Bharuch: અકસ્માતમાં ઇજાગ્રસ્તને સમયસર સારવાર અપાવી જીવ બચાવ્યો
ભરૂચમાં આરટીઓ વિભાગ દ્વારા રાત્રિના સમયે ચાલી રહેલા ચેકિંગ દરમ્યાન એક માનવતાભર્યો બનાવ સામે આવ્યો છે. ચેકિંગ દરમ્યાન ઈન્સ્પેકટર વી.વી.વાટાલિયા માર્ગ પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને નર્મદા ચોકડી નજીકના બ્રિજ પર અકસ્માત થયાની માહિતી મળી હતી. માહિતી મળતા જ ઈન્સ્પેકટર વાટાલિયા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં રસ્તા પર પડી રહેલી બાઈકને સાઈડમાં ખસેડી ટ્રાફીક વયવસ્થા સુચારૂ બનાવી, જેથી અન્ય વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે. આ સાથે જ ગોલ્ડન અવરના મહત્વને ધ્યાનમાં રાખીને તેમણે તાત્કાલીક 108 એમ્બ્યુલન્સ સેવા માટે કોલ કર્યો હતો. 108 ની ટીમ સ્થળ પર પહોંચી અકસ્માતગ્રસ્ત વ્યકિતને પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આરટીઓ ઈન્સ્પેકટર દ્વારા દર્શાવાયેલી સતર્કતા અને માનવતાભર્યા અભિગમને સ્થાનિકોમાં બિરદાવવામાં આવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward