android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Women Reservation Act: સંસદમાં મધરાતે લાગુ થયો મહિલા અનામત કાયદો 2023
calendar_today April 17, 2026

Women Reservation Act: સંસદમાં મધરાતે લાગુ થયો મહિલા અનામત કાયદો 2023

આજે સાંજે ચાર વાગ્યે મહિલા આરક્ષણ પર મતદાન પણ થવાનું છે. આ દરમિયાન સંસદમાં મહિલાઓને 33 ટકા આરક્ષણ આપતો મહિલા આરક્ષણ અધિનિયમ-2023 ગુરુવારથી લાગુ થઈ ગયો છે. આ અંગે કેન્દ્રીય કાયદા મંત્રાલયે નોટિફિકેશન જાહેર કર્યું છે. જો કે આ સ્પષ્ટ નથી કે સંસદમાં આ જ કાયદામાં સુધારા અંગેની ચર્ચા વચ્ચે તેને 16 એપ્રિલથી લાગુ કરવાની સૂચના શા માટે આપવામાં આવી. અધિનિયમ લાગુ થયા છતાં વર્તમાન લોકસભામાં મહિલાઓને તેનો તાત્કાલિક લાભ મળશે નહીં. અધિકારીના જણાવ્યા અનુસાર, મહિલાઓ માટે આરક્ષણ આગામી જનગણના આધારિત પરિસીમન (ડિલિમિટેશન) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ લાગુ કરવામાં આવશે. એક-તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત કેન્દ્રીય કાયદા મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવાયું છે કે સંવિધાન (106મો સુધારો) અધિનિયમ, 2023ના પ્રાવધાનો 16 એપ્રિલ 2026થી અમલમાં આવશે. સપ્ટેમ્બર 2023માં સંસદે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ પાસ કર્યો હતો, જેને મહિલા આરક્ષણ અધિનિયમ તરીકે ઓળખવામાં આવે છે. તે મુજબ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં એક-તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રાખવાનો પ્રાવધાન છે. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ અનામત 2027ની જનગણના પછી થનારી પરિસીમન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ અમલમાં આવી શકશે. હાલમાં લોકસભામાં જે ત્રણ બિલ પર ચર્ચા ચાલી રહી છે, તેમનો હેતુ આ અનામતને 2029થી અમલમાં મૂકવાનો છે. મહિલા અનામત પર પીએમ મોદીએ શું કહ્યું સંસદમાં મહિલા અનામત અને પરિસીમન બિલ પર જોરદાર ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું: “ચૂંટણીઓમાં મહિલાઓને મળતા આ અધિકારનો જે કોઈએ વિરોધ કર્યો છે, તેનું પરિણામ ખરાબ આવ્યું છે. હું અપીલ કરું છું કે આ મુદ્દાને રાજકીય ત્રાજવા પર ન તોળો. આજનો અવસર છે કે આપણે સાથે મળીને વિકાસશીલ ભારત માટે ખુલ્લા મનથી નિર્ણય લઈએ. આખો દેશ, ખાસ કરીને નારી શક્તિ, માત્ર અમારા નિર્ણયો જ નહીં પણ અમારી નિયતને પણ જોશે. અમારી નિયતમાં ખોટ હશે તો દેશની નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે.”આ પણ વાંચો: Weather Update: ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ, આ રાજ્યમાં ભયંકર ગરમી અને લૂનું એલર્ટ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગી આદિત્યનાથ જેવા કડક બન્યા, CM અને DyCMની ધાકથી લુખ્ખાઓ શાંત થયા: નીતિન પટેલ
calendar_today April 17, 2026

Gujarat Latest News Live : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગી આદિત્યનાથ જેવા કડક બન્યા, CM અને DyCMની ધાકથી લુખ્ખાઓ શાંત થયા: નીતિન પટેલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Local body election : CM અને DyCMની ધાકથી ગુંડાઓ શાંત થયા, ભૂપેન્દ્ર પટેલ યોગી આદિત્યનાથ જેવા કડક બન્યા : નીતિન પટેલ
calendar_today April 17, 2026

Local body election : CM અને DyCMની ધાકથી ગુંડાઓ શાંત થયા, ભૂપેન્દ્ર પટેલ યોગી આદિત્યનાથ જેવા કડક બન્યા : નીતિન પટેલ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ફોર્મ પરત ખેંચાયાની પ્રક્રિયા બાદ હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. બીજી બાજુ રાજકીય પક્ષોની સભાઓ ગાજી રહી છે. ત્યારે કડીમાં ચૂંટણી સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે સરખાવ્યા હતાં. જ્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ધાકથી લુખ્ખાઓ શાંત થયા હોવાનો તેમણે દાવો કર્યો હતો. ભાજપ સરકારની ધાકથી ગુંડાઓ ફફડી ઉઠ્યા કડીમાં ચૂંટણીસભામાં સંબોધન કરતાં નીતિન પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસના રાહુલ ગાંધી હજી સુધી અયોધ્યામાં રામ મંદિરે ગયા નથી. સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ પણ કોંગ્રેસના નેતાઓ આવ્યા નથી. કડીમાં ફોર લેન રોડ અને નર્મદાના નીર ભાજપની સરકારે પહોંચાડ્યા છે. સરકારે એવો વિકાસ કર્યો છે કે, કડીમાં જમીનોના ભાવ કરોડોમાં પહોંચ્યા છે. ભાજપ સરકારની ધાક એવી વધી છે કે ગુંડાઓ પણ ફફડી ઉઠ્યા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ધાકથી લુખ્ખા તત્વો શાંત થયા છે.આચારસંહિતાનો ભંગ કરનાર ગમે તેટલો શક્તિશાળી હશે તો પણ પોલીસ કડક પગલાં લેશે. ભૂપેન્દ્ર પટેલ યુપીના સીએમ યોગી આદિત્યનાથ જેવા કડક બન્યા નીતિન પટેલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુપીના સીએમ યોગી આદિત્યનાથ જેવા કડક બન્યા છે. ખોટું કરનારને છોડવામાં નહીં આવે. ભાજપની ફૂલ ગેરંટી સામે કોંગ્રેસની નો ગેરંટી છે. 60 વર્ષ રાજ કરનારો પક્ષ 'રમણભમણ' થઈ ગયો છે.રોજ સેંકડો લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે.આખું કડી ગુજરાતમાં છવાઈ ગયું છે. તેમણે વિપક્ષના ઉમેદવારો પર મતદારોને સાડીઓ અને પૈસા વહેંચતા હોવાનો આરોપ લગાવ્યો છે.જનતાએ નક્કી કરવાનું છે કોને પસંદ કરવા.કડી નગરપાલિકામાં ભાજપનો ઇતિહાસ લખાયો છે 36માંથી 28 બેઠકો પર બિનહરીફ વિજય થયો છે. આ પણ વાંચોઃ Local Body Elections 2026: કોંગ્રેસના ગઢમાં જ ગાબડું, પાલનપુરના વોર્ડ નં. 4 માં લાગ્યા કોંગ્રેસ વિરોધી બેનર

Read Full Story arrow_forward