android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local Body Elections 2026 : પૂર્વ IPS મનોજ નીનામા સામે નોંધાયેલો છે હત્યાની કોશિશનો ગુનો, એફિડેવિટમાં થયા ચોંકાવનારા ખુલાસા
calendar_today April 15, 2026

Local Body Elections 2026 : પૂર્વ IPS મનોજ નીનામા સામે નોંધાયેલો છે હત્યાની કોશિશનો ગુનો, એફિડેવિટમાં થયા ચોંકાવનારા ખુલાસા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અરવલ્લી જિલ્લાની ઓડ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પૂર્વ IPS અધિકારી મનોજ નીનામા હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ચૂંટણી પંચમાં રજૂ કરેલી તેમની એફિડેવિટ (સોગંદનામા) માં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારીની સામે હત્યાની કોશિશ (કલમ 307) જેવો ગંભીર ફોજદારી ગુનો નોંધાયેલો હોવાની વિગતો સામે આવી છે.4.19 કરોડની સ્થાવર અને જંગમ મિલકત મનોજ નીનામાની આર્થિક સ્થિતિની વાત કરીએ તો, તેઓ કરોડોની મિલકતના આસામી છે. સોગંદનામા મુજબ, તેમની પાસે કુલ રૂ. 4.19 કરોડની સ્થાવર અને જંગમ મિલકત છે. આ ઉપરાંત, તેમના અને પરિવારના નામે શેરબજાર અને બેંકિંગ ક્ષેત્રમાં કરોડોનું રોકાણ કરવામાં આવ્યું છે. તેમના માથે રૂ. 1.24 કરોડનું દેવું જોકે, આ સંપત્તિની સાથે તેમના માથે રૂ. 1.24 કરોડનું દેવું પણ બોલે છે. ગાંધીનગર અને પંચમહાલ જેવા વિસ્તારોમાં તેઓ કિંમતી જમીનો ધરાવે છે. સુરક્ષા માટે 32 બોરની રિવોલ્વર પણ રાખે છે પોલીસ બેડામાં વર્ષો સુધી સેવા આપનાર નીનામા પોતાની સુરક્ષા માટે 32 બોરની રિવોલ્વર પણ રાખે છે. એક તરફ પૂર્વ IPS અધિકારી તરીકેની તેમની ઓળખ અને બીજી તરફ તેમની સામે નોંધાયેલો ગંભીર ગુનો – આ બંને પાસાઓએ ઓડ બેઠક પરના રાજકીય સમીકરણોમાં ઉત્તેજના ભરી દીધી છે. અરવલ્લી જિલ્લા પંચાયતની આ બેઠક પર હવે મતદારો પૂર્વ અધિકારીના ભૂતકાળ અને મિલકતની વિગતોને કઈ રીતે લે છે, તે જોવું રસપ્રદ રહેશે.આ પણ વાંચો----    Local Body Elections 2026 : 7 વાગ્યાનું અપડેટ, ગુજરાતમાં 194 બેઠકો બિનહરીફ, 1832 ફોર્મ પરત ખેંચાતા રાજકીય ચિત્ર સ્પષ્ટ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026, રાજ્યભરમાં 194 સીટ બિનહરીફ, કુલ 1832 ફોર્મ પરત ખેંચાયા
calendar_today April 15, 2026

Gujarat Latest News Live : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026, રાજ્યભરમાં 194 સીટ બિનહરીફ, કુલ 1832 ફોર્મ પરત ખેંચાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 15 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Bharuch : માનવતા શર્મસાર 5 વર્ષની માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપી નરાધમે આચર્યું દુષ્કર્મ, પંથકમાં ભારે રોષ
calendar_today April 15, 2026

Bharuch : માનવતા શર્મસાર 5 વર્ષની માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપી નરાધમે આચર્યું દુષ્કર્મ, પંથકમાં ભારે રોષ

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના એક ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર 5 વર્ષની માસૂમ બાળકીને એક અજાણ્યા નરાધમે ચોકલેટની લાલચ આપીને અપહરણ કર્યું હતું અને ત્યારબાદ ગામની સીમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં નરાધમ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.તત્કાળ પોલીસને જાણ કરાઇ બાળકીની માતાને ઘટનાની જાણ થતા જ તેમણે તાત્કાલિક વાલિયા પોલીસ મથકે દોડી જઈ હકીકત જણાવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી વાલિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.ડી. ચૌધરી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે માસૂમ બાળકીને તુરંત મેડિકલ ચેકઅપ અને સારવાર માટે વાલિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. નરાધમની શોધખોળ વાલિયા પોલીસે આ મામલે અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણ અને પોકસો (POCSO) એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. નિર્દોષ બાળકી સાથે થયેલા આ જઘન્ય અપરાધને પગલે ભરૂચ જિલ્લામાં ફિટકારની લાગણી વરસી રહી છે. આ પણ વાંચો---     Local Body Elections 2026 : 7 વાગ્યાનું અપડેટ, ગુજરાતમાં 194 બેઠકો બિનહરીફ, 1832 ફોર્મ પરત ખેંચાતા રાજકીય ચિત્ર સ્પષ્ટ

Read Full Story arrow_forward