android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : ગોતા ઓવરબ્રિજ અકસ્માતમાં બે નિર્દોષના જીવ લેનાર ડમ્પર ચાલક પાસે લાયસન્સ જ નહોતું, પોલીસે કરી ડ્રાઈવરની ધરપકડ
calendar_today April 16, 2026

Ahmedabad : ગોતા ઓવરબ્રિજ અકસ્માતમાં બે નિર્દોષના જીવ લેનાર ડમ્પર ચાલક પાસે લાયસન્સ જ નહોતું, પોલીસે કરી ડ્રાઈવરની ધરપકડ

અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા ગોતા ઓવરબ્રિજ પર બુધવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મામલે એસ.જી. વન ટ્રાફિક પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બે બાઈક સવારના જીવ લેનારા ડમ્પરના ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં જે ચોંકાવનારો ખુલાસો થયો છે તે મુજબ, અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક પાસે ડ્રાઈવિંગ લાયસન્સ પણ નહોતું.ડ્રાઈવર અને માલિક સામે સકંજો ટ્રાફિક પોલીસે સાણંદના બોળ ગામના રહેવાસી વિમલ ડોડીયારની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે વિમલ લાયસન્સ વગર જ રોડ પર ભારે વાહન હંકારી રહ્યો હતો. આ ગંભીર બેદરકારીને પગલે પોલીસે માત્ર ડ્રાઈવર જ નહીં, પરંતુ ડમ્પરના માલિક કેયુર બારોટ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. લાયસન્સ વગરના વ્યક્તિને વાહન સોંપવા બદલ માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શું હતી ઘટના? ઉલ્લેખનીય છે કે, ગોતા ઓવરબ્રિજ પર પૂરપાટ ઝડપે આવી રહેલા આ ડમ્પરે બાઈકને અડફેટે લીધી હતી, જેમાં બે આશાસ્પદ યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે અમદાવાદના ટ્રાફિક અને રોડ સેફ્ટી પર અનેક સવાલો ઉભા થયા હતા. પોલીસનો કડક સંદેશ એસ.જી. વન ટ્રાફિક પોલીસના અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરના ઓવરબ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ અને ચાલકોના લાયસન્સની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. જે વાહન માલિકો લાયસન્સ વગરના ડ્રાઈવરો પાસે વાહન ચલાવડાવશે તેમની સામે સખત પગલાં લેવામાં આવશે. હાલમાં વિમલ ડોડીયાર પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલુ છે. આ પણ વાંચો---    Dahod: કાળજું કંપાવતી ઘટના, કૌટુંબિક કંકાસમાં માતાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, 3 માસૂમ બાળકોના મોતથી પંથકમાં અરેરાટી

Read Full Story arrow_forward
Anandમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચીને મતદારોને મતદાન કરવા કરી અપીલ
calendar_today April 16, 2026

Anandમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચીને મતદારોને મતદાન કરવા કરી અપીલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 16 એપ્રિલે આણંદમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા સંચાલિત નગરપાલિકા શાળા નંબર 13ના વિદ્યાર્થીઓ દ્વારા આજે માનવ સાંકળ રચીને મતદારોને મતદાન કરવા પ્રેરાય તે માટે ખાસ અપીલ કરી હતી.લોકશાહીને મજબૂત કરવાની એક અતૂટ કડી આ માનવ સાંકળ તે માત્ર હાથોની સાંકળ નથી, પરંતુ લોકશાહીને મજબૂત કરવાની એક અતૂટ કડી છે તેમ ચૂંટણી અધિકારી મેહુલ પટેલે જણાવ્યું હતું. ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી એ માત્ર પ્રક્રિયા નથી, પણ આપણા શહેરના ભવિષ્યને બનાવવાનો એક ઉત્સવ છે. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે ભલે તમે આજે વોટ આપી શકતા નથી પણ તમારી આ પહેલ મતદારોને મત આપવા પ્રેરાય તે માટે યાદ કરાવશે. શું કહ્યું ચૂંટણી અધિકારીએ? તમારી એક અપીલ અનેક પરિવારોને મતદાન મથક સુધી ખેંચી લાવશે. હું ચૂંટણી અધિકારી તરીકે તમામ વાલીઓ અને નગરજનોને વિનંતી કરું છું કે, આ બાળકોના ઉત્સાહને માન આપીને આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાના ચૂંટણીમાં અચૂક મતદાન કરો. તમારો એક વોટ એ વિકસિત મહાનગરપાલિકાનો પાયો છે. આપણે સાથે મળીને આ લોકશાહીના પર્વને સફળ બનાવીએ તેમ ચૂંટણી અધિકારીએ મતદારોને મતદાનના દિવસે અચૂક મતદાન કરવા અનુરોધ કર્યો હતો. આ પણ વાંચો : Local Body Elections 2026: બળવો કરનારા સામે વડોદરા ભાજપની મોટી કાર્યવાહી, 11 દિગ્ગજ હોદ્દેદારોને 5 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ

Read Full Story arrow_forward
Rajkot રેન્જ આઈજી નિર્લિપ્ત રાયનો સપાટો, 11 લાખનો દારૂ ઝડપાવાના કેસમાં લોધિકા PI સહિત 6 પોલીસકર્મી સસ્પેન્ડ
calendar_today April 16, 2026

Rajkot રેન્જ આઈજી નિર્લિપ્ત રાયનો સપાટો, 11 લાખનો દારૂ ઝડપાવાના કેસમાં લોધિકા PI સહિત 6 પોલીસકર્મી સસ્પેન્ડ

રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ સામે રેન્જ આઈજીએ લાલ આંખ કરી છે. લોધિકા તાલુકાના એક ફાર્મ હાઉસમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયા બાદ, આ મામલે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે આવતા રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરી છે. PI સહિત 6 પોલીસકર્મીઓ સસ્પેન્ડઆ કાર્યવાહી અંતર્ગત લોધિકા પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) એસ.એમ. પરમાર અને તેમની સાથે અન્ય 5 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ એક ફાર્મ હાઉસ પર દરોડો પાડીને અંદાજે રૂ.11 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. આટલો મોટો જથ્થો સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ અથવા તેમની અજાણતામાં કેવી રીતે ઉતરી શકે, તે બાબતને ગંભીર ગણીને આ શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. નિર્લિપ્ત રાયની "ક્લીનઅપ" ડ્રાઈવપોતાની કડક છાપ માટે જાણીતા આઈજી નિર્લિપ્ત રાયે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, જો કોઈ પણ પોલીસકર્મી દારૂ કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હશે અથવા તેને રોકવામાં નિષ્ફળ જશે, તો તેમની સામે આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સસ્પેન્શનના ઓર્ડર બાદ અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ તકેદારી વધી ગઈ છે. લોધિકા વિસ્તારમાં આટલો મોટો દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને તેમાં અન્ય કોની સંડોવણી છે, તે દિશામાં પણ હવે ઉચ્ચ સ્તરીય તપાસ તેજ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward