Himatnagar: હિંમતનગરમાં અન્ડર-14 ફૂટબોલ સ્પર્ધા શરૂ, 7 ટીમો ભાગ લેશે
હિંમતનગર : હિંમતનગરની પીએમ કેન્દ્રીય વિદ્યાલયમાં ગુરૂવારથી અન્ડર-14 ભાઈઓની બે દિવસીય ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. જેમાં અમદાવાદ વિભાગના કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની સાત ટીમોના 98 ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધાનો ઉદ્દઘાટન સમારોહ ગુરૂવારે યોજાયો હતો, જેમાં આચાર્ય મહેન્દ્રપ્રસાદ અને ફૂટબોલ ખેલાડી સિંધી મિસબા રફીકભાઈએ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું. ત્યારબાદ ફ્લેગ ઓફ કરીને સ્પર્ધાનો પ્રારંભ કરાવાયો હતો. આ પ્રસંગે કોચ સુનીત આઝાદ પીએમ કેન્દ્રીય વિદ્યાલયનો શિક્ષકગણ અને સ્ટાફ હાજર રહ્યા હતા. શુક્રવારે સેમીફાઇનલ અને ફાઇનલ મેચો યોજાશે. જુનાગઢ, સામના, હિંમતનગર, ગાંધીનગર કેન્ટ, અમદાવાદ કેન્ટ અને વડોદરાની કેન્દ્રીય વિદ્યાલયની ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. ટીમોને એ અને બી વિભાગમાં વિભાજિત કરીને લીગ મેચો રમાડવામાં આવશે. ફૂટબોલ જેવી રમત લીડરશીપ, ટીમવર્ક, ટીમ સ્પિરિટ અને ખેલ ભાવના પ્રદર્શિત કરે છે. આ સ્પર્ધાની વિજેતા ટીમ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward