android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local body Election 2026: ખાનપુરના બેડવલ્લીમાં ચૂંટણી બહિષ્કાર, ભાજપ પ્રમુખ સમજાવવા પહોંચ્યા પણ ગ્રામજનો અડીખમ
calendar_today April 16, 2026

Local body Election 2026: ખાનપુરના બેડવલ્લીમાં ચૂંટણી બહિષ્કાર, ભાજપ પ્રમુખ સમજાવવા પહોંચ્યા પણ ગ્રામજનો અડીખમ

લોકશાહીના પર્વ સમાન ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું બેડવલ્લી ગામ તંત્ર અને સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યું છે. વર્ષોથી પડતર રોડના દબાણની સમસ્યાનું નિરાકરણ ન આવતા ગ્રામજનોએ એકમતે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે.જિલ્લા ભાજપ પ્રમુખની મુલાકાતગામમાં 'ચૂંટણી બહિષ્કાર'ના બેનરો લાગતા જ ભાજપ સંગઠન હરકતમાં આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા સહિતના સ્થાનિક આગેવાનો બેડવલ્લી ગામે પહોંચ્યા હતા. તેમણે ગ્રામજનો સાથે મિટિંગ યોજીને લોકશાહીના પર્વમાં ભાગ લેવા અને મતદાન કરવા માટે આહવાન કર્યું હતું. ભાજપ દ્વારા સમજાવટના પ્રયાસો કરાયા હતા કે સમસ્યાનો ઉકેલ જલ્દી લાવવામાં આવશે.ગ્રામજનોનો મક્કમ નિર્ધારજોકે, ભાજપના આગેવાનોની સમજાવટ ગ્રામજનોના રોષ સામે ટૂંકી પડી હતી. ગામના આગેવાનો અને સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ રોડ પરના દબાણની સમસ્યા ભોગવી રહ્યા છે, જેના કારણે ગામના વિકાસ અને અવરજવરમાં મુશ્કેલી પડે છે. અનેક રજૂઆતો છતાં તંત્ર નિંભર રહ્યું હોવાથી હવે 'જ્યાં સુધી ઉકેલ નહીં, ત્યાં સુધી મત નહીં'ના સૂત્ર સાથે તેઓ ચૂંટણી બહિષ્કારને મક્કમતાથી આગળ વધારશે.દબાણ હટાવવાની માંગબેડવલ્લી ગામના લોકોનો મુખ્ય આક્ષેપ છે કે ગામના રોડ પર જે ગેરકાયદેસર દબાણ છે, તેને હટાવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. જ્યાં સુધી આ દબાણ દૂર કરીને રોડ ખુલ્લો કરવામાં નહીં આવે, ત્યાં સુધી મતદાન તો શું, કોઈ પણ રાજકીય પક્ષને ગામમાં પ્રચાર પણ કરવા દેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.આ પણ વાંચો: Local body Election 2026: મહિલા મોરચાના પ્રમુખે કેસરીયો ત્યાગ્યો, તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું

Read Full Story arrow_forward
મહિલા અનામત બિલને લઇને કિરેન રિજિજુની વિપક્ષને કડક અપીલ, કહ્યુ અફવાઓ ફેલાવશો નહીં....
calendar_today April 16, 2026

મહિલા અનામત બિલને લઇને કિરેન રિજિજુની વિપક્ષને કડક અપીલ, કહ્યુ અફવાઓ ફેલાવશો નહીં....

ભારતીય સંસદમાં આજે એક ઐતિહાસિક પ્રકરણ લખાવા જઈ રહ્યું છે. મહિલા અનામત બિલ, જે દાયકાઓથી પ્રતીક્ષિત છે, તેના પર ચર્ચા અને પસાર કરવાની પ્રક્રિયા તેજ બની છે. આ મહત્વપૂર્ણ અવસરે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષી દળોને આડે હાથ લેતા એક ખાસ અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, સીમાંકન કે અન્ય ટેકનિકલ મુદ્દાઓનું બહાનું ધરીને આ ઉમદા કાર્યમાં અવરોધ ઊભો કરવો જોઈએ નહીં. ઐતિહાસિક નિર્ણય અને વિપક્ષની જવાબદારી સંસદમાં આયોજિત 18 કલાકની મેરેથોન ચર્ચા પૂર્વે રિજિજુએ અત્યંત ઉત્સાહ સાથે જણાવ્યું હતું કે, આજની તારીખ ભારતીય લોકશાહીના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપવાનો નિર્ણય એ માત્ર કાયદો નથી, પરંતુ સ્ત્રી સશક્તિકરણનું સૌથી મોટું સીમાચિહ્ન છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તમામ રાજકીય પક્ષો પક્ષપાત ભૂલીને આ બિલનું સમર્થન કરશે. સીમાંકન અને દક્ષિણ ભારતના રાજ્યો અંગે સ્પષ્ટતા રિજિજુએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, સીમાંકન (Delimitation) અંગે ખોટી અફવાઓ ફેલાવીને દક્ષિણ ભારતના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે ખાતરી આપી હતી કે, તમિલનાડુ કે અન્ય કોઈપણ રાજ્યને ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ રાજ્યની બેઠકો કે પ્રતિનિધિત્વ સાથે અન્યાય થશે નહીં. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને વાજબી તક આપવામાં આવશે. એમકે સ્ટાલિન પર રાજકારણનો આક્ષેપ તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિનના વલણ અંગે મંત્રીએ કડક ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, કેટલાક લોકો રાજકીય સ્વાર્થ ખાતર મુખ્યમંત્રીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. રિજિજુએ ઉમેર્યું કે, જો તમે કોઈપણ બહાના હેઠળ મહિલા અનામતને રોકવા માંગતા હો, તો તે દેશ માટે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ક્ષણ હશે. મહિલાઓના અધિકારોના માર્ગમાં રાજકારણ લાવવું યોગ્ય નથી.આ પણ વાંચોઃ 2 દિવસમાં જ Iran-America યુદ્ધ પર આવશે પૂર્ણવિરામ! વિશ્વ માટે મળી રહ્યા છે સારાં સંકેતો

Read Full Story arrow_forward
Parliament Special Session 2026:  વિપક્ષના નિવેદન ચિંતાજનક, બિલ રજૂ થતા કોંગ્રેસના હોબાળાને લઇને બોલ્યા અમિત શાહ
calendar_today April 16, 2026

Parliament Special Session 2026: વિપક્ષના નિવેદન ચિંતાજનક, બિલ રજૂ થતા કોંગ્રેસના હોબાળાને લઇને બોલ્યા અમિત શાહ

લોકસભાના ખાસ સત્રની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ પ્રસંગે, ગૃહે સૌપ્રથમ આશા ભોંસલેના નિધન અંગે શોક વ્યક્ત કર્યો. જે બાદ સદનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. લોકસભામાં 3 બિલ પસાર થતા કોંગ્રેસનો હોબાળો લોકસભામાં ત્રણેય બિલ પસાર થઇ ગયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ સંશોધન બિલ અમિત શાહે રજૂ કર્યું. જ્યારે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે અન્ય પરિસીમન વિધેયન 2026 અને સંવિધાન (131 સંશોધન) બિલ આ બંને બિલ રજૂ કર્યા છે. જો કે ત્રણેય બિલ લોકસભામાં પસાર થતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા.  સપાએ કર્યો વિરોધ કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં સીમાંકન બિલ રજૂ કર્યું. ગૃહમાં બિલ રજૂ થતાં જ, કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે તેનો વિરોધ કર્યો, જેના કારણે ગૃહમાં હોબાળો મચી ગયો. સીમાંકન બિલ રજૂ થતાં જ લોકસભામાં ભારે હોબાળો મચી ગયો. આ બિલનો વિરોધ કરતા સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે આપણા દેશનું બંધારણ સંસદને બંધારણનું જ રક્ષણ અને રક્ષણ કરવાની સત્તા આપે છે. જોકે, શ્રીમાન સ્પીકર, આજે રજૂ કરાયેલા બિલો આપણા બંધારણના મૂળ માળખાને વિકૃત કરી રહ્યા છે, અને અમે, સમાજવાદી પાર્ટીના સભ્યો, આનો સખત વિરોધ કરીએ છીએ. શ્રીમાન સ્પીકર, જે રીતે સીમાંકન પ્રક્રિયાને વસ્તી ગણતરીથી અલગ કરવામાં આવી રહી છે તે મારા મતે, બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. આ દેશમાં કોઈ પણ રાજકીય પક્ષ સમાજવાદીઓ કરતાં મહિલા હિતોનો મોટો સમર્થક નથી.  આજે પણ અમારી પાસે તમારા કરતાં વધુ સભ્યો છે. તેથી, શ્રીમાન સ્પીકર, તમારા દ્વારા, હું સરકારને અપીલ કરું છું કે આ બિલ - આ બંધારણીય સુધારો બિલ, આ સીમાંકન બિલ - તાત્કાલિક પાછું ખેંચી લે. અમિત શાહે શું આપ્યો વિપક્ષને જવાબ  ? સપા સાંસદ અખિલેશ યાદવે પૂછ્યું કે તમે વસ્તી ગણતરી કેમ નથી કરી રહ્યા? તમે છેતરપિંડી દ્વારા આ બિલ રજૂ કરવાનો ઇરાદો ધરાવો છો.  આનો જવાબ આપતા અમિત શાહે કહ્યું, કે શ્રીમાન સ્પીકર, આખો દેશ આ ગૃહની કાર્યવાહી જોઈ રહ્યો છે. કેટલાક નિવેદનો આપવામાં આવ્યા છે જે જનતામાં ચિંતા પેદા કરી રહ્યા છે. અખિલેશ પૂછી રહ્યા છે કે વસ્તી ગણતરી કેમ નથી થઈ રહી. હું દેશને જણાવવા માંગુ છું કે વસ્તી ગણતરી ખરેખર ચાલી રહી છે.  અખિલેશે આગળ ટિપ્પણી કરી હતી, "અમે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરીશું." આના જવાબમાં, અમિત શાહે જવાબ આપ્યો, "હું સ્પષ્ટ કરવા માંગુ છું કે સરકારે આ અંગે પણ નિર્ણય લઈ લીધો છે;, ખરેખર, આ વસ્તી ગણતરી જાતિના ડેટા સહિત કરવામાં આવી રહી છે. 

Read Full Story arrow_forward