android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : દાહોદમાં વિશ્વકર્મા એપાર્ટમેન્ટના ચોથા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી, ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો
calendar_today April 17, 2026

Gujarat Latest News Live : દાહોદમાં વિશ્વકર્મા એપાર્ટમેન્ટના ચોથા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી, ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Banaskantha: થરાદના ડોડ ગામે તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ સગાં ભાઈ-બહેનોના કરુણ મોત
calendar_today April 17, 2026

Banaskantha: થરાદના ડોડ ગામે તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ સગાં ભાઈ-બહેનોના કરુણ મોત

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડોડ ગામે આજે એક એવી હૃદયદ્રાવક ઘટના ઘટી છે, જેણે સમગ્ર પંથકને હિબકે ચઢાવ્યું છે. ડોડ ગામના તળાવમાં પાણી ભરવા ગયેલા એક જ પરિવારના ત્રણ સંતાનોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. માતાની નજર સામે જ તેના ત્રણ-ત્રણ જુવાનજોધ સંતાનો પાણીમાં ગરકાવ થઈ જતાં વાલ્મિકી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.ભાઈને બચાવવા જતાં બહેનોએ જીવ ગુમાવ્યોપ્રાપ્ત વિગતો અનુસાર, શિવાભાઈ વાલ્મિકીનો પરિવાર તળાવે પાણી ભરવા ગયો હતો. આ દરમિયાન 12 વર્ષનો વિપુલ અચાનક ઊંડા પાણીમાં જવા લાગ્યો હતો. ભાઈને ડૂબતો જોઈ 13 વર્ષની નાની બહેન ગુડીબેન તેને બચાવવા દોડી હતી, પરંતુ તે પણ ડૂબવા લાગી હતી. આ બંનેને બચાવવા માટે 18 વર્ષીય મોટી બહેન હેતલબેને પણ તળાવમાં ઝંપલાવ્યું હતું. કમનસીબે, ત્રણેય ભાઈ-બહેનો એકબીજાને બચાવવાના પ્રયાસમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.માતાની નજર સામે જ ખેલાયો કરુણ ખેલઆ સમગ્ર ઘટના સમયે ત્રણેય સંતાનોની માતા ત્યાં જ હાજર હતી. પોતાની નજર સામે જ ત્રણેય સંતાનોને કાળના ગાલમાં સમાતા જોઈ માતાએ આક્રંદ મચાવ્યું હતું. હેતલબેન (18 વર્ષ) પોતે પરિણીત હતા અને તેમના બે માસૂમ બાળકો પણ છે. ભાઈ અને બહેનને બચાવવા જતાં હેતલબેને પોતાના જીવની આહુતિ આપી દીધી, જેના કારણે તેમના બે નાના બાળકો હવે નોંધારા બન્યા છે.ગામમાં પ્રસરી શોકની કાલીમાઘટનાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં તળાવ કિનારે ઉમટી પડ્યા હતા. ભારે જહેમત બાદ સ્થાનિકોએ ત્રણેયના મૃતદેહોને પાણીની બહાર કાઢ્યા હતા. એક જ પરિવારના ત્રણ આશાસ્પદ સંતાનોના મોતથી ડોડ ગામ અને વાલ્મિકી સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.આ પણ વાંચો: CM અને DyCMની ધાકથી ગુંડાઓ શાંત થયા, ભૂપેન્દ્ર પટેલ યોગી આદિત્યનાથ જેવા કડક બન્યા : નીતિન પટેલ

Read Full Story arrow_forward
Bhavnagar: માતાની છેડતીનો વિરોધ કરવો પુત્રને ભારે પડ્યો, 8 શખ્સોએ ઘરમાં ઘૂસી પથ્થરમારો અને તોડફોડ કરી
calendar_today April 17, 2026

Bhavnagar: માતાની છેડતીનો વિરોધ કરવો પુત્રને ભારે પડ્યો, 8 શખ્સોએ ઘરમાં ઘૂસી પથ્થરમારો અને તોડફોડ કરી

ભાવનગર શહેરમાં માતાની છેડતી કરનાર શખ્સોને ઠપકો આપવા ગયેલા પુત્ર અને તેના પરિવાર પર આઠ જેટલા શખ્સોએ હિંસક હુમલો કરી પથ્થરમારો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.ભાવનગરમાં આઠ જેટલા શખ્સોએ હિંસક હુમલો કર્યોબનાવની વિગત એવી છે કે, શહેરના એક વિસ્તારમાં રહેતી મહિલા શાકભાજી લેવા ગઈ હતી, ત્યારે સ્થાનિક અસામાજિક તત્વોએ તેમની છેડતી કરી હતી. આ બાબતે મહિલાના પુત્રને જાણ થતા તે આરોપીઓને ઠપકો આપવા માટે ગયો હતો. પોતાની ભૂલ સુધારવાને બદલે ઉશ્કેરાયેલા હરેશ ઉર્ફે ભાકો પરમાર અને તેના સાથીદારોએ પુત્ર પર હુમલો કર્યો હતો.ઘર પર પથ્થરમારો અને તોડફોડવાત અહીં જ ન અટકી, આઠ જેટલા શખ્સોનું ટોળું મહિલાના ઘરે ધસી આવ્યું હતું. ટોળાએ ઘર પર બેફામ પથ્થરમારો કર્યો હતો અને ઘર પાસે પાર્ક કરેલી બાઇકમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. જાહેરમાં થયેલા આ આતંકને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને શહેરની કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.પોલીસ કાર્યવાહીભોગ બનનાર પરિવારે આ મામલે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હરેશ ઉર્ફે ભાકો પરમાર, રાહુલ પરમાર, હર્ષિલ પરમાર, હર્ષદ ચૌહાણ, વિરલ ચૌહાણ, અમિત ડાભી અને રામો સહિતના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Bharuch: વાલિયામાં માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ રાજુ ગામીતને 500 શકમંદોની પૂછપરછ બાદ પોલીસે ઝડપી પાડ્યો

Read Full Story arrow_forward