android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dhoraji: ઝાંઝમેર ગામે SOGના દરોડા, શંકાસ્પદ દૂધનો 400 લિટર જથ્થો ઝડપાયો
calendar_today April 18, 2026

Dhoraji: ઝાંઝમેર ગામે SOGના દરોડા, શંકાસ્પદ દૂધનો 400 લિટર જથ્થો ઝડપાયો

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે એસ.ઓ.જી. (SOG) રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા શંકાસ્પદ દૂધના જથ્થા પર દરોડો પાડવામાં આવ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી દૂધમાં ભેળસેળ કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.શંકાસ્પદ દૂધના જથ્થા પર દરોડો એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્ય પોલીસ શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઝાંઝમેર ગામે આવેલી 'દ્વારકાધીશ દૂધ ડેરી'માં દૂધની માત્રા (Quantity) અને ફેટ વધારવા માટે હાનિકારક પદાર્થોની ભેળસેળ કરીને નકલી દૂધ બનાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતી રેડ પાડી હતી.400 લિટર જથ્થો અને સેમ્પલિંગપોલીસના દરોડા દરમિયાન ડેરીમાંથી આશરે 400 લિટર જેટલો શંકાસ્પદ દૂધનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દૂધનો જથ્થો કબજે કરી, તેના સેમ્પલ મેળવીને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ આ દૂધમાં કયા પ્રકારની ભેળસેળ કરવામાં આવતી હતી તેની વિગતો સ્પષ્ટ થશે.આ પણ વાંચો:Ahmedabad: ચાંદલોડિયામાંથી દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે શખ્સ ઝડપાયો, સોલા પોલીસે હથિયાર જપ્ત કરી હાથ ધરી તપાસ

Read Full Story arrow_forward
Rajkot News: ભાયાવદરમાં પાણીની સમસ્યા, મહિલાઓએ તંત્રને 'પાણી' બતાવ્યું, નગરપાલિકા કચેરીમાં મચાવ્યો હોબાળો
calendar_today April 18, 2026

Rajkot News: ભાયાવદરમાં પાણીની સમસ્યા, મહિલાઓએ તંત્રને 'પાણી' બતાવ્યું, નગરપાલિકા કચેરીમાં મચાવ્યો હોબાળો

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામમાં ઉનાળાની શરૂઆતે જ જળ સંકટ ઘેરું બન્યું છે. ભાયાવદરના જાગનાથ વિસ્તારમાં છેલ્લા 12 દિવસથી પીવાના પાણીનું વિતરણ ન થતા સ્થાનિક રહીશોની ધીરજ ખૂટી હતી. કાળઝાળ ગરમીમાં પાણી વગર વલખા મારતા લોકોમાં તંત્ર વિરૂદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.'પાણી આપો, પાણી આપો'ના સૂત્રોચ્ચાર સાથે નગરપાલિકા ગજવી પાણીની સમસ્યાથી કંટાળીને આજે 100થી વધુ મહિલાઓનું ટોળું ભાયાવદર નગરપાલિકા કચેરીએ ધસી આવ્યું હતું. મહિલાઓએ નગરપાલિકાના સત્તાધીશો સામે હલ્લાબોલ કર્યો હતો અને કચેરીમાં જ 'પાણી આપો, પાણી આપો'ના ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓનો આક્ષેપ છે કે, અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા સુધારવામાં આવતી નથી. ભર ઉનાળે પાણીના ડખ્ખાથી મહિલાઓ ત્રાહિમામ એક તરફ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ ઘરેલુ વપરાશ અને પીવા માટે પણ પાણી ન મળતા ગૃહિણીઓની હાલત કફોડી બની છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવે તેવી માંગ સાથે મહિલાઓએ કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. જો આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ પણ વાંચો - Rajkot Rain Update: ધોરાજી અને ઉપલેટામાં ધોધમાર વરસાદ

Read Full Story arrow_forward
Local Body Elections 2026: CM ભૂપેન્દ્ર પટેલનો વાવ-થરાદ પ્રવાસ, ભાજપના કાર્યકરો જનતાના સુખ-દુઃખના સાથી
calendar_today April 18, 2026

Local Body Elections 2026: CM ભૂપેન્દ્ર પટેલનો વાવ-થરાદ પ્રવાસ, ભાજપના કાર્યકરો જનતાના સુખ-દુઃખના સાથી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે મહિલાઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા આહવાન કર્યું હતું.મહિલા અનામત અને વિપક્ષ પર પ્રહારમુખ્યમંત્રીએ 33 ટકા મહિલા અનામતનો ઉલ્લેખ કરતા વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે મક્કમતાથી જણાવ્યું હતું કે, "બહેનો સામે જે કોઈ પડે છે તેનો ખાતમો થઈ જાય છે." વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું કે, વિપક્ષના ઉમેદવારો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે, જ્યારે ભાજપનો કાર્યકર ચૂંટણી હોય કે ન હોય, કાયમ જનતાની વચ્ચે રહીને સેવા કરે છે.'રામોજી અંદાજ' માં કટાક્ષપોતાના આગવા અંદાજમાં મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષને ઘેરતા કહ્યું કે, અગાઉના સમયમાં ભેટ-પૂજા વગર કોઈ કામ થતા નહોતા, જે સ્થિતિ ભાજપ શાસનમાં બદલાઈ છે.ખેડૂતો અને સ્થાનિક પ્રશ્નોનો ઉકેલનહેરના પાણીથી જમીનમાં થતા ક્ષાર અંગેની ફરિયાદ મળતા CMએ ખાતરી આપી હતી કે સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારી રહી છે. તેમણે જિલ્લાના તમામ તળાવો ભરવાની યોજનાઓ પર કામ ચાલી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું. પૂરના સમયે પાણીના કાયમી નિકાલ માટેની વ્યવસ્થા અંગે પણ તેમણે ચર્ચા કરી હતી.આ પણ વાંચો: Dhoraji: ઝાંઝમેર ગામે SOGના દરોડા, શંકાસ્પદ દૂધનો 400 લિટર જથ્થો ઝડપાયો

Read Full Story arrow_forward