android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: બે બાઈકો વચ્ચે અકસ્માતમાં 1 મહિલાનું મોત, બેને ઇજા
calendar_today April 15, 2026

Ahmedabad: બે બાઈકો વચ્ચે અકસ્માતમાં 1 મહિલાનું મોત, બેને ઇજા

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દહેગામડા અને અમીપુરા વચ્ચે બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાતા આગામી આવી રહેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતુ બનાવ અંગે કેરાળા પોલીસે મથકે જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતીકેરાળા પોલીસ મથક માંથી પ્રાપ્ત વિગત મુજબ બાવળા તાલુકાના દહેગામડા ખાતે રહેતા અને આગામી આવી રહેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં દહેગામડા સીટના ભાજપના ઉમેદવાર જશીબેન રામદેવભાઈ ડાભીને અકસ્માત નડતા તેમનું કરૂણ મોત થયુ હતુ જશીબેન તેમના પતી રામદેવભાઈ જીવાભાઈ ડાભી સાથે બાઈક લઈ બાવળા તરફ્ આવી રહ્યા હતા તે દરમ્યાન દહેગામડા - અમીપુરા રોડ પર સામેથી આવતા અન્ય એક બાઇક સાથે તેમનું બાઇક અથડાતા બંને લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા બનાવ અંગે રાહદારી દ્વારા 108 ને જાણ કરતા બાવળા 108 તાત્કાલિક ઘટના સ્થળ પર આવી હતી અને બંને ને સારવાર અર્થે બાવળાના ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટર દ્વારા મહિલાને મૃત જાહેર કરી કેરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી કેરાળા પોલીસ દ્વારા મૃતકને પીએમ અર્થે બાવળા ના સરકારી દવાખાને મોકલી આપી વધુ તપાસ હાથ કરવામાં આવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Prantij: પ્રાંતિજ હાઈવે પર આઈસરચાલકે ઊંટલારીને ટક્કર મારતાં લારીનું કચ્ચરધાણ, ઊંટનું મોત, 2ને ઈજા
calendar_today April 15, 2026

Prantij: પ્રાંતિજ હાઈવે પર આઈસરચાલકે ઊંટલારીને ટક્કર મારતાં લારીનું કચ્ચરધાણ, ઊંટનું મોત, 2ને ઈજા

પ્રાંતિજઃ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે-48 પર આવેલી આઈસ ફેક્ટરી પાસે ગતરોજ ભયાનક અકસ્માત સર્જાયો હતો. પ્રાંતિજથી અમદાવાદ તરફ્ જઈ રહેલી ઉંટલારીને પાછળથી ફૂલ સ્પીડે આવતી આઈશર ગાડીના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે, ઉંટલારીનો કચ્ચરઘાણ થઈ ગયો હતો અને ઉંટનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આઈશર ગાડી બેકાબૂ બની રોડની સાઈડમાં પાર્ક કરેલી બાઈકને અડફેટે લઈ લીધી હતી અને ત્યારબાદ નજીકના વીજ પોલ સાથે અથડાઈ તેને ધરાશાયી કરી દીધો હતો. આઈશરચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે. અકસ્માતમાં ઉંટલારી ચાલકને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે આઈશરચાલકને પણ ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડયા હતા. બનાવની જાણ થતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંને ઈજાગ્રસ્તોને નેશનલ હાઈવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ મારફ્તે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: કાલોલ તા. પં.ની 24 પૈકી છ બેઠકો પર ભાજપ બિનહરીફ
calendar_today April 15, 2026

Panchmahal: કાલોલ તા. પં.ની 24 પૈકી છ બેઠકો પર ભાજપ બિનહરીફ

કાલોલ તાલુકાની જિલ્લા પંચાયતની પાંચ અને તાલુકા પંચાયતની 24 બેઠકો પર મતદાન પહેલા જ જિલ્લા પંચાયતની કરોલી બેઠક અને તાલુકા પંચાયતની ચલાલી, અડાદરા, કરોલી, ડેરોલ સ્ટેશન, ખરસલીયા અને વ્યાસડા મળીને કુલ 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. ચલાલી તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર સામે અન્ય કોઈ ઉમેદવારનું ફોર્મ નહીં ભરતાં ભાજપના મિનાક્ષીબેન રાજેન્દ્રસિંહ ચૌહાણ બિનહરીફ થયા હતા. જ્યારે આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી મુદતે કરોલી જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર અને ચલાલી, અડાદરા, કરોલી, ડેરોલ સ્ટેશન, ખરસલીયા અને વ્યાસડા તાલુકા પંચાયતના કોંગ્રેસના સાત, બે અપક્ષ અને એક આપના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતાં. જેને લઈ આ સાતેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થતાં ભાજપના નેતા અને કાર્યકર્તાઓએ ચુંટણી પહેલાનો વિજયોત્સવ મનાવ્યો હતો. જેથી હવે આગામી તા.26 એપ્રિલે જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 18 બેઠકો પર મતદાન યોજાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward