Tamil Nadu Accident: ઊંડી ખાઈમાં પડી ટૂરિસ્ટ વાન 9 લોકોનાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યો શોક
જેમાં કેરળથી આવેલી એક ટૂરિસ્ટ વાન ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં 9 લોકોનાં મોત થયા છે, જ્યારે ડ્રાઈવર સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મુજબ, વાનમાં કુલ 13 લોકો સવાર હતા, જે કેરળના મલપ્પુરમ જિલ્લાના રહેવાસી હતા. તેઓ બધા વાલપરાઈ ફરવા આવ્યા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો. વેન જ્યારે વાલપરાઈ-પોલાચી પહાડી રસ્તા પરથી નીચે ઉતરી રહી હતી, ત્યારે 13મા હેરપિન વળાંક પર ડ્રાઈવરનું વાહન પરથી નિયંત્રણ છૂટી ગયું. ત્યારબાદ વાન બેરિયર સાથે અથડાઈ અને ઊંડી ખાઈમાં જઈ પડી. 8 લોકોના ઘટના સ્થળે જ મોત આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાહન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું. પોલીસ મુજબ, 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જેમાં 7 મહિલાઓ અને 1 પુરુષ સામેલ હતા. બાદમાં વધુ એક ઘાયલ વ્યક્તિએ પોલાચી સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો. ઘાયલોને તાત્કાલિક બચાવ ટીમોએ ખાઈમાંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં તેમનો સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ મળીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકોમાં કેટલાક લોકો મલપ્પુરમના એક સ્કૂલના શિક્ષકો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે ટૂર પર આવ્યા હતા. પ્રધાનમંત્રી Narendra Modiએ આ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનાથી તેમને ખૂબ દુઃખ થયું છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. હાલમાં પોલીસ અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે કે આખરે આ દુર્ઘટના કેવી રીતે બની. આ પણ વાંચો: Parliament Special Session 2026 : ઉપસભાપતિ હરિવંશજીને PM મોદીએ પાઠવી શુભકામના
Read Full Story arrow_forward