android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local body election: પાલનપુરમાં વોર્ડ નંબર-1માં ભાજપના 3 ઉમેદવાર કોંગ્રેસની એક મહિલા ઉમેદવાર સામે ચૂંટણી લડશે
calendar_today April 16, 2026

Local body election: પાલનપુરમાં વોર્ડ નંબર-1માં ભાજપના 3 ઉમેદવાર કોંગ્રેસની એક મહિલા ઉમેદવાર સામે ચૂંટણી લડશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ફોર્મ પરત ખેંચ્યા હતાં. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપ દ્વારા ફોર્મ ખેંચવા માટે કરાયેલી કસરત પર પાણી ફરી વળ્યું હતું.વોર્ડ નંબર 1 માંથી અગાઉ કોંગ્રેસના અશોક જોષી, આરતી ઠાકોર અને આશિષ પઢિયારે ફોર્મ પાછાં ખેંચ્યાં હતા. પરંતુ લતાબેન સોલંકી સામાન્ય સીટ પર ફોર્મ ભરી ચૂંટણી લડતા હોવાથી તેમણે ફોર્મ પરત ખેંચ્યું નહોતું. વોર્ડ નંબર એક પર હવે કોંગ્રેસની એક મહિલા ઉમેદવાર સામે ભાજપના ત્રણ ઉમેદવારો ચૂંટણી લડશે. ત્રણ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાયા ભાજપના ત્રણ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાયા હતાં. જોકે વોર્ડ નંબર એકમાં સામાન્ય સીટ પર ભાજપના દશરથસિંહ, અંકુર જોશી અને મીતાબેન સોનીને કોંગ્રેસના લતાબેન સામે સામાન્ય સીટ હોવાથી ચૂંટણી લડવી પડશે. આ બેઠક પર સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવારની હાર થશે. જ્યારે ત્રણ ઉમેદવારો જીતી જશે. 2 સામાન્ય અને એક સ્ત્રી સામાન્ય બેઠકો હોવાથી ભાજપના 3 ઉમેદવારો અને કોંગ્રેસના 1 ઉમેદવાર સામે ચૂંટણીનો જંગ ખેલાશે. ચારેય ઉમેદવારોમાંથી જે ઉમેદવારને સૌથી ઓછા મત મળશે તે હારેલા ઉમેદવાર ગણાશે. કોંગ્રેસના કાર્યકરોએ મજબૂત પહેરો ગોઠવ્યો પાલનપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચે નહીં તે માટે કોંગ્રેસના કાર્યકરોએ મજબૂત પહેરો ગોઠવ્યો હતો. આ દરમિયાન ભાજપના કાર્યકરોએ કોઈપણ રીતે ત્રણ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યા હતાં. ભાજપે આ બેઠક બિનહરીફ થઈ હોવાનું જાહેર કરીને ઉજવણી પણ કરી હતી. પરંતુ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતાં કોંગ્રેસની મહિલા ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચ્યું હતું અને ભાજપની પછાત વર્ગની મહિલા બિનહરીફ થઈ હતી. બીજી બાજુ કોંગ્રેસના લતાબેન સામાન્ય કેટેગરીમાં હોવાથી તેમની સામેના ઉમેદવારોને હવે કોઈપણ ભોગે ચૂંટણી લડવી પડશે. આ પણ વાંચોઃ Patan News : સિંચાઈનું પાણી નહીં મળતા 700 વીઘા જમીન સૂકી ભઠ્ઠ, નજૂપૂરા ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો

Read Full Story arrow_forward
Gandhinagar: પત્રકારની ઓળખ આપી 1.05 લાખનો તોડ કરનાર અંકિત વ્યાસની સાંતેજ પોલીસે કરી ધરપકડ
calendar_today April 16, 2026

Gandhinagar: પત્રકારની ઓળખ આપી 1.05 લાખનો તોડ કરનાર અંકિત વ્યાસની સાંતેજ પોલીસે કરી ધરપકડ

ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ મથક વિસ્તારમાં પત્રકાર બનીને તોડબાજી કરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. ફરિયાદીને વારંવાર ધમકાવી લાખો રૂપિયાની માંગણી કરનાર મુખ્ય સૂત્રધારની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે તેના અન્ય બે સાગરીતો હજુ પોલીસ પકડથી દૂર છે.તોડબાજી કરતી એક ગેંગનો પર્દાફાશ મળતી માહિતી મુજબ, આરોપી અંકિત વ્યાસ અને તેના સાગરીતોએ ફરિયાદીને તે દેશી દારૂનો ધંધો કરતો હોવાનું કહીને પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી આ ટોળકીએ ફરિયાદી પાસેથી ₹1,05,000 (એક લાખ પાંચ હજાર) ની માંગણી કરી હતી. ફરિયાદીને વારંવાર ફોન કરીને અને રૂબરૂ મળીને માનસિક ત્રાસ આપી આ રકમ પડાવવા માટે દબાણ કરવામાં આવતું હતું.સાંતેજ પોલીસની કાર્યવાહીફરિયાદીએ આખરે હિંમત દાખવી સાંતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે છટકું ગોઠવી મુખ્ય આરોપી અંકિત વ્યાસની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે અંકિત વ્યાસ એક રીઢો ગુનેગાર છે અને તેના નામે અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ અનેક ગુના નોંધાયેલા છે.વધુ બે આરોપીઓ ફરારઆ તોડબાજીના ગુનામાં અંકિત વ્યાસની સાથે સંજય પાંડે અને મીનાંશુ દરજી નામના બે શખ્સો પણ સંડોવાયેલા છે. સાંતેજ પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Dahod: યુવતી ભગાડવાની શંકાએ યુવકની હત્યા, રોષે ભરાયેલા ટોળાએ 8 ઘરોમાં કરી તોડફોડ

Read Full Story arrow_forward
Local body Election 2026: મહિલા મોરચાના પ્રમુખે કેસરીયો ત્યાગ્યો, તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું
calendar_today April 16, 2026

Local body Election 2026: મહિલા મોરચાના પ્રમુખે કેસરીયો ત્યાગ્યો, તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું

મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપમાં આંતરિક સંગઠનમાં ભડકો જોવા મળ્યો છે. મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડે પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.ભાજપમાં આંતરિક સંગઠનમાં ભડકોઅલ્પાબેન કક્કડે મોરબી મનપાની ચૂંટણી લડવા માટે 'કમલમ' ખાતે સેન્સ આપી હતી અને ટિકિટની પ્રબળ માંગ કરી હતી. જોકે, ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં તેમનું નામ ન હોવાથી તેઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. પક્ષ દ્વારા અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે તેમણે વોર્ડ નંબર 7 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભર્યું છે.સસ્પેન્શન પૂર્વે જ લીધો નિર્ણયસામાન્ય રીતે પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે ફોર્મ ભરનાર સભ્યને ભાજપ શિસ્તભંગ બદલ સસ્પેન્ડ કરતું હોય છે. જોકે, પક્ષ કોઈ કાર્યવાહી કરે તે પહેલાં જ અલ્પાબેન કક્કડે સામે ચાલીને પોતાના રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે તેઓ હવે જનતાના જોરે વોર્ડ નંબર 7 માં ચૂંટણી લડશે.આ પણ વાંચો: Gandhinagar: પત્રકારની ઓળખ આપી 1.05 લાખનો તોડ કરનાર અંકિત વ્યાસની સાંતેજ પોલીસે કરી ધરપકડ

Read Full Story arrow_forward