android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News: ધારીના ગોપાલગ્રામ નજીક સ્કૂલ બસ રોડ નીચે ઉતરી જતા અકસ્માત, 20 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
calendar_today April 18, 2026

Amreli News: ધારીના ગોપાલગ્રામ નજીક સ્કૂલ બસ રોડ નીચે ઉતરી જતા અકસ્માત, 20 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. ધારીની ઓ.પી. ઝાટકીયા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓ ભરેલી બસ અચાનક ચાલકે બેલેન્સ ગુમાવી દેતા રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી. બસમાં સવાર વિદ્યાર્થીઓમાં અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી, પરંતુ સદનસીબે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે.20 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા આ અકસ્માતમાં આશરે 20 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી અને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો પણ વિદ્યાર્થીઓની વ્હારે દોડી આવ્યા હતા. મોટી જાનહાનિ ટળતા વાલીઓ અને શાળા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ચૂંટણી પ્રચાર છોડીને ભાજપ-કોંગ્રેસના નેતાઓ હોસ્પિટલ દોડ્યા રાજ્યમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ આ અકસ્માતની જાણ થતા જ માનવતાના દર્શન થયા હતા. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમજ જનપ્રતિનિધિઓ પોતાના ચૂંટણી પ્રચારના કાર્યક્રમો પડતા મૂકીને તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા. નેતાઓએ વિદ્યાર્થીઓના ખબર-અંતર પૂછ્યા હતા, અને તેમને જરૂરી તમામ તબીબી સહાય મળે તે માટે વ્યવસ્થા કરાવી હતી. આ પણ વાંચો - Gujarat Weather: ભીષણ ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા

Read Full Story arrow_forward
Ahmedabad: MD ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, આરોપીને પકડવા જતાં PSI પર છરીના ઘા ઝીંક્યા
calendar_today April 18, 2026

Ahmedabad: MD ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, આરોપીને પકડવા જતાં PSI પર છરીના ઘા ઝીંક્યા

શહેરને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે દરોડા પાડવા ગઈ હતી, ત્યારે ડ્રગ્સ પેડલરોએ પોલીસ પર હુમલો કરવાની હિંમત કરી છે. ભાટ ગામ વિસ્તારમાં MD ડ્રગ્સની રેડ દરમિયાન એક આરોપીને પકડતા સમયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પર છરી વડે હુમલો કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.ડ્રગ્સ પેડલરોએ પોલીસ પર હુમલો કર્યોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે ભાટ ગામ પાસે MD ડ્રગ્સનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે જ્યારે ટીમ રેડ કરવા પહોંચી ત્યારે ત્યાં હાજર આરોપીઓએ પોલીસ ટીમનો પ્રતિકાર કર્યો હતો. આ દરમિયાન એક મુખ્ય આરોપીને પકડવા જતાં તેણે પોતાની પાસે રહેલી છરી કાઢી PSI પર હુમલો કરી દીધો હતો.PSI હોસ્પિટલમાં સારવાર હેઠળઆ હુમલામાં PSIને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ પરના આ હુમલા બાદ વધારાની પોલીસ કુમક પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.મોટી માત્રામાં ડ્રગ્સ જપ્તહુમલા છતાં ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી આશરે 300 ગ્રામ જેટલું MD ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા મેળવી છે. આ ડ્રગ્સની બજાર કિંમત લાખોમાં હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી છે.આ પણ વાંચો: Local Body Elections 2026: CM ભૂપેન્દ્ર પટેલનો વાવ-થરાદ પ્રવાસ, ભાજપના કાર્યકરો જનતાના સુખ-દુઃખના સાથી

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ભરૂચમાં ચૂંટણી ટાણે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ, મોડી રાત્રે 4 બાઈક અને રિક્ષા સળગાવી અજાણ્યા શખ્સો ફરાર
calendar_today April 18, 2026

Gujarat Latest News Live : ભરૂચમાં ચૂંટણી ટાણે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ, મોડી રાત્રે 4 બાઈક અને રિક્ષા સળગાવી અજાણ્યા શખ્સો ફરાર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward