android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: લીંબડીમાં શોર્ટ સર્કિટના કારણે મકાનમાં ભીષણ આગ, દાઝી જવાથી દંપતીનું કરુણ મોત
calendar_today April 18, 2026

Surendranagar: લીંબડીમાં શોર્ટ સર્કિટના કારણે મકાનમાં ભીષણ આગ, દાઝી જવાથી દંપતીનું કરુણ મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રેલવે સ્ટેશન રોડ પર આવેલી વ્હોરા સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દંપતીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે સભ્યોને ઈજા પહોંચી છે.લીંબડીમાં મકાનમાં આગ લાગીલીંબડીની બસેરા સોસાયટીની બાજુમાં આવેલી વ્હોરા સોસાયટીમાં રહેતા બુરહાનભાઇ લોખંડવાલાના મકાનમાં મોડી રાત્રે આગ લાગી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, એસીના રાઉટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હતી. આગે જોતજોતામાં એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ઘરમાં રહેલા ચાર સભ્યો અંદર ફસાઈ ગયા હતા.દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત આ ભીષણ આગમાં વ્હોરા સમાજના શબ્બીરભાઇ બુરહાનભાઇ અને તેમના પત્ની રસીદાબેન શબ્બીરભાઇ ગંભીર રીતે દાઝી ગયા હતા. આગની જ્વાળાઓ વચ્ચે બહાર નીકળવાનો મોકો ન મળતા દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય બે સભ્યોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ધારાસભ્ય ઘટનાસ્થળે દોડી ગયાઘટનાની જાણ થતા જ લીંબડી ફાયર ફાઇટરની ટીમ, પોલીસ કાફલો અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. દુર્ઘટનાની ગંભીરતા જોતા ડેપ્યુટી કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્ય પણ દોડી આવ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.પોલીસે મૃતક દંપતીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે વ્હોરા સમાજ સહિત સમગ્ર લીંબડી પંથકમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.આ પણ વાંચો:Ahmedabad: કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી આફત, 19 થી 21 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી

Read Full Story arrow_forward
Ahmedabad News: બગોદરા-બાવળા હાઈવે પર રિક્ષા પલટી ખાતા ગમખ્વાર અકસ્માત, ચાલકનું મોત અને 5 લોકો ઘાયલ
calendar_today April 18, 2026

Ahmedabad News: બગોદરા-બાવળા હાઈવે પર રિક્ષા પલટી ખાતા ગમખ્વાર અકસ્માત, ચાલકનું મોત અને 5 લોકો ઘાયલ

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે આજે બગોદરા-બાવળા હાઈવે પર એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. એક પેસેન્જર રિક્ષા પૂરઝડપે જઈ રહી હતી, ત્યારે અચાનક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે રિક્ષા માર્ગ પર જ પલટી મારી ગઈ હતી.રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત, 5 મુસાફરો ઇજાગ્રસ્ત આ અકસ્માત એટલો ભયાનક હતો કે, રિક્ષા પલટી જતાં ચાલક ગંભીર રીતે દબાઈ ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ સિવાય રિક્ષામાં સવાર અન્ય પાંચ મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માત થતા જ આસપાસના વાહનચાલકો અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક રિક્ષાચાલકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર પલટી ગયેલી રિક્ષાને સાઈડમાં ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ પણ વાંચો - Ahmedabad: કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી આફત, 19 થી 21 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાતમાં ફરી માવઠાની આફત, 19થી 21 એપ્રિલ સુધી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
calendar_today April 18, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં ફરી માવઠાની આફત, 19થી 21 એપ્રિલ સુધી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward