'કોંગ્રેસ OBC વિરોધી પાટી છે', જાણો અમિત શાહે સંસદમાં શું કહ્યું?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતી ભ્રામકતાને દૂર કરતા મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે નિર્ણય લીધો છે કે, 2026ની વસ્તી ગણતરી જાતિ સાથે (Caste Census) કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, જાતિ ગણતરી ટાળવાનો કોઈ પ્રશ્ન જ નથી અને તેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.પરિસીમનનો વિરોધ એ SC-STનો વિરોધ: શાહ મહિલા આરક્ષણ સંબંધિત બંધારણીય સુધારા અને પરિસીમન બિલ પરની ચર્ચાનો જવાબ આપતા શાહે કહ્યું કે, જે લોકો પરિસીમનનો વિરોધ કરી રહ્યા છે, તેઓ વાસ્તવમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટેની બેઠકોમાં વધારો કરવાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે આંકડા આપતા કહ્યું કે, હાલમાં દેશમાં 127 બેઠકો એવી છે, જ્યાં 20 લાખથી વધુ મતદારો છે, જે 'એક વ્યક્તિ, એક વોટ, એક મૂલ્ય'ના સિદ્ધાંતની વિરૂદ્ધ છે. દક્ષિણ ભારતના રાજ્યોને અન્યાય નહીં થાય ગૃહમંત્રીએ ઉત્તર વિરૂદ્ધ દક્ષિણ ભારતનો નેરેટિવ બનાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે આંકડાકીય વિગત સાથે સમજાવ્યું કે, પરિસીમન બાદ દક્ષિણના પાંચ રાજ્યો (કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળ)ની બેઠકો હાલની 129 થી વધીને 195 થશે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે, પરિસીમનથી કોઈ પણ રાજ્યના પ્રતિનિધિત્વમાં નુકસાન થશે નહીં અને દેશમાં કોઈ ભેદભાવ થવા દેવામાં આવશે નહીં. કોંગ્રેસને OBC વિરોધી ગણાવી ઘેર્યું અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેને OBCની સૌથી મોટી વિરોધી પાર્ટી ગણાવી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસે 1951 અને 1971માં જાતિ ગણતરીનો વિરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, મોદી સરકારમાં 27 મંત્રીઓ (લગભગ 40 ટકા) OBC સમુદાયના છે અને આ સરકારે જ OBC કમિશનને બંધારણીય માન્યતા આપીને પછાત વર્ગોને સાચી તાકાત આપી છે. આગામી રોડમેપ: 2029માં મહિલા આરક્ષણ અમિત શાહે ત્રણેય બિલનો ઉદ્દેશ્ય સમજાવતા કહ્યું કે, મહિલા સશક્તિકરણ: 2026 પછીની વસ્તી ગણતરી અને પરિસીમન બાદ 2029ની લોકસભા ચૂંટણી મહિલા આરક્ષણ સાથે યોજાશે. વસ્તીના સપ્રમાણ આધારે દરેક વોટની કિંમત સમાન થાય તે માટે પરિસીમન અનિવાર્ય છે. ભાજપની નીતિ સ્પષ્ટ છે કે, ભારતીય બંધારણમાં ધર્મના આધારે આરક્ષણની કોઈ જોગવાઈ નથી અને તે સ્વીકારવામાં આવશે નહીં. આ પણ વાંચો - સંસદમાં અમિત શાહે કરી સ્પષ્ટતા, 2026ની વસ્તી ગણતરી જાતિ સાથે કરવાનો નિર્ણય
Read Full Story arrow_forward