android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: સુરેન્દ્રનગરમાં બે માસ પહેલા થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી મારામારી
calendar_today April 15, 2026

Surendranagar: સુરેન્દ્રનગરમાં બે માસ પહેલા થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી મારામારી

સુરેન્દ્રનગરના સારસ્વત નગરમાં રહેતા રિક્ષા ચાલકને ભાડા બાબતે 2 માસ પહેલા થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી 2 પરિવારો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં મહિલા સહિત 8 આરોપીઓ સામે બી ડીવીઝન પોલીસ મથકે સામ-સામે ફરિયાદ નોંધાઈ છે.સુરેન્દ્રનગરના નવા 80 ફુટ રોડ પર આવેલા સારસ્વતનગરમાં રહેતા 45 વર્ષીય નરોત્તમભાઈ રામજીભાઈ દલસાણીયા રિક્ષા ચલાવે છે. તા. 2-2-26ના રોજ તેઓને ઉમીયા સોસાયટીમાં રહેતા ગોવિંદ ગજેન્દ્રભાઈ કોળી સાથે ઉપાસના સર્કલ નજીક રિક્ષામાં બેસવાના ભાડા બાબતે બોલાચાલી થઈ હતી. તા. 12-4-26ના રોજ રાત્રે નરોત્તમભાઈ પરિવાર સાથે ઘરે હતા ત્યારે ગોવિંદ ગજેન્દ્રભાઈ કોળી, તેના પિતા ગજેન્દ્ર કોળી, ભાઈઓ બાબુ અને કલ્પેશ સહિતનાઓ હાથમાં પાઈપ લઈને ધસી આવ્યા હતા. અને ભાડા બાબતે કેમ બોલાચાલી કરી હતી તેમ કહી અપશબ્દો કહી, જાતી અપમાનીત કરી નરોત્તમભાઈને લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. જેમાં નરોત્તમભાઈના પુત્રો આશીષ અને જયને પણ પાઈપ વડે માર માર્યો હતો. જેમાં ત્રણેયને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. સામાપક્ષે ગજેન્દ્રભાઈ ઉર્ફે ગજુભાઈ કાનજીભાઈ પાટડીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ ર માસ પહેલા ગોવિંદ સાથે રિક્ષા ભાડા બાબતે થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી તા. 12-4ના રોજ રાત્રે નરોત્તમ દલસાણીયા, તેની પત્ની કંચનબેન, 2 પુત્રો આશીષ અને જય તેમના ઘરે આવ્યા હતા. અને લોખંડના પાઈપ, લાકડાના ધોકા, ધારીયા વડે ગજેન્દ્રભાઈને માર માર્યો હતો. જયારે કંચનબેને ગજેન્દ્રભાઈના પત્નીના વાળ ખેંચી નીચે પાડી દઈ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે બન્ને પક્ષે મહિલા સહિત 8 આરોપીઓ સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod: દાહોદ પાલિકાની ચૂંટણીમાં 29 બેઠક માટે 78 મુરતિયા મેદાનમાં
calendar_today April 15, 2026

Dahod: દાહોદ પાલિકાની ચૂંટણીમાં 29 બેઠક માટે 78 મુરતિયા મેદાનમાં

દાહોદ નગર પાલિકાની સામાન્ય ચુંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયુ છે.કુલ 7 બેઠક બિનહરીફ થઈ ગઈ છે ત્યારે હવે 29 બેઠક માટે 78 ઉમેદવાર મેદાનમાં છે.દાહોદ નગર પાલિકામાં કુલ 36 બેઠક છે તેમાંથી 50% બેઠક મહિલા અનામત છે.આ વખતે 27% ઓબીસી અનામતનો અમલ પણ કરવામાં આવ્યો છે ત્યારે તારીખ 15 એપ્રિલના રોજ ઉમેદવારી પરત લેવાનો અંતિમ દિવસ હતો ત્યારે કુલ 7 ઉમેદવારીપત્ર પરત લેવાયા હતા.જેમાં ભાજપની બે બેઠક બિનહરીફ થઈ ગઈ હતી.જેમાં વોર્ડ નંબર 2માં દર્શિશ દિવાકર ઓબીસી બેઠક પર અને વોર્ડ નંબર 5માં જેરીકાબેન ચૌહાણ ભાજપના બિનહરીફ ચુંટાઈ આવતા ભાજપના કુલ 6 ઉમેદવારો વિજેતા જાહેર થઈ ચુક્યા છે.આ પહેલા જ કોંગ્રેસના એક ઉમેદવાર એહમદ ચાંદ પણ બિનહરીફ ચુંટાયા છે ત્યારે હવે 29 બેઠક માટે તારીખ 26 એપ્રિલના રોજ મતદાન કરાવાશે.હવે 28-28 ભાજપ કોંગ્રેસના અને 12 આપના તેમજ 10 અપક્ષ મળી કુલ 78 ઉમેદવાર મેદાનમાં છે.આ પહેલા ઉમેદવારીના દિવસે કુલ 116 ફોર્મ ભરાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Botad: રાણપુર તાલુકાના બોડીયા ગામે વિદેશી દારૂ સાથે પોલીસે 1 ને દબોચ્યો
calendar_today April 15, 2026

Botad: રાણપુર તાલુકાના બોડીયા ગામે વિદેશી દારૂ સાથે પોલીસે 1 ને દબોચ્યો

રાણપુર : બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના બોડીયા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વધુમાં મળતી માહિતી મુજબ, બોડીયા ગામ વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. દરોડામાં પોલીસે કુલ 106 બોટલ વિદેશી દારૂ સાથે આશરે કુલ રૂ. 16,300ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કામગીરી દરમિયાન અનિલભાઈ મનાભાઈ મકવાણા નામના 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ હાલ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને આ મામલે અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward