથી અને એક વખત ખાડિયા બેઠક પરથી. 9 ફેબ્રુઆરી, 1924ના રોજ તેઓ મ્યુનિસિપાલિટીના અધ્યક્ષબન્યા. તેમણે અંદાજે 3,800 દિવસ કાઉન્સિલર તરીકે અને 1,555 દિવસ અધ્યક્ષ તરીકે શહેરનીસેવા આપી. જ્યારે શહેરમાં 1907માં ફાયર એન્જિન આવ્યું અને બંબા ખાતું શરૂ થયું.. એક સમય એવો હતો જ્યારે આગ બુઝાવવા માટે ઉપયોગમાં લેવાતા ફાયર એન્જિનને લોકો 'લહાય બંબો' તરીકે ઓળખતા અને આ વિભાગને 'બંબા ખાતું' કહેવાતું. શરૂઆતના સમયમાં ફાયર એન્જિનને ઘોડાઓ દ્વારા ખેંચીને આગના સ્થળ સુધી પહોંચાડાતું હતું. ઈંગ્લેન્ડની મેરી વેધર કંપની દ્વારા 1902માં બનાવાયેલું 'ફાયર કિંગ' મશીન વર્ષ 1907માં શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ મશીનનો ઉપયોગ 1935 સુધી કરાયો. હાલ આ ઐતિહાસિક એન્જિન 'સંસ્કાર કેન્દ્ર' ખાતે આવેલા 'કર્ણાવતીઃ અતીતની ઝાંખી' સિટી મ્યુઝિયમમાં પ્રદર્શિત છે. હાલમાં શહેરના વિવિધ ઝોન અને વોર્ડમાં જરૂરિયાત મુજબ અંદાજે 19-20 ફાયર સ્ટેશનો કાર્યરત છે. આધુનિક સુવિધાઓથી સજ્જ ફાયર બ્રિગેડ પાસે ઊંચી ઈમારતોમાં આગ બુઝાવવા માટે સ્નોરકેલ જેવા અદ્યતન સાધનો ઉપલબ્ધ છે. ફાયર વિભાગ માત્ર આગ બુઝાવવાની સાથે ભૂકંપ, અતિવૃષ્ટિ અને પૂર જેવી આપત્તિઓ દરમિયાન પણ મહત્વપૂર્ણ રાહત અને બચાવ કામગીરી કરે છે. શહેરનું સૌથી જૂનું અને મુખ્ય ફાયર સ્ટેશન દાણાપીઠમાં આવેલું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી નજીક સ્થિત આ સ્ટેશન દાયકાઓથી શહેરનીસુરક્ષા અને સેવા માટે કાર્યરત છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: મોટેરાના 500 કરોડના આસારામ આશ્રામ પર બુલડોઝર ફરશે : 45 હજાર ચો.મીટર જમીન સરકાર હસ્તક થશે
calendar_today April 17, 2026

Ahmedabad: મોટેરાના 500 કરોડના આસારામ આશ્રામ પર બુલડોઝર ફરશે : 45 હજાર ચો.મીટર જમીન સરકાર હસ્તક થશે

ગુજરાત હાઇકોર્ટે આસારામ સાથે સંકળાયેલા આશ્રામ ટ્રસ્ટને મોટો ઝટકો આપતા વચગાળાની રાહત આપવા ઇન્કાર કર્યો છે. કોર્ટે રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવી આશ્રામ દ્વારા કબજા કરાયેલી કિંમતી સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનો માર્ગ મોકળો કર્યો છે.મળતી માહિતી મુજબ, અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ આશરે 45,000 ચોરસ મીટર જેટલી જમીન, જેની બજાર કિંમત લગભગ 500 કરોડ રૂપિયા મનાય છે. ધાર્મિક હેતુ માટે શરતી ફળવણી કરાઈ હતી જો કે સમય જતા આશ્રામ ટ્રસ્ટ દ્વારા આ શરતોનો ભંગ કરાયા હોવાના આક્ષેપો થયા હતાં. રાજ્ય સરકારે દલીલ કરી હતી કે આશ્રામે મંજૂરી વિના વધારાના બાંધકામ કર્યા, વ્યાપારી પ્રવૃત્તિઓ શરૂ કરી અને નક્કી કરેલી મર્યાદાથી વધુ જમીન પર કબજો કર્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટએ નોંધ્યું કે ટ્રસ્ટ દ્વારા વારંવાર નિયમોનો ભંગ કરાયો છે જેના કારણે તેને આદત મુજબ ગુનો કરનાર તરીકે ગણવામાં આવ્યો. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે કાયદાનો ભંગ કરીને ઉભા કરાયેલા 32 બાંધકામોને કોઈપણ પરિસ્થિતિમાં કાયદેસર બનાવી શકાતા નથી.જમીનનો ઉપયોગ ભવિષ્યમાં રમતગમતના માળખાકીય વિકાસ માટે થઈ શકે આ નિર્ણય બાદ હવે સરકારને આશ્રામની જમીન પરનો કબજો પાછો મેળવવાનો અને ગેરકાયદેસર બાંધકામો તોડવાનો અધિકાર મળી ગયો છે. સૂત્રો મુજબ, આ વિસ્તારમાં 30થી વધુ ગેરકાયદેસર માળખાં હોવાની શક્યતા છે, જેને ટૂંક સમયમાં દૂર કરવામાં આવી શકે છે.સરકાર તરફ્થી પણ સંકેત અપાયા છે કે જમીનનો ઉપયોગ ભવિષ્યમાં જાહેર હિત માટે, ખાસ કરીને રમતગમતના માળખાકીય વિકાસ માટે થઈ શકે છે. આ હાઇકોર્ટના નિર્ણયને કાનૂની રીતે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે, કારણ કે તે જાહેર જમીનના ગેરવપરાશ સામે કડક સંદેશ આપે છે. અંદાજે 33,980 ચો.મી જમીન ફાળવાઈ હતી વિવાદના કેન્દ્રમાં રહેલી આશરે 33,980 ચોરસ મીટર જમીન દાયકાઓ પહલાં મર્યાદિત ધાર્મિક ઉપયોગ માટે કડક શરતો સાથે આસારામ આશ્રામને ફળવાઈ હતી. જો કે, આસારામ અને તેના મળતિયાઓ દ્વારા આશ્રામની મર્યાદા કરતા વધુ લગભગ 50,000 ચોરસ મીટર સુધી અતિક્રમણ થઇ ગયા હોવાનું ધ્યાને આવતાં આસારામ આશ્રામની ગેરકાયદે પ્રવૃત્તિ સરકાર અને સત્તાવાળાઓની આંખે ચઢી હતી. રાજ્ય સરકાર તરફ્થી હાજર રહેલા ગવર્મેન્ટ પ્લીડર જી. એચ. વિર્ક દ્વારા જીપીએસ आधारિત સેટેલાઈટ માપણી અને અત્યાધુનિક નકશાઓ રજૂ કરાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward