android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dabhoi: કરનાળીમાં ભક્તિ-સેવાનો ત્રિવેણી સંગમ, પ્રસાદીનો લાભ
calendar_today April 18, 2026

Dabhoi: કરનાળીમાં ભક્તિ-સેવાનો ત્રિવેણી સંગમ, પ્રસાદીનો લાભ

પવિત્ર તીર્થધામ કરનાળી ખાતે આજે એક અદભૂત ત્રિવેણી સંગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. પિતૃ શ્રદ્ધ પક્ષનો અંતિમ દિવસ, ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો વિરામ અને પવિત્ર અમાસની તિથિના ત્રિવેણી અવસરે કરનાળી સ્થિત મા રેવા આશ્રમ દ્વારા વિશાળ ભંડારાનું આયોજન કરાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.આજના દિવસનું મહત્વ સમજાવતા આશ્રમના સંચાલક રજનીભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, આજે ત્રણ વિશેષ સંયોગ ભેગા થયા છે. પિતૃ પક્ષ (શ્રદ્ધ)નો અંતિમ દિવસઃ પિતૃ તર્પણ માટે આવેલા હજારો શ્રદ્ધાળુઓની ભીડ, ચૈત્ર માસમાં થતી વિશેષ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આજે છેલ્લો દિવસ હોવાથી પદયાત્રીઓનો અવિરત પ્રવાહ રહ્યો હતો. દર અમાસે કુબેર ભંડારી મંદિરના દર્શને આવતા ભક્તો, નર્મદા મૈયાની પરિક્રમા પૂર્ણ કરનારા પ્રવાસીઓ અને પિતૃ કાર્ય માટે આવેલા લોકો માટે 'મા રેવા આશ્રમ' આશીર્વાદ સમાન સાબિત થયો હતો. સવારથી જ શ્રદ્ધાળુની લાંબી કતારો જોવા મળી હતી. મા રેવા આશ્રમ ખાતે માત્ર અમાસ જ નહીં, પરંતુ અન્ય દિવસોમાં પણ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રહે છે. શ્રદ્ધાળુની સેવા એ જ અમારો પરમ ધર્મ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: કારે અડફેટમાં લેતા બાઇક પર જતી વાગરાની મહિલાનું મોત
calendar_today April 17, 2026

Bharuch: કારે અડફેટમાં લેતા બાઇક પર જતી વાગરાની મહિલાનું મોત

આમોદ શમા ચોકડી પાસે શુક્રવારે બપોરના સમયે ગંભીર ત્રિપલ અક્સ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ઉપર સવાર એક મહિલાનુ ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય લોકોને ભરૂચ રીફર કરવામાં આવ્યા હતા. પોલીસે કાર ચાલક સામે અક્સ્માત ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ શમા ચોકડીથી દૂર પાણીની ટાંકી પાસે વાગરાથી રાકેશભાઈ જયંતિભાઈ પટેલ બાઇક લઈને તેમના માસી રમીલાબેન ગણપતભાઇ પરમાર તેમજ ભત્રીજી ધ્રુવિબેન હિતેન્દ્રભાઇ પરમાર સાથે જંબુસર તરફ જતા હતા.ત્યારે જંબુસરથી ભરૂચ તરફ જતી અલ્ટો કારના ચાલક હાર્દિક ભિષ્મદેવસિંહ ચૌહાણ (રહે. બ્રાહ્મણ ફળિયુ, અટાલી ગામ તા.વાગરા જી.ભરૂચ) કાર પૂરઝડપે અને ગફ્લતભરી રીતે હંકારી લાવી બાઇક ચાલકને ટક્કર મારી ફંગોળી દીધી હતી. ત્યાર બાદ સામેથી આવતા ટ્રેકટર સાથે અક્સ્માત કર્યો હતો. જે અકસ્માતમાં બાઇક ઉપર સવાર રમીલાબેન ગણપત ભાઈ પરમાર ઉ.વ.50 રહે. આહીર ફળિયુ, વાગરાનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. જ્યારે બાઇક ચાલક રાકેશભાઇ જયંતીભાઈ પટેલ ઉ.વ.35 તેમજ ધ્રુવીબેન હિતેન્દ્રભાઇ પરમાર ઉ.વ.7 રહે.આહીર ફળિયુ, વાગરાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અક્સ્માત થતા જ સ્થળ ઉપર હાજર રહેલા ટી.આર.બી.ના જવાનો મદદ માટે દોડી ગયા હતા.અને ઇજા પામનારને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચાડયા હતા. ત્યાર બાદ ઇજાગ્રસ્તોને વધુ સારવાર ભરૂચ રીફર કરવામાં આવ્યા હતા. આમોદ પોલીસે મરણ જનારના પુત્ર હિતેન્દ્રભાઇ ગણપતભાઇ પરમારની ફરિયાદ નોંધી કાર ચાલક હાર્દિક ભિષ્મદેવસિંહ ચૌહાણ સામે અક્સ્માતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સાબરકાંઠાના 6 કાર્યકરોને ભાજપે નોટિસ ફટકારી
calendar_today April 17, 2026

Himatnagar: પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સાબરકાંઠાના 6 કાર્યકરોને ભાજપે નોટિસ ફટકારી

સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને મુખ્યત્વે ભાજપના કાર્યકરોમાં ટીકીટના મુદ્દે કહી ખુશી કહી ગમ જેવો માહોલ ઉભો થયો છે. ત્યારે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયા બાદ સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 6 કાર્યકરોને પ્રદેશ ભાજપના આદેશ બાદ નોટિસ આપી ખુલાસો કરવા માટે તાકીદ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ પટેલે શુક્રવારે એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, જિલ્લામાં સ્થાનિક સ્વરાજની યોજાઇ રહેલી ચૂંટણી દરમિયાન કેટલાક મુદ્દે પક્ષના કાર્યકરોએ નારાજગી દર્શાવીને ગમે તે મુદ્દે વિરોધ દર્શાવ્યો હોવાની માહિતી જિલ્લાના સંગઠનને મળી હતી. ત્યારબાદ આ માહિતીની પૃષ્ટિ કરાયા બાદ તેમની હરકતોને ધ્યાનમાં રાખી તરત જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તાજેતરમાં નોટિસ પાઠવવામાં આવી છે. જોકે હાલના તબક્કે કયાં કાર્યકરોને નોટિસ અપાઇ છે તે મુદ્દે પ્રમુખે થોંભો અને રાહ જુઓ એમ કહીને પ્રદેશની સુચના બાદ આગળની કાર્યવાહી થશે તેમ જણાવ્યુ હતુ. ચૂંટણીના સમયગાળા દરમિયાન ભાજપના કાર્યકરોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે અને જો તેમાં કોઇ કાર્યકર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતો હશે તો તેની સામે પણ પક્ષ દ્વારા પગલા લેવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward