android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur: પાવીજેતપુરના શિથોલ ખાતે શાળાના વિદ્યાર્થીઓની મતદાન જાગૃતિ રેલી યોજાઇ
calendar_today April 16, 2026

Chhota Udepur: પાવીજેતપુરના શિથોલ ખાતે શાળાના વિદ્યાર્થીઓની મતદાન જાગૃતિ રેલી યોજાઇ

સ્વીપ કાર્યક્રમના ભાગરૂપે પાવીજેતપુર તાલુકાના શિથોલ ગામે શાસ્ત્રી વિદ્યાલય ખાતે સ્વીપ નોડલ પ્રદિપ વાઘેલા અને આચાર્ય શાહિદ શેખના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ રેલી યોજાઇ હતી. હાલમાં ચાલી રહેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં લોકો મજબૂત લોકશાહી માટે પોતાના અમૂલ્ય મતનો ઉપયોગ કરી દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશને મજબૂતી પ્રદાન કરે તેવા આશયથી શિથોલ ગામમાં મતદાન જાગૃતિના મતદાન આપણો મૂળભૂત અધિકાર, ચાલો મતદાન કરીએ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ગામમાં એકત્ર થયેલ ગ્રામજનોને 100 ટકા મતદાન માટે આહ્વાન પણ કરાયુ હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ડભોઇLICશાખા દ્વારા ડૉ. બાબાસાહેબ જન્મજયંતી ઉજવાઇ
calendar_today April 16, 2026

Dabhoi: ડભોઇLICશાખા દ્વારા ડૉ. બાબાસાહેબ જન્મજયંતી ઉજવાઇ

વડોદરા ડિવિઝનની LIC ની ડભોઇ શાખામાં બાબાસાહેબ આંબેડકર (મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર)ની જન્મ જયંતી 14 એપ્રિલ 1891 નિમિત્તે ઉજવણી કરી રાષ્ટ્રના સંવિધાનના શિલ્પી અને સામાજિક ન્યાયના મહાન યોદ્ધા ભારતના બંધારણના ઘડવૈયાની 135ની જન્મજયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે શાખા મેનેજર ગૌરવ સિંહા, આસિસ્ટન્ટ શાખા મેનેજર જય પટેલ શાખાના વિવિધ વિભાગોના અધિકારીઓ OS ચંદનસર PSના રોહિણીબેન NBના સ્વાતિબેન શર્મા ક્લેમના સુનીતાબેન તથા DO CLIએ શાખા અભી કર્તાઓએ તેમના સંઘર્ષ સમય જીવન શિક્ષણપ્રત્યેની તેમની અડગ પ્રતિબધ્ધતા હતા. બંધારણ દ્વારા આપેલા સર્વ સ્વીકૃત સર્વ માન્ય અધિકારો વિશેની ગાથા વર્ણવી બાબાસાહેબ આંબેડકરની શાખામાં ઉજવણી કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ઝાલાવાડમાં અકસ્માતના 3 બનાવ : 3ને ઈજા
calendar_today April 16, 2026

Surendranagar: ઝાલાવાડમાં અકસ્માતના 3 બનાવ : 3ને ઈજા

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની હારમાળા નીરંતર ચાલુ છે. જેમાં અકસ્માતના વધુ 3 બનાવ સામે આવ્યા છે. ગુરૂવારે સવારે ધ્રાંગધ્રાના રાજગઢ પાસે પુંઠા ભરેલ આઈશરમાં આગ ભભુકી ઉઠી હતી. જયારે સુરેન્દ્રનગરના ટાંકીચોક અને દસાડાના વડગામ પાસે અકસ્માતમાં માતા-પુત્રી અને વૃધ્ધને ઈજાઓ પહોંચી છે. સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર આવેલ મોહનચાલીમાં રહેતા 62 વર્ષીય ભુપતસિંહ તેજીભા મોરી છુટક મજુરી કરે છે. તા. 20-3ના રોજ સાંજે તેઓ ટાંકીચોક પાસે સાયકલ લઈને શાકભાજી લેવા ગયા હતા. ત્યારે હેન્ડલુમ તરફથી આવતી સફેદ કલરની કારના ચાલકે પુરઝડપે ચલાવી ભુપતસિંહને અડફેટે લેતા પગે ફેકચર થતા સારવાર માટે સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. આ બનાવમાં કાર ચાલક સાથે સમાધાનની વાત ચાલુ હતુ. પરંતુ સમાધાન ન થતા અંતે તા. 15-4ના રોજ રાત્રે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ વી.પી.રાઠોડ ચલાવી રહ્યા છે. જયારે અમદાવાદના દુધેશ્વર સર્કલ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય સુમીત્રાબેન જયંતીભાઈ સોલંકી અને તેમની દિકરી હર્ષાબેન 12-4ના રોજ હર્ષાબેનની સાસરી શંખેશ્વર તાલુકાના પાડલામાં માંડવાનો પ્રસંગ હોઈ ગયા હતા. જયાંથી રાધનપુર-ફતેપુરા રૂટની એસ.ટી.બસમાં તેઓ શંખેશ્વરથી અમદાવાદ જવા નીકળ્યા હતા. અને માતા-પુત્રી બન્ને બસની છેલ્લી સીટમાં બેઠા હતા. બસ દસાડા તાલુકાના વડગામથી દસાડા તરફ જતી હતી. ત્યારે બસના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા છેલ્લી સીટે બેસેલ માતા-પુત્રી ઉછળ્યા હતા. અને સુમીત્રાબેનને મણકાના ભાગે અને હર્ષાબેનને પગમાં ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે તા. 15-4ના રોજ દસાડા પોલીસ મથકે એસ.ટી. બસના ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી બી.જે.ઝાલા ચલાવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ-કચ્છ નેશનલ હાઈવે 5ર ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ પાસેથી પસાર થતી એક પુંઠા ભરેલ આઈશરમાં ગુરૂવારે સવારના સમયે અચાનક આગ લાગી હતી. આ અંગેના સમાચાર મળતા જ ધ્રાંગધ્રા નગરપાલીકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી દોઢ કલાકની મહેનત બાદ આગને કાબુમાં લેવાઈ હતી. આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward