android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપ સત્તા હાંસલ કરશે તેવો દાવો કરાયો
calendar_today April 17, 2026

Himatnagar: સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપ સત્તા હાંસલ કરશે તેવો દાવો કરાયો

સાબરકાંઠા જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ગત ટર્મની જેમ આ વખતે પણ ભાજપ બહુમતી મેળવીને સત્તા હાંસલ કરશે તેવો દાવો ગુરૂવારે સ્થાનિક ધારાસભ્ય તથા સંગઠનના પ્રમુખ અને મહામંત્રીએ કર્યો છે. જોકે હજુ તો ઉમેદવારોએ મતદારોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. આ અંગે જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ, ધારાસભ્ય વી.ડી.ઝાલા, મહામંત્રી બીપીન ઓઝા અને પ્રેમલ દેસાઈએ ગુરૂવારે પ્રેસ વાર્તામાં દાવો કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકામાં ભાજપના ઉમદવારોને મતદારો પસંદ કરીને સત્તા સોંપશે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા મતદારો ઉનાળાની ગરમી તથા અન્ય કારણોને લીધે હાલના તબક્કે ચૂંટણીની પરોજણમાં પડયા નથી. મતદાનની તારીખ જેમ જેમ નજીક આવશે તેમ- તેમ સાબરકાંઠામાં ચુંટણીનો માહોલ ગરમાશે. હાલ તો ઉમેદવારો મતદાર યાદીને ધ્યાનમાં રાખીને તેમના વિસ્તારના અગ્રણીઓનો સંપર્ક કરીને પ્રાથમિક માહિતી એકઠી કરવા માંડયા છે. ત્યારબાદ ઉમેદવાર અને ટેકેદારો તેમનો સંપર્ક કરીને મતદારોને રૂબરૂ મળી મત આપવા અપીલ કરશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ઝાલાવાડમાં મતદાનનો સ્કોર વધારવા તંત્રની ઝુંબેશ
calendar_today April 17, 2026

Surendranagar: ઝાલાવાડમાં મતદાનનો સ્કોર વધારવા તંત્રની ઝુંબેશ

સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓમાં હરીફ ઉમેદવારની યાદી ફાઈનલ થતા જ ચૂંટણી વિભાગ મતદાનની તૈયારીઓમાં લાગી ગયુ છે. ત્યારે વર્ષ 2021માં થાનીક સ્વરાજયની ચૂંટણીઓ પર નજર કરીએ તો ઝાલાવાડમાં સરેરાશ 63.35 ટકા મતદાન થયુ હતુ. ત્યારે આ વર્ષે કાળઝાળ ગરમી અને આગામી તા. 26-4-26એ શુભમુહૂર્તને લઈ લગ્ન પ્રસંગો વધુ હોય ખાસ કરીને ગ્રામ્યમાં પણ મતદાનની ટકાવારીને માઠી અસર કરે તેવી શકયતાઓ વર્તાઈ રહી છે. જેના પગલે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મતદારો તા. 26મીએ ઉત્સાહભેર મોટીસંખ્યામાં મતદાન કરે તે માટે ઠેર ઠેર મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધર્યા છે. ઝાલાવાડમાં ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, 10 તાલુકા પંચાયતો અને 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં ઉમેદવારોના નામની યાદી જાહેર થવાથી લઈ, ઉમેદવારી પત્રો ભરવા, ચકાસણી અને પરત ખેંચવામાં ભારે ઉત્તેજના જોવા મળી છે. ત્યારે હવે હરીફ ઉમેદવારોની યાદી ફાઈનલ થતા ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે. બીજી તરફ જિલ્લા ચૂંટણી વિભાગ પણ મતદાનની તૈયારીઓમાં લાગી ગયુ છે. જયારે ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતીના કાર્યક્રમો પણ ઠેરઠેર કરવામાં આવી રહ્યા છે. શાળાઓમાં રંગોળી, ચીત્ર, નીબંધ હરીફાઈ થકી મતદાન જાગૃતીના કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે જિલ્લામાં ગત વર્ષ 2021ની સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓ પર નજર કરીએ તો વર્ષ 2021માં જિલ્લામાં સરેરાશ 63.35 ટકા મતદાન થયુ હતુ. ત્યારે આ વખતે ચૂંટણીઓમાં મહત્તમ મતદારો મતદાન કરે અને મતદાનનો આંક ઉપર આવે તે માટે ચૂંટણી વિભાગ પ્રયાસો કરી રહ્યુ છે. બીજી તરફ આગામી તા. 26-4ને રવીવારે મતદાન છે. ત્યારે પંચાગ મુજબ તા. 26-4ના રોજ લગ્નનું પણ શુભ મુર્હુત આવે છે. આ ઉપરાંત ઝાલાવાડમાં ગરમીનો પારો પણ સતત વધી રહ્યો છે. છેલ્લા એકાદ સપ્તાહથી 40 ડીગ્રી ઉપર ગરમી પડી રહી છે. અને એપ્રીલ માસના અંત સુધીમાં જિલ્લાવાસીઓને ગરમીમાંથી કોઈ રાહત મળે તેવા સમાચાર નથી. આથી લગ્નની સીઝન અને ગરમી મતદાનને અસર કરે તેમ પણ લાગી રહ્યુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halvad: શિરોઈ પાસે આપના બે પ્રભારી કારમાં દારૂની મહેફીલ માણતા રંગેહાથ પકડાયા
calendar_today April 17, 2026

Halvad: શિરોઈ પાસે આપના બે પ્રભારી કારમાં દારૂની મહેફીલ માણતા રંગેહાથ પકડાયા

મોરબી જિલ્લામાં હળવદ પોલીસે ગુરૂવારે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત સીટના પ્રભારી અને વિધાનસભા બેઠક વિસ્તારના પરપ્રાંતિય પ્રભારીને કારમાં જ પાર્ટીના ખેસ અને બેનર્સ સાથે દારૂની મહેફીલ માણતા રંગેહાથ ઝડપી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઝાલાવાડ તેમજ મોરબી જિલ્લામાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓમાં હાલ ઉમેદવારોનો પ્રચાર-પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે. મતદારોને રીઝવવા ઉમેદવારો અને રાજકીય પક્ષો અવનવા નુસખા અજમાવતા હોય છે. જેમાં અમુક ચોક્કસ મતદારો માટે છાંટોપાણીની પણ વ્યવસ્થા થતી હોય છે. બીજી તરફ પોલીસ પણ ઠેર ઠેર દરોડા કરીને આ બદીને ડામવા પ્રયાસો કરી રહી છે. ત્યારે હળવદ તાલુકા ગ્રામ્યમાં જિલ્લા પંચાયતની બેઠક માટે નિમાયેલા આપના બે પ્રભારી કારમાં દારૂની મહેફીલ માણતા ઝડપાતા ચૂંટણી ટાણે ચકચાર મચી ગઈ છે. આ અંગેની વધુમાં મળતા માહિતી મુજબ ચૂંટણીને અનુલક્ષીને હળવદ પોલીસની ટીમ ગત તા. 16મીને ગુરૂવારે રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે હળવદ હાઈવે પરના શીરોઈ ગામ પાસે બ્રાહ્મણી નદીના પુલ નજીક એક કારની તપાસ કરાતા તેમાં બે શખ્સો દારૂની મહેફીલ માણતા હતા. આ બન્ને શખ્સોની તપાસ કરાતા તેઓ મોરબી જિલ્લા પંચાયતની ચરાડવા સીટના આમ આદમી પાર્ટીના પ્રભારી હળવદના હિતેશભાઈ મનસુખભાઈ વરમોરા અને હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા સીટના આપના પ્રભારી મુળ દિલ્હીના વિકાસકુમાર વિજયકુમાર હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે બન્નેને દારૂની 2 બોટલો, 3 મોબાઈલ અને કાર સહિત રૂપીયા 3.22 લાખની મત્તા સાથે પકડી પાડી હળવદ પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધ્યો છે. ચૂંટણી ટાણે આપના 2 પ્રભારી દારૂની મહેફીલ માણતા ઝડપાતા સમગ્ર હળવદ પંથકમાં આ બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward