android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tharad News: ડોડગામમાં કાળજું ધ્રુજાવી દેતી ઘટના, તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ ભાઈ-બહેનોના કરુણ મોત
calendar_today April 16, 2026

Tharad News: ડોડગામમાં કાળજું ધ્રુજાવી દેતી ઘટના, તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ ભાઈ-બહેનોના કરુણ મોત

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડોડગામમાં આજે એક એવી ઘટના બની છે જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. ગામના તળાવમાં પાણી ભરવા ગયેલા શિવાભાઈ વાલ્મિકીના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. પોતાની માતાની નજર સામે જ તેમના ત્રણ સંતાનો એકપછી એક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એક માસૂમ બાળકને બચાવવાના પ્રયાસમાં અન્ય બે બહેનોએ પણ પોતાના જીવ ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.ભાઇને બચાવવા જતા બે બહેનો તળાવમાં ડૂબી12 વર્ષીય વિપુલ તળાવના પાણીમાં ડૂબવા લાગ્યો હતો. પોતાના નાના ભાઈને ડૂબતો જોઈ તેને બચાવવા માટે 13 વર્ષીય ગુડીબેન અને 18 વર્ષીય હેતલબેને તળાવમાં ઝંપલાવ્યું હતું. જોકે, તળાવમાં પાણી ઊંડું હોવાને કારણે અને ભાઈને બચાવવાની મથામણમાં ત્રણેય ભાઈ-બહેનો એકબીજાને બચાવી શક્યા નહીં અને ત્રણેયનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે વાલ્મિકી સમાજ સહિત સમગ્ર ડોડગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ગ્રામજનોએ ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યાઆ દુર્ઘટનામાં સૌથી વધુ કરુણ બાબત એ છે કે 18 વર્ષીય મૃતક હેતલબેન પોતે પરણેલા હતા અને તેમને બે નાના માસૂમ બાળકો છે. પોતાના ભાઈ અને બહેનને બચાવવાની લ્હાયમાં તેમણે પોતાના જીવની આહુતિ આપી દીધી, જેના કારણે હવે તેમના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે અને નોંધારા બન્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Local Body Elections 2026 : અમદાવાદના અસારવામાં ગંદા પાણી અને ગટરના પ્રશ્ને જનતા લાલઘૂમ, ઉમેદવારોને સોસાયટીમાંથી તગેડ્યા
calendar_today April 16, 2026

Local Body Elections 2026 : અમદાવાદના અસારવામાં ગંદા પાણી અને ગટરના પ્રશ્ને જનતા લાલઘૂમ, ઉમેદવારોને સોસાયટીમાંથી તગેડ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ જનતાનો મિજાજ પણ તેજોમય બની રહ્યો છે. અમદાવાદના અસારવા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને નેતાઓને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો છે. વિકાસના દાવાઓ સાથે પ્રચાર કરવા નીકળેલા નેતાઓને સ્થાનિકોએ સોસાયટીના ગેટ પર જ અટકાવી દીધા હતા અને શરમજનક સ્થિતિમાં મુકાઈને નેતાઓએ ત્યાંથી પરત ફરવું પડ્યું હતું.ગંદા પાણી અને ગટરના પ્રશ્ને આક્રોશ અસારવા વિસ્તારના રહીશો લાંબા સમયથી પીવાના ગંદા પાણી અને ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રસ્ત છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. "જ્યારે કામ હતું ત્યારે કોઈ દેખાયું નહીં, તો હવે મતો માટે કેમ આવ્યા છો?" તેવા સવાલો સાથે મહિલાઓ અને યુવાનોએ ભાજપના કાફલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સોસાયટીમાં પ્રવેશબંધી પ્રચાર માટે ગયેલા ભાજપના ઉમેદવારો જ્યારે સોસાયટીમાં પ્રવેશવા જઈ રહ્યા હતા, ત્યારે રહીશોએ એકઠા થઈને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે જ્યાં સુધી ગટર અને પાણીની પ્રાથમિક સુવિધાઓનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ નેતાને સોસાયટીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. વિરોધ એટલો ઉગ્ર હતો કે ભાજપના કાર્યકરો અને નેતાઓને ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી. ચૂંટણી ગણિત બગડવાની ભીતિ અસારવા એ ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ પાયાની સુવિધાઓના અભાવે જનતામાં ફેલાયેલો આ અસંતોષ આગામી ચૂંટણીના પરિણામો પર મોટી અસર કરી શકે છે. વિરોધના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ગલિયારાઓમાં પણ ચર્ચાઓ તેજ બની છે. આ પણ વાંચો----    Dahod: કાળજું કંપાવતી ઘટના, કૌટુંબિક કંકાસમાં માતાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, 3 માસૂમ બાળકોના મોતથી પંથકમાં અરેરાટી

Read Full Story arrow_forward
Surat News: ભાજપમાં બળવો કરનારાઓ સામે શિસ્તના કોરડા, 4 હોદ્દેદારો 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ
calendar_today April 16, 2026

Surat News: ભાજપમાં બળવો કરનારાઓ સામે શિસ્તના કોરડા, 4 હોદ્દેદારો 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ

સુરત જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે ભાજપ સંગઠને મોટી કાર્યવાહી કરી છે. કડોદરા અને ચલથાણ વિસ્તારમાં પક્ષ સામે બાયો ચઢાવનાર અને શિસ્તભંગ કરનાર કાર્યકરો સામે સુરત જિલ્લા ભાજપ પ્રમુખે લાલ આંખ કરી છે. ગત શુક્રવારે જ્યારે પક્ષ દ્વારા સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી, ત્યારે ટિકિટ ન મળતા નારાજ થયેલા ભોળા ભરવાડ સહિતના આગેવાનોએ પક્ષના નિર્ણય સામે મોરચો માંડ્યો હતો.જિલ્લા ભાજપ પ્રમુખની કડક કાર્યવાહી પક્ષની શિસ્તને નેવે મૂકીને ટિકિટ ન મળતા આ હોદ્દેદારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. શુક્રવારે રાત્રે નગર ભાજપ સંગઠન કાર્યાલય પર હોબાળો કરી પક્ષ સામે બળવો કરનાર આ સભ્યો સામે આજે અંતે ગાજ પડી છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખે શિસ્તભંગના કડક પગલાં લેતા ભોળા ભરવાડ સહિત 4 સભ્યોને પક્ષના પ્રાથમિક અને સક્રિય સભ્યપદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ તમામ સભ્યોને આગામી 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવાનો સત્તાવાર આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. અન્ય અસંતુષ્ટોને પણ કડક સંદેશ ભાજપના આ કડક વલણને કારણે અન્ય નારાજ કાર્યકરો અને હોદ્દેદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પક્ષે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે ચૂંટણી સમયે પક્ષના હિત વિરુદ્ધ કામ કરનાર કે બળવો કરનાર કોઈ પણ વ્યક્તિને સાંખી લેવામાં આવશે નહીં. સસ્પેન્શનનો આ ઓર્ડર છૂટતા જ કડોદરા અને ચલથાણના રાજકારણમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હવે આ બળવાખોર ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડશે કે કેમ અને તેની ભાજપની વોટબેંક પર શું અસર પડશે, તે જોવું રહ્યું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward