Ahmedabad News: બાવળામાં ગમખ્વાર અકસ્માત, તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર જશીબેન ડાભીનું મોત
બાવળા તાલુકાના દહેગામડા અને અમીપુરા ગામ વચ્ચે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. બે બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બાવળા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકીય વર્તુળો અને પંથકમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.બે બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત ઘટનાની મળતી માહિતી અનુસાર, બાવળા તાલુકાના દહેગામડાથી અમીપુરા જવાના માર્ગ પર બે મોટરસાયકલ સામસામે અથડાતા જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાજપના મહિલા ઉમેદવારનું અવસાન હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ 46 વર્ષીય જશીબેન રામદેવભાઈ ડાભીને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જશીબેન ડાભી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બાવળા તાલુકા પંચાયતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં હતા. ચૂંટણી પ્રચાર અને ઉત્સાહ વચ્ચે તેમના આકસ્મિક નિધનથી પરિવાર અને પક્ષના કાર્યકરોમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે. પોલીસ કાર્યવાહી બનાવની જાણ થતા જ કેરાલા GIDC પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Gujarat Local Body Election 2026: ખંભાળિયા નપામાં વોર્ડ 6માં ભાજપના 4 ઉમેદવારોની પેનલ બિનહરીફ
Read Full Story arrow_forward