android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: લીંબુના ભાવમાં ભડકો, 15 દિવસમાં 70 રૂપિયાનો અસહ્ય વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું!
calendar_today April 15, 2026

Rajkot News: લીંબુના ભાવમાં ભડકો, 15 દિવસમાં 70 રૂપિયાનો અસહ્ય વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું!

સૌરાષ્ટ્રમાં આકરી ગરમીની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવમાં ભીષણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજકોટના માર્કેટ યાર્ડ અને છૂટક બજારમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા સામાન્ય માણસ માટે શરબત પીવું પણ મોંઘું બન્યું છે. છેલ્લા 15 દિવસમાં જ લીંબુના ભાવમાં રૂપિયા 50થી રૂપિયા 60નો વધારો ઝીંકાયો છે.ભાવમાં બમણો ઉછાળો અગાઉ જે લીંબુ રૂપિયા 110થી રૂપિયા 120 પ્રતિ કિલો મળતા હતા, તેના ભાવ હવે બેવડાઈ ગયા છે. હોલસેલ માર્કેટમાં લીંબુનો ભાવ રૂપિયા 170થી રૂપિયા 210 બોલાઈ રહ્યો છે, જ્યારે સ્થાનિક છૂટક બજારમાં વેપારીઓ રૂપિયા 220થી રૂપિયા 260 સુધીના ભાવે લીંબુ વેચી રહ્યા છે. ગરમીમાં લીંબુનો ઉપાડ વધતા અને આવક ઓછી થતા ભાવમાં આ મોટો વધારો જોવા મળ્યો છે. ગ્રાહકોની ખરીદી અડધી થઈ લીંબુના ભાવ વધતા ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર પડી છે. અગાઉ જે લોકો અડધો કિલો લીંબુની ખરીદી કરતા હતા, તેઓ હવે માત્ર 250 ગ્રામથી કામ ચલાવી રહ્યા છે. હોટલ અને રેસ્ટોરાં સંચાલકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. લીંબુના ભાવ વધતા ગૃહિણીના બજેટ પર મોટી અસર પડી છે. હજુ પણ ભાવ વધવાની ભીતિ વેપારીઓના મતે આગામી એક મહિના સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા છે. જો ગરમીનો પારો આ જ રીતે વધતો રહેશે, તો આગામી દિવસોમાં લીંબુનો ભાવ રૂપિયા 300 પ્રતિ કિલોને પાર કરી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ પણ વાંચો - Gujarat Weather: બેવડી ઋતુની આફ્ત વચ્ચે ચાર દિવસ આકરો તાપ પડશે પછી માવઠાની આગાહી

Read Full Story arrow_forward
Gujarat Local Body Election 2026: ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના 10 ફોર્મ રદ્દ, જાણો શું છે કારણ
calendar_today April 15, 2026

Gujarat Local Body Election 2026: ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના 10 ફોર્મ રદ્દ, જાણો શું છે કારણ

ગાંધીનગર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને લઈને આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ભારે ગરમાવો જોવા મળ્યો હતો, કારણ કે વહીવટી તંત્ર દ્વારા વિવિધ ટેકનિકલ ખામીઓને કારણે કુલ 10 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયને પગલે રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઈ છે.ભાજપના 7 ડમી ઉમેદવારોના ફોર્મ રદ ચકાસણી દરમિયાન સૌથી વધુ ફટકો સત્તાધારી પક્ષ ભાજપને પડ્યો હોય તેમ જણાય છે. ભાજપ દ્વારા સાવચેતીના ભાગરૂપે ભરવામાં આવેલા 7 ડમી ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. જોકે, મુખ્ય ઉમેદવારોના ફોર્મ માન્ય રહેતા પક્ષે રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ડમી ઉમેદવારોના ફોર્મ રદ થવાથી હવે કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી. કોંગ્રેસ અને અપક્ષને પણ લાગ્યો ઝટકો બીજી તરફ, વિરોધ પક્ષ કોંગ્રેસને પણ મોટું નુકસાન થયું છે. કોંગ્રેસના 2 ઉમેદવારોના ફોર્મ મેન્ડેટના અભાવે એટલે કે પક્ષના સત્તાવાર પત્રની ગેરહાજરીમાં નામંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, એક અપક્ષ ઉમેદવારે પોતાનું સોગંદનામું (Affidavit) રજૂ ન કરતા તેમનું ફોર્મ પણ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યું છે. ફોર્મ રદ થવાની આ પ્રક્રિયા બાદ હવે ચૂંટણી મેદાનમાં કેટલા ઉમેદવારો બાકી રહ્યા છે અને કઈ બેઠક પર સીધો જંગ ખેલાશે તેનું ચિત્ર સ્પષ્ટ થયું છે. આગામી દિવસોમાં ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ બાદ આખરી લિસ્ટ જાહેર કરવામાં આવશે. આ પણ વાંચો - 

Read Full Story arrow_forward
Banaskantha News: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ, માંડલા ગામે ઝડપાઈ નકલી દારૂની ફેક્ટરી
calendar_today April 15, 2026

Banaskantha News: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ, માંડલા ગામે ઝડપાઈ નકલી દારૂની ફેક્ટરી

બનાસકાંઠા જિલ્લામાં નકલી દારૂ બનાવવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાની થરા પોલીસ દ્વારા માંડલા ગામે રેડ કરીને કેમિકલના મિશ્રણથી અંગ્રેજી દારૂ તૈયાર કરતી એક મીની ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે. આ કૌભાંડમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરોનો ઉપયોગ કરી લોકોને નકલી દારૂ પધરાવવાનું નેટવર્ક ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે.ખેતરના શેઢે ચાલતો હતો ખેલમળતી માહિતી અનુસાર, માંડલા ગામના ચેલા અણદાભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં આ કાળો કારોબાર ધમધમી રહ્યો હતો. જયેશ ભાવાજી ઠાકોર નામનો શખ્સ અહીં મોટા બેરલમાં કેમિકલ મિક્સ કરી નકલી ઈંગ્લીશ દારૂ તૈયાર કરતો હતો. આ દારૂ તૈયાર થયા બાદ તેના પર જાણીતી બ્રાન્ડના સ્ટીકરો લગાવી તેને અસલી તરીકે વેચવામાં આવતો હતો. મશીનરી અને મુદ્દામાલ જપ્ત થરા પોલીસે બાતમીના આધારે રેડ કરતા ફેક્ટરીમાંથી દારૂ બનાવવાની મશીનરી, કેમિકલ ભરેલા બેરલ અને અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, પોલીસ રેડની ગંધ આવી જતાં મુખ્ય સૂત્રધાર જયેશ ઠાકોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર જયેશ ઠાકોર સહિત આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેતરમાં મીની ફેક્ટરી પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ પણ વાંચો - Banaskantha: ભાભર વોર્ડ-નં.2 માં કોઈએ મત માંગવા આવવું નહીં

Read Full Story arrow_forward