Kutch News: બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણીમાં વિરોધ, ભાજપ કાર્યકરો ખેસ ઉતારીને ભાગ્યા, જાણો કારણ
કચ્છના ગાંધીધામમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવારને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી દરમિયાન આ વિરોધ વંટોળ સર્જાયો હતો, જેના કારણે ભાજપના મહિલા કાર્યકરોએ ત્યાંથી ઉભી પૂંછડીએ ભાગવાની નોબત આવી હતી.શું છે સમગ્ર મામલો? ઘટનાની મળતી માહિતી અનુસાર, ગાંધીધામ ખાતે રવિવારે ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના મહિલા ઉમેદવાર પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે પહોંચ્યા હતા. જોકે, ત્યાં હાજર રહેલા કેટલાક લોકો અને અન્ય સંગઠનો દ્વારા ઉમેદવારનો વિરોધ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ખેસ ઉતારીને ભાગવું પડ્યું સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે વિરોધ કરી રહેલા લોકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. મામલો ગરમાતા ભાજપના મહિલા કાર્યકરો અને આગેવાનોમાં ફફડાટ ફેલાયો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે, મહિલા કાર્યકરોએ પોતાનો પક્ષનો ‘કેસરી ખેસ’ ઉતારી દેવો પડ્યો હતો અને ભીડમાંથી જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કઈ રીતે ભાજપના કાર્યકરો વિરોધ વચ્ચે ત્યાંથી નીકળી રહ્યા છે. ચૂંટણીના માહોલ વચ્ચે ગાંધીધામમાં થયેલો આ વિરોધ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ પણ વાંચો - Kutch News: પાલારા જેલની સુરક્ષામાં ફરી ગાબડું; બાથરૂમની ચેમ્બરમાંથી મળી આવ્યો મોબાઈલ ફોન, જેલ પ્રશાસનમાં દોડધામ
Read Full Story arrow_forward