android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Meghraj: મેઘરજમાં ચૂંટણી પહેલાં SMCનો સપાટો, ઉન્ડવા સરહદેથી 8.41 લાખનો દારૂ ઝડપાયો
calendar_today April 16, 2026

Meghraj: મેઘરજમાં ચૂંટણી પહેલાં SMCનો સપાટો, ઉન્ડવા સરહદેથી 8.41 લાખનો દારૂ ઝડપાયો

મેઘરજઃ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પગલે રાજસ્થાન સરહદે દારૂની હેરાફેરી તેજ બની છે. આ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ મેઘરજ તાલુકાની ઉન્ડવા સરહદ પાસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ખેરાઈ ઢુંઢા પ્રાથમિક શાળા નજીકથી એક ઇનોવા કારમાંથી રૂ. 8,41,560 ની કિંમતની દારૂની 4,068 બોટલો ઝડપી પાડી છે.ગત બુધવારેSMCની ટીમ મહીસાગર અને અરવલ્લી જિલ્લાના સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફ્થી એક ઇનોવા કાર દારૂ ભરીને મેઘરજ તરફ્ આવી રહી છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા રોડ સાઈડે ઉભેલી કાર પાસેથી પ્રવીણ અમરતભાઈ ભગોરા (રહે. ડુંગરપુર) નામના શખ્સને ઝડપી પાડયો હતો, જ્યારે અન્ય બે શખ્સો અંધારાનો લાભ લઈ ખેતરોમાં ફ્રાર થઈ ગયા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો અરવલ્લીના બાયડ પાસેના કોઈ શખ્સને પહોંચાડવાનો હતો. પોલીસે કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: પોશીના ગામ હવે સીસીટીવી કેમેરાથી સજ્જ
calendar_today April 16, 2026

Himatnagar: પોશીના ગામ હવે સીસીટીવી કેમેરાથી સજ્જ

પોશીનાઃ ગામની આંતરિક સુરક્ષા અને ટ્રાફ્કિ વ્યવસ્થાને ધ્યાને રાખીને પોશીના પંચાયત દ્વારા મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. સમગ્ર ગામમાં અલગ-અલગ વ્યૂહાત્મક સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે અંતર્ગત અત્યારસુધીમાં 60 ટકા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. સરપંચ કિંજલબેનના જણાવ્યા અનુસાર, ગામની સુરક્ષા, ગ્રામજનોની સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે આ આયોજન કરાયું છે. બહારથી આવતા વાહનોની સંખ્યા વધુ હોવાથી ગ્રામજનોમાં ડરનો માહોલ રહેતો હતો, જે હવે કેમેરાના નિરીક્ષણ હેઠળ ઘટશ ગામના મુખ્ય પ્રવેશદ્વારો અને નાકાઓ પર ખાસ નજર રાખવામાં આવશે જેથી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર લગામ લગાવી શકાય. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હવે પોશીના ગામના મુખ્ય માર્ગો અને ચોક 24 કલાક દેખરેખ હેઠળ રહેશે, જેનાથી ગુનાખોરી ડામવામાં અને ટ્રાફ્કિ નિયમનમાં મોટી મદદ મળશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  પાદરા પોલીસ મથકના PI સામે ACBની સફળ ટ્રેપ, વચેટીયો સાજીદઅલી 2 લાખ લેતા ઝડપાયો
calendar_today April 16, 2026

Gujarat Latest News Live : પાદરા પોલીસ મથકના PI સામે ACBની સફળ ટ્રેપ, વચેટીયો સાજીદઅલી 2 લાખ લેતા ઝડપાયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward