android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: 45 ડિગ્રી તાપ વચ્ચે ટ્રાફિક પોલીસ થશે 'કૂલ', ગરમીથી બચવા જવાનોને મળ્યા હાઈટેક 'કૂલિંગ જેકેટ', જાણો શું છે તેની ખાસિયત
calendar_today April 16, 2026

Ahmedabad News: 45 ડિગ્રી તાપ વચ્ચે ટ્રાફિક પોલીસ થશે 'કૂલ', ગરમીથી બચવા જવાનોને મળ્યા હાઈટેક 'કૂલિંગ જેકેટ', જાણો શું છે તેની ખાસિયત

અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે ધોમધખતા તાપમાં રસ્તા પર કલાકો સુધી ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જવાનોને હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે અત્યાધુનિક 'કૂલિંગ જેકેટ' આપવાની એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.ટેકનોલોજીથી ગરમીને માત આ કૂલિંગ જેકેટ કોઈ સામાન્ય જેકેટ નથી, પરંતુ તેમાં બેટરીથી ચાલતા મિની ફેન્સ લગાવવામાં આવ્યા છે. આ ફેન જેકેટની અંદર સતત હવાનું સર્ક્યુલેશન જાળવી રાખે છે, જેના કારણે શરીરનું તાપમાન નિયંત્રિત રહે છે. વજનમાં હળવા આ જેકેટને એકવાર ચાર્જ કર્યા બાદ લાંબા સમય સુધી વાપરી શકાય છે, જે જવાનોને ભીષણ ગરમીમાં પણ ઠંડકનો અહેસાસ કરાવે છે. ટ્રાયલ બેઝ પર પ્રોજેક્ટ શરૂ હાલમાં આ પ્રોજેક્ટ પ્રાયોગિક ધોરણે (ટ્રાયલ બેઝ પર) અમલમાં મૂકવામાં આવ્યો છે. ટ્રાફિક જવાનોના પ્રતિસાદ બાદ શહેરના 1700 થી વધુ પોલીસ કર્મચારીઓ અને 2500 થી વધુ TRB જવાનોને આ જેકેટ આપવાની વિચારણા ચાલી રહી છે. જેકેટ પહેરનારા જવાનોનું કહેવું છે કે, આ નવી સુવિધાથી તડકામાં કામ કરવું ઘણું સરળ બન્યું છે અને થાક પણ ઓછો લાગે છે. અન્ય શહેરો માટે પ્રેરણારૂપ અમદાવાદ ટ્રાફિક પોલીસની આ પહેલ માત્ર કર્મચારીઓના સ્વાસ્થ્યની કાળજી જ નહીં, પરંતુ તેમની કાર્યક્ષમતા વધારવા માટે પણ મહત્વની સાબિત થશે. જો આ ટ્રાયલ સફળ રહેશે, તો આગામી દિવસોમાં અમદાવાદના તમામ ચાર રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ જવાનો આ હાઈટેક લૂકમાં જોવા મળશે, જે અન્ય શહેરો માટે પણ એક મોડેલ બની શકે છે. આ પણ વાંચો - Gujarat Weather: કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Local Body Elections 2026: કોંગ્રેસના ગઢમાં જ ગાબડું, પાલનપુરના વોર્ડ નં. 4 માં લાગ્યા કોંગ્રેસ વિરોધી બેનર
calendar_today April 16, 2026

Local Body Elections 2026: કોંગ્રેસના ગઢમાં જ ગાબડું, પાલનપુરના વોર્ડ નં. 4 માં લાગ્યા કોંગ્રેસ વિરોધી બેનર

બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને પાલનપુરના વોર્ડ નં. 4 માં, જેને વર્ષોથી કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવે છે, ત્યાં જ કોંગ્રેસ વિરોધી બેનરો લાગતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક રહીશોએ કોંગ્રેસના ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા બેનરો લગાવી આકરો વિરોધ નોંધાવ્યો છે.પાંચ વર્ષની નિષ્ક્રિયતા સામે જનતાનો રોષ વોર્ડ નં. 4 ના રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાંથી જીતેલા કોંગ્રેસી નેતાઓએ પ્રજાલક્ષી કામોમાં ભારે ઉદાસીનતા દાખવી છે. વિસ્તારમાં વ્યાપ્ત ગંદકી, ઉભરાતી ગટરો અને પીવાના શુદ્ધ પાણીની વિકટ સમસ્યાઓનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. સ્થાનિકોએ બેનરોમાં સ્પષ્ટ લખ્યું છે કે, "કોંગ્રેસના ઉમેદવારોએ વોટ માંગવા આવવું નહીં." ચૂંટણી ટાણે કોંગ્રેસની મુશ્કેલી વધી નગરપાલિકાની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ થાય તે પહેલા જ પોતાના જ મતદારો દ્વારા કરવામાં આવેલો આ બહિષ્કાર કોંગ્રેસ માટે મોટો ફટકો સાબિત થઈ શકે તેમ છે. એક તરફ ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના ગઢમાં જ લોકોનો રોષ ફાટી નીકળતા ઉમેદવારો માટે પ્રચાર કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે. હવે જોવું રહ્યું કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ જનરોષને શાંત પાડવામાં સફળ રહે છે કે કેમ. આ પણ વાંચો - Local Body Elections 2026 : દહેગામમાં ચૂંટણી પ્રચારમાં ભંગાણ, મધુર સિવાય વાત નહીં ના નારા સાથે બારીયા ગામે ધારાસભ્ય બલરાજસિંહનો કાફલો રોક્યો

Read Full Story arrow_forward
Local Body Elections 2026 : : દેવભૂમિ દ્વારકામાં ભાજપના 3 કાર્યકરો સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ મોટી કાર્યવાહી
calendar_today April 16, 2026

Local Body Elections 2026 : : દેવભૂમિ દ્વારકામાં ભાજપના 3 કાર્યકરો સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ મોટી કાર્યવાહી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપમાં શિસ્તભંગની ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષના આદેશોનું ઉલ્લંઘન કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ત્રણ સક્રિય કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કડક નિર્ણયને પગલે જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.કોની સામે લેવાયા પગલાં? જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી દ્વારા પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. સસ્પેન્ડ કરવામાં આવેલા કાર્યકરોમાં જામ ખંભાળિયા તાલુકાના બહાદુરસિંહ વાઢેર અને નરેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના વિઠ્ઠલ સોનગરાને પણ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. સસ્પેન્શન પાછળનું કારણ ભાજપના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રણેય કાર્યકરો પક્ષમાં હોવા છતાં પક્ષની વિચારધારા વિરુદ્ધ કામ કરી રહ્યા હોવાના પુરાવાઓ મળ્યા હતા. શિસ્તને વરેલી પાર્ટી ગણાતી ભાજપે આ પ્રકારની પક્ષ વિરોધી પ્રવૃત્તિ ચલાવી ન લેવાની નીતિ સાથે આ કડક પગલું ભર્યું છે. આ પણ વાંચો----    Dahod: કાળજું કંપાવતી ઘટના, કૌટુંબિક કંકાસમાં માતાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, 3 માસૂમ બાળકોના મોતથી પંથકમાં અરેરાટી

Read Full Story arrow_forward