android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dabhoi: ડભોઇ નગર પાલિકાના વોર્ડ-8માં કોંગ્રેસના ચારેય ઉમેદવાર બિનહરીફ
calendar_today April 15, 2026

Dabhoi: ડભોઇ નગર પાલિકાના વોર્ડ-8માં કોંગ્રેસના ચારેય ઉમેદવાર બિનહરીફ

ડભોઇ નગરપાલિકા કુલ 9 વોર્ડ 36 બેઠકો પર 98 ફોર્મ ભરાયા હતા, જેમાં આજે અંતિમ દિવસે સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતાં. વોર્ડ - 8માં કોંગ્રેસના ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે વોર્ડ - 9માં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.ડભોઈ નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 34 ફોર્મ ભરાયા હતા. હવે 29 કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં અને ભાજપે 32 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, એક બિન હરીફ હતા, હવે ભાજપના 31 and અન્ય પક્ષો સાથે 86 ઉમેદવારો મેદાનમાં છે, વૉર્ડ નંબર 8 ના કોંગ્રેસના 4 ઉમેદવાર (1)કોકીલાબેન વિષ્ણુભાઇ સુથાર (2) ઈમરાનાબેન સીદ્દીકભાઇ વાણીયાવાલા (3)અફ્ઝલહુસેન ઇસ્માઇલભાઇ કાબાવાલા (4) મોહસીનખાન ઇસ્માઇલભાઇ કડીયા બિનહરીફ થયા છે. જ્યારે વોર્ડ નંબર 9માં ભાજપના પરેશકુમાર ગોવિંદભાઈ રબારી બિનહરીફ થયા હતા ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bodeli: બોડેલી નગરપાલિકામાં ભાજપના, 6 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
calendar_today April 15, 2026

Bodeli: બોડેલી નગરપાલિકામાં ભાજપના, 6 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપાને મોટી સફળતા હાંસલ કરી છે અને 6 બેઠકો પર પોતાના ઉમેદવારોને બિનહરીફ જીત અપાવવામાં સફ્ળતા મેળવી છે. જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા રહ્યો રહ્યો છે.બોડેલી નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં 28 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન કુલ 83 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી ચકાસણી બાદ 10 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 6 ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં હવે બાકી રહેલા 69 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. ખાસ કરીને વોર્ડ નં. 5 ભાજપ માટે સૌથી મજબૂત સાબિત થયો છે. આ વોર્ડમાં ભાજપની સંપૂર્ણ પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી છે, જે પાર્ટી માટે મોટી રાજકીય જીત ગણાઈ રહી છે. વોર્ડ નં. 5માં મૈત્રી જૈમિન શાહ, રાધિકાબેન સંતોષભાઈ મોરે, કાર્તિકભાઈ દિલીપભાઈ શાહ અને ઉમેશભાઈ રામદાસ રાઠવા બિનહરીફ જાહેર થયા છે. એક જ વોર્ડમાં ચારેય બેઠકો પર બિનહરીફ જીત ભાજપની સંગઠન શક્તિ અને સ્થાનિક સ્તરે મજબૂત પકડ દર્શાવે છે. તે ઉપરાંત વોર્ડ નં. 7માં સલમા જિયાઉદ્દીન મનસુરી અને વોર્ડ નં. 2માં ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવા પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ રીતે કુલ 6 બેઠકો પર ભાજપે વિના મતદાન જીત મેળવી છે. હવે બાકીના 69 ઉમેદવારો વચ્ચે જોરદાર ચૂંટણી જંગ જામવાનો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો ભાજપ સામે ટક્કર આપવા મેદાને ઉતર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: સુખી ડેમના જમણા કાંઠા નહેરમાં પાણી છોડાતાં ખેડૂતોમાં આનંદ
calendar_today April 15, 2026

Chhota Udepur: સુખી ડેમના જમણા કાંઠા નહેરમાં પાણી છોડાતાં ખેડૂતોમાં આનંદ

છોટાઉદેપુર જિલ્લાના સૌથી મોટા સુખી ડેમ પાણીથી છલોછલ ભરેલો હોવા છતાં, જમણાં કાંઠાની નહેરનું નવીનીકરણ કાર્ય ચાલુ હોવાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નહોતું. પરંતુ હવે જમણાં કાંઠાની મુખ્ય કેનાલનું કામ પૂર્ણ થવાના આરે છે, અને ડેમમાં પૂરતું પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતોની લાંબા સમયથી ચાલતી માંગ બાદ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે.ખેડૂતો દ્વારા વારંવાર ઉઠાવવામાં આવેલી આ માંગને સંદેશ એ પણ વાચા આપી હતી. જે અંગેના અહેવાલો પ્રકાશિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું, અને સુખી ડેમમાંથી જમણાં કાંઠાની નહેરમાં પાણી છોડવાનું શરૂ કરાયું. જેના પરિણામે ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. હાલ ઉનાળાની તીવ્ર ગરમીને કારણે કુવા અને બોરમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું, જેના કારણે ખેડૂતો સિંચાઈ માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ખાસ કરીને શાકભાજી, તલ, મગફ્ળી, મગ અને ઘાસચારા જેવા ઉનાળુ પાક માટે પાણીનો સંકટ સર્જાયો હતો. હવે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો સીધું કેનાલમાંથી લિફ્ટિંગ કરી પાણી લઈ સિંચાઈ કરી શકે છે, તેમજ ભૂગર્ભ જળસ્તર પણ જાળવાઈ રહેવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે પશુઓ માટે પીવાના પાણીની સમસ્યામાં પણ રાહત મળી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward