android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Women Reservation Bill 2026 : મહિલા અનામત બિલ મુદ્દે ભાજપનું શનિવારથી ભાજપનું દેશવ્યાપી આંદોલન
calendar_today April 17, 2026

Women Reservation Bill 2026 : મહિલા અનામત બિલ મુદ્દે ભાજપનું શનિવારથી ભાજપનું દેશવ્યાપી આંદોલન

કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલું મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા બિલ જરૂરી બે-તૃતિયાંશ બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી. આ ઐતિહાસિક બિલ પર બે દિવસ સુધી ચાલેલી ભારે ચર્ચા અને હોબાળા બાદ શુક્રવારે થયેલું મતદાન સરકાર માટે નિરાશાજનક રહ્યું હતું. બિલની તરફેણમાં 298 અને વિરોધમાં 230 મતો પડ્યા હતા, જેના કારણે સરકાર બહુમતીના આંકડાથી 54 મતો છેટી રહી ગઈ હતી.નેરેટિવ સેટ કરવાનો ખેલ વિધાનસભા ચૂંટણીઓ નજીક છે ત્યારે બંને પક્ષો પોતાને મહિલાઓના સાચા હિતેચ્છુ સાબિત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અગાઉથી જ વિપક્ષના વલણ સામે આડકતરો ઈશારો કરી દીધો હતો. બીજી તરફ, નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ કોઈપણ સંજોગોમાં આ બિલ પસાર થવા દેશે નહીં. રાહુલ ગાંધીએ 'જાદુગરની વાર્તા' કહીને સરકાર પર પ્રહારો કર્યા હતા, જેની સામે રાજનાથ સિંહ અને કિરેન રિજિજુએ ઉગ્ર વિરોધ નોંધાવી માફીની માંગ કરી હતી. શનિવારથી ભાજપનું દેશવ્યાપી આંદોલન બિલ ગબડ્યા બાદ હવે ભાજપ અને NDA આ મુદ્દાને પ્રજા વચ્ચે લઈ જવાની રણનીતિ બનાવી છે. ૧૮ એપ્રિલ, શનિવારથી ભાજપના કાર્યકરો દેશભરમાં 'ઈન્ડિયા ગઠબંધન'ના નેતાઓના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરશે. ભાજપનો આરોપ છે કે વિપક્ષે મહિલાઓના હક પર તરાપ મારી છે. હવે આ બિલ ભલે પડી ગયું હોય, પણ આગામી ચૂંટણીઓમાં આ મુદ્દો સૌથી મોટો ચૂંટણી પ્રચારનો મુદ્દો બની રહેશે તે નક્કી છે.આ પણ વાંચો---    Women Reservation Bill 2026: મહિલા અનામત બિલ લોકસભામાં ન થઇ શક્યુ પસાર

Read Full Story arrow_forward
Valsad : ST બસમાં મુસાફરોના સ્વાંગમાં દારૂની હેરાફેરી, પારડી પોલીસે 4 મહિલા સહિત 6 બુટલેગરોને દબોચ્યા
calendar_today April 17, 2026

Valsad : ST બસમાં મુસાફરોના સ્વાંગમાં દારૂની હેરાફેરી, પારડી પોલીસે 4 મહિલા સહિત 6 બુટલેગરોને દબોચ્યા

ગુજરાતમાં દારૂબંધીના કાયદાને નેવે મૂકીને સંઘ પ્રદેશમાંથી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો હવે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. વલસાડ જિલ્લાની પારડી પોલીસે એક સચોટ બાતમીના આધારે એસ.ટી. બસમાં મુસાફરોના વેશમાં દારૂની હેરાફેરી કરતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે 4 મહિલાઓ સહિત કુલ 6 બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.થેલાઓમાં છુપાવ્યો હતો દારૂ બુટલેગરોએ પોલીસને થાપ આપવા માટે સેલવાસથી સુરત જતી એસ.ટી. બસનો સહારો લીધો હતો. તેઓ સામાન્ય મુસાફર બનીને બસમાં બેઠા હતા, પરંતુ તેમની પાસે રહેલા થેલાઓમાં કપડાં કે અન્ય સામાનને બદલે વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો હતો. પોલીસે બસને અટકાવી તલાશી લેતા થેલાઓમાંથી ₹4.10 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. બુટલેગરોના બદલાતા નુસખા પારડી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી તમામ 6 આરોપીઓની અટકાયત કરી છે. રાજ્યમાં પોલીસની કડક નજરને કારણે હવે બુટલેગરો લક્ઝરી ગાડીઓને બદલે જાહેર પરિવહનની બસોનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, પોલીસની સતર્કતાને કારણે બુટલેગરોનો આ નુસખો નિષ્ફળ સાબિત થયો છે. હાલ પોલીસ આ દારૂનો જથ્થો કોણે આપ્યો હતો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ કરી રહી છે.આ પણ વાંચો----    Gandhinagarમાં ACBનો મસમોટો સપાટો: પ્રોપર્ટી કાર્ડ માટે રૂ.9.50 લાખની લાંચ માંગનાર નાયબ મામલતદાર ઝડપાયા

Read Full Story arrow_forward
Dahod News: પક્ષના મેન્ડેટ સામે બળવો કરવો ભારે પડ્યો, ઝાલોદના બે હોદ્દેદારોને ભાજપે 5 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ
calendar_today April 17, 2026

Dahod News: પક્ષના મેન્ડેટ સામે બળવો કરવો ભારે પડ્યો, ઝાલોદના બે હોદ્દેદારોને ભાજપે 5 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ થયો છે. ભારતીય જનતા પાર્ટીએ પક્ષની શિસ્તનો ભંગ કરનારા અને સત્તાવાર ઉમેદવાર સામે મોરચો માંડનારા બે હોદ્દેદારો સામે કડક કાર્યવાહી કરી છે. પક્ષની મંજૂરી (મેન્ડેટ) વગર અપક્ષ ઉમેદવારી નોંધાવનારા આ સભ્યોને સંગઠનમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.પક્ષની વિરૂદ્ધ જવા બદલ કરાયા સસ્પેન્ડ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ મુજબ, ઝાલોદ ગ્રામ્ય મંડળના જિલ્લા મંત્રી અનિતાબેન મછાર અને મંડળ મંત્રી પારસિંગભાઈ ગરાસિયાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને હોદ્દેદારોએ ભાજપના અધિકૃત મેન્ડેટ ધરાવતા ઉમેદવારની સામે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણીને આ પગલું લેવામાં આવ્યું છે. 5 વર્ષ માટે પક્ષમાંથી હકાલપટ્ટી જિલ્લા ભાજપ પ્રમુખે શિસ્તના કોરડા વીંઝતા આ બંને સભ્યોને આગામી 5 વર્ષ માટે પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપના આ કડક વલણને કારણે અન્ય નારાજ કે બળવાખોર કાર્યકરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પક્ષે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષના મેન્ડેટનો અનાદર કરનાર કોઈ પણ હોદ્દેદારને સાંખી લેવામાં આવશે નહીં. આ કાર્યવાહી બાદ ઝાલોદ પંથકના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward