android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local Body Elections 2026 : દહેગામમાં ચૂંટણી પ્રચારમાં ભંગાણ, મધુર સિવાય વાત નહીં ના નારા સાથે બારીયા ગામે ધારાસભ્ય બલરાજસિંહનો કાફલો રોક્યો
calendar_today April 16, 2026

Local Body Elections 2026 : દહેગામમાં ચૂંટણી પ્રચારમાં ભંગાણ, મધુર સિવાય વાત નહીં ના નારા સાથે બારીયા ગામે ધારાસભ્ય બલરાજસિંહનો કાફલો રોક્યો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે નેતાઓ માટે જનતા વચ્ચે જવું કપરા ચઢાણ સાબિત થઈ રહ્યું છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારીયા ગામે ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને સ્થાનિક પશુપાલકોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો હતો. ડેરી વિવાદને લઈને ગ્રામજનોએ ધારાસભ્યના કાફલાને ગામમાં પ્રવેશતા અટકાવી દેતા રાજકીય માહોલ ગરમાયો છે.શું છે વિવાદનું મુખ્ય કારણ? દહેગામ તાલુકાના પશુપાલકોનો વર્ષો જૂનો પ્રશ્ન 'દૂધ ઉત્પાદક સંઘ'ની પસંદગીનો છે. હાલમાં દહેગામના પશુપાલકોનું દૂધ અમદાવાદની 'ઉત્તમ ડેરી' માં લેવામાં આવે છે. જોકે, ભૌગોલિક અનુકૂળતા અને અન્ય લાભોને ધ્યાને રાખીને પશુપાલકો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે તેમનું દૂધ ગાંધીનગર જિલ્લાની પોતાની 'મધુર ડેરી' માં સ્વીકારવામાં આવે. અનેક રજૂઆતો છતાં આ પ્રશ્નનો ઉકેલ ન આવતા પશુપાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ચોટદાર સૂત્રોચ્ચાર અને વિરોધ ચૂંટણી પ્રચાર માટે ભાજપના કાફલાને ગામના પાદરે જોતા જ પશુપાલકો એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ "વાદ નહીં વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં" ના નારા લગાવી આખું ગામ ગજવી મૂક્યું હતું. પશુપાલકોએ આક્રમક વલણ અપનાવી સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી ડેરીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ચૂંટણી પ્રચાર સ્વીકારવામાં આવશે નહીં. ચૂંટણી પર અસરની ભીતિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાણે જ ગ્રામજનોએ બતાવેલી આ મક્કમતા સત્તાધારી પક્ષ માટે ચિંતાનો વિષય બની છે. જો સમયસર પશુપાલકોની આ માંગણી પર કોઈ નક્કર નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી મતદાનમાં આ રોષ ભાજપને ભારે પડી શકે તેમ છે. હાલમાં આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને દહેગામના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. આ પણ વાંચો----     Local Body Elections 2026 : પંચમહાલ કોંગ્રેસમાં ભૂકંપ, જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારે કેસરીયો ધારણ કરતા કોંગ્રેસ પાયમાલ

Read Full Story arrow_forward
Banaskanthaના દાંતામાં પરીક્ષા પદ્ધતિ સામે હોબાળો: "CCE પરીક્ષા ઓનલાઈન નહીં, ઓફલાઇન લો"ની માગ સાથે પ્રાંત અધિકારીને આવેદન
calendar_today April 16, 2026

Banaskanthaના દાંતામાં પરીક્ષા પદ્ધતિ સામે હોબાળો: "CCE પરીક્ષા ઓનલાઈન નહીં, ઓફલાઇન લો"ની માગ સાથે પ્રાંત અધિકારીને આવેદન

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના શિક્ષિત યુવાનોએ એકઠા થઈને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની નવી પરીક્ષા પદ્ધતિ સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. યુવાનોએ દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે, આગામી CCE (ગ્રુપ-A અને ગ્રુપ-B) ની ભરતી પ્રક્રિયા ઓનલાઈન (CBRT) પદ્ધતિને બદલે પરંપરાગત ઓફલાઇન (OMR) પદ્ધતિથી યોજવામાં આવે. ઉમેદવારોનો તર્ક છે કે ઓનલાઈન પરીક્ષાના કેન્દ્રો દૂર હોવાથી અને ટેકનિકલ કારણોસર અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના યુવાનોને ભારે મુશ્કેલી પડે છે.ભૂતકાળના અન્યાયનો આપ્યો હવાલો યુવાનોએ આવેદનમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અગાઉની ઓનલાઈન પરીક્ષાઓમાં 'નોર્મલાઈઝેશન' પદ્ધતિના કારણે મહેનત કરતા ઉમેદવારોના માર્ક્સમાં 2 થી 37 ગુણ સુધીનો મોટો તફાવત જોવા મળ્યો હતો. આ પ્રક્રિયામાં નસીબના આધારે પરિણામ બદલાતા હોવાથી મહેનતુ યુવાનોને અન્યાય થઈ રહ્યો છે. આ ઉપરાંત, અગાઉની પરીક્ષામાં ૩૦૦થી વધુ ખોટા પ્રશ્નોના મામલે હાઇકોર્ટ સુધી જવું પડ્યું હતું, જેના કારણે ભરતી પ્રક્રિયામાં લાંબો વિલંબ થયો હતો. યુવાનોએ સ્પષ્ટ કર્યું છે કે પોલીસ કોન્સ્ટેબલ અને PSI જેવી ઓફલાઇન પરીક્ષાઓ વધુ પારદર્શક અને ઝડપી હોય છે. સરકારને અલ્ટીમેટમ: ઉગ્ર આંદોલનની ચીમકી દાંતાના યુવાનોએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો જાહેરાત ક્રમાંક 378/2025-26ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરીને તેને ઓફલાઇન કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઉમેદવારોના હિતમાં અને ભરતી પ્રક્રિયાને ક્ષતિરહિત બનાવવા માટે ઓનલાઈન પદ્ધતિ રદ કરવી અનિવાર્ય હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kutch News: પાણીપુરી ખાતા લોકો સાવધાન! 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થતા હોસ્પિટલો ઉભરાઈ
calendar_today April 16, 2026

Kutch News: પાણીપુરી ખાતા લોકો સાવધાન! 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થતા હોસ્પિટલો ઉભરાઈ

કચ્છના ભુજ તાલુકાના લોડાઈ ગામમાં ફૂડ પોઇઝનિંગની એક મોટી ઘટના સામે આવી છે. ગામમાં પાણીપુરી ખાધા બાદ એકસાથે 100થી વધુ લોકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. સામાન્ય નાસ્તો કરવા ગયેલા લોકો માટે આ પાણીપુરી સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ છે.ચોતરફ ઊલટી અને ઝાડાના કેસ ઘટનાની મળતી માહિતી અનુસાર, લોડાઈ ગામમાં પાણીપુરી ખાધાના થોડા જ સમયમાં લોકોને ઉબકા, ઉલટી અને ઝાડા જેવી ફરિયાદો થવા લાગી હતી. જોતજોતામાં દર્દીઓનો આંકડો 100 ને વટાવી ગયો હતો, જેમાં બાળકો અને મહિલાઓની સંખ્યા પણ મોટી હોવાનું જાણવા મળી રહ્યું છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકો બિમાર પડતા ગામમાં આરોગ્યની કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભુજની હોસ્પિટલોમાં સારવાર શરૂ બિમાર પડેલા તમામ લોકોને તાત્કાલિક અસરથી ભુજની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ પણ સતર્ક થઈ ગઈ છે, અને લોડાઈ ગામે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ પાણીપુરીના પાણીમાં અથવા બટાકાના મસાલામાં ગરબડ હોવાને કારણે આ ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાણીપુરીના નમૂના લઈ તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Palanpur News: જગાણાની એકલવ્ય મોડલ સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગ, દાળ-ભાત ખાધા બાદ 10 બાળકોની તબિયત લથડી

Read Full Story arrow_forward