android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local body election: શરાબ અને શબાબ બાદ હવે AAPના નેતાઓના માથા ઉપર ટિકિટોના ખેલની કાળી ટીલી
calendar_today April 15, 2026

Local body election: શરાબ અને શબાબ બાદ હવે AAPના નેતાઓના માથા ઉપર ટિકિટોના ખેલની કાળી ટીલી

આમ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં ગંદકી સાફ કરવાના બણગા ફૂંકતા હતા. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપે લફંગા,ગુંડા જેવા કેટલાક ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.જેને લઈ આપના પ્રદેશ નેતાઓ પર ફિટકાર વરસી રહી છે.બીજી બાજુ ચૂંટણીમાં ટિકિટથી વંચિત છે તેવા કાર્યકરે તાજેતરમાં આપના નેતાઓ પર શરાબ-શબાબના ગંભીર આક્ષેપો કર્યા છે.ગુજરાતના આપના નેતાઓ તેમના દિલ્હીના કેટલાક નેતાઓને આ પ્રકારની સુવિધાઓ કરી આપે છે, આ પ્રકારના ગોરખધંધા કરતાં સહેજ પણ શરમ પણ આવતી નથી. પ્રદેશ નેતાઓ એકબીજા ઉપર ઠીકરું ફોડે છે ટૂંકમાં ટિકિટ ફાળવણીમાં ગોલમાલ બાદ આપની જે નાલેશીભરી સ્થિતિ સર્જાઈ છે. તેમાં પ્રદેશ નેતાઓ એકબીજા ઉપર ઠીકરું ફોડવાનું શરૂ કરી દીધું હોવાનો ગણગણાટ આપમાં વહેતો થયો છે.રાજકીય સૂત્રો કહે છે કે,આમ આદમી પાર્ટીમાં ટિકિટોના ખેલ પડયા બાદ કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે.આપના પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો પૂરતાં જ સીમિત છે.ગોપાલ ઈટાલિયાને સુરત અને વિસાવદર સિવાય કંઈ સૂઝતું નથી.આ તરફ ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના જ મત વિસ્તાર આસપાસના ક્ષેત્રમાં ફર્યા રાખે છે. ઈસુદાન અને ગોપાલ ઈટાલિયા વચ્ચે ટકરાવ વધ્યો સમયાંતરે રાજ્ય સરકારના વખાણ કરતાં રહેતાં ધારાસભ્ય હેમંત ખવાએ હજુ સુધી કોઈ ખાસ ઓળખણ ઊભી કરી નથી. આવી જ હાલત ધારાસભ્ય સુધીર વાઘાણીની છે.એકંદરે આપના ગણ્યાગાંઠ્યા કહેવાતા નેતાઓ કૂવાના દેડકા જેવા સાબિત થઈ રહ્યા છે. ચોક્કસ વિસ્તારો પૂરતાં જ તેઓ સીમિત રહ્યા છે.અમદાવાદ જેવા શહેરમાં ગાઉન્ડ ઉપર તેમની પાસે ખાસ કાર્યકરોની ફોજ પણ નથી.માત્ર સોશિયલ મીડિયા ઉપર જ હાવિ છે.આ અંદરો અંદરની ખેંચતાણ વચ્ચે આપના બોટાદના ધારાસભ્યે તો પાર્ટીથી છેડો ફાડી દીધો છે.આપના પ્રમુખ ઈસુદાન અને ધારાસભ્ય ઈટાલિયા વચ્ચે પણ ટકરાવ વધ્યો હોવાની આપમાં ચર્ચા છે. આપનો મેળ પડે તેમ લાગતું નથી આપના વર્તુળોમાં ચર્ચા છે કે,આપના હાઈકમાન્ડને આશા હતી કે,ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ કાઠું કાઢશે.જોકે ચૂંટણીમાં ટિકિટની ગોલમાલના ગંભીર આક્ષેપોની ફરિયાદો તેમજ કેટલીક બેઠકો પર ગુંડા જેવાને મેદાનમાં ઉતાર્યા છે.આ જોતાં હાઈકમાન્ડની આશા ઉપર અત્યારથી જ પાણી ફરી વળ્યું છે. આપના જ કાર્યકરના દાવા પ્રમાણે અમદાવાદમાં આપના મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝિટો ડુલ થવાની છે.આપ હાઈકમાન્ડને હવે લાગી રહ્યું છે કે, ઉમેદવારોમાં ગરબડો થઈ છે એટલે આપના દેખાવમાં ભલીવાર નહિ રહે, આપનો મેળ પડે તેમ લાગતું નથી. આ પણ વાંચોઃ Ahmedabad News: વાસણા બેરેજના 18 દરવાજાના રિપેરિંગ માટે આજે સાબરમતી નદી ખાલી થશે, 9 કરોડનો ખર્ચ કરાશે

Read Full Story arrow_forward
Surat News: સુરતીઓને આગઝરતી ગરમીમાં રાહત, ટ્રાફિક સિગ્નલો બપોરે 1 થી 4 બંધ રહેશે
calendar_today April 15, 2026

Surat News: સુરતીઓને આગઝરતી ગરમીમાં રાહત, ટ્રાફિક સિગ્નલો બપોરે 1 થી 4 બંધ રહેશે

સુરત શહેરમાં વધી રહેલાં ઉનાળાના પ્રકોપ અને અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટુવ્હીલર ચાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.આજથી શહેરના મુખ્ય માર્ગો પર બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે.જેથી હવેથી વાહનચાલકોને ધોમધખતા તડકામાં ઊભા રહેવું નહિ પડશે.સુરત શહેરમાં છેલ્લાં ઉનાળાની સિઝન બરાબર માઝા મુકી રહી છે. સિગ્નલો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે સુરત શહેરમાં છેલ્લાં ચારેક દિવસથી આભમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી વરવી સ્થિતિનું નિર્માણ થયું છે.આવી વિકટ પરિસ્થિતિમાં ટ્રાફિક સિગ્નલો પર લાંબો સમય ઉભા રહેવા મજબૂર થતા ટુ-વ્હીલર વાહનચાલકોની હાલત અત્યંત કફોડી થઇ ગઈ હતી.જે બાબતને ધ્યાને લઈ શહેર પોલીસ કમિશ્નરે મહત્વનો નિર્ણય લીધો છે.આજથી બપોરે 1થી સાંજે 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો સંપૂર્ણપણે બંધ રહેશે. ટુ વ્હીલર ચાલકોને હિટવેવ લૂથી બચાવવા સિગ્નલો બ્લિકિંગ મોડ પર રખાશે.બપોરે જ્યાં ટ્રાફિકની અવરજવર ઓછી હોય તેવા સિગ્નલો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. ચાર રસ્તાઓ પર આર્ટિફિશિયલ શેડ ઉભા કરવામાં આવ્યા વાહનચાલકોને અસહ્ય ગરમીમાં સિગ્નલ પર ઊભા રહેવામાંથી મુક્તિ અપાવવા આ નિર્ણય લેવાયો છે.જોકે, સિગ્નલો બંધ હોવા છતાં ટ્રાફિકની શિસ્ત જળવાય અને અકસ્માતની કોઈ ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.દરેક પોઈન્ટ પર ટ્રાફિક જવાનો અને ટ્રાફિક બ્રિગેડના સભ્યો હાજર રહી ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરશે.માત્ર સિગ્નલ બંધ રાખવા જ નહીં, પરંતુ વાહનચાલકોને સીધા તડકાથી બચાવવા માટે જ્યાં ભૌગોલિક રીતે શક્ય હોય તેવા મુખ્ય ચાર રસ્તાઓ પર આર્ટિફિશિયલ શેડ ઉભા કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા ફોર-વ્હીલર ચાલકો અપીલ પણ કરાઈ છે કે, તેઓ ટુ-વ્હીલર ચાલકોને આ શેડ નીચે ઊભા રહેવા માટે પ્રાથમિકતા આપે. આ પણ વાંચોઃ Ahmedabad News: વાસણા બેરેજના 18 દરવાજાના રિપેરિંગ માટે આજે સાબરમતી નદી ખાલી થશે, 9 કરોડનો ખર્ચ કરાશે

Read Full Story arrow_forward
Bihar CM Oath : બિહારમાં પાવર સેન્ટરમાં સમ્રાટ ચૌધરી, BJPના આ મોટા દાવનો અર્થ શું
calendar_today April 15, 2026

Bihar CM Oath : બિહારમાં પાવર સેન્ટરમાં સમ્રાટ ચૌધરી, BJPના આ મોટા દાવનો અર્થ શું

આ માત્ર નેતૃત્વમાં બદલાવ નથી, પરંતુ એનો સ્પષ્ટ સંકેત છે કે ભારતીય જનતા પાર્ટી હવે બિહારમાં સહયોગી પક્ષો પર આધાર રાખવાને બદલે પોતાના ચહેરા સાથે સત્તાની કમાન સંભાળવા આગળ વધી રહી છે.તેઓ કુશવાહા (કોઇરી) સમુદાયમાંથી આવે છે સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રી પદ માટે યોગ્ય માનવામાં આવે છે, કારણ કે તેમના પાસે લાંબો રાજકીય અનુભવ, મજબૂત સામાજિક આધાર અને વહીવટી સમજણનો સારો સંતુલન છે. તેમણે 1990ના દાયકાથી સક્રિય રાજનીતિમાં રહીને બિહારની રાજનીતિના દરેક મોટા તબક્કા મંડલ રાજનીતિ, ગઠબંધન સરકારો અને ભાજપના ઉદ્ભવને નજીકથી જોયા છે. આ અનુભવ તેમને જમીન સાથે જોડાયેલા અને વ્યવહારુ નેતા બનાવે છે.સામાજિક આધાર તેમને મજબૂત રાજકીય ચહેરો બનાવે છે તેમની સૌથી મોટી શક્તિ તેમનો સામાજિક સમીકરણ માનવામાં આવે છે. તેઓ કુશવાહા (કોઇરી) સમુદાયમાંથી આવે છે, જે રાજ્યમાં મહત્વપૂર્ણ હિસ્સો ધરાવે છે. જ્યારે તેને નીતીશ કુમારના કુર્મી સમુદાય અને અન્ય પછાત તથા અતિ પછાત વર્ગ સાથે જોડવામાં આવે, ત્યારે આ સમૂહ રાજ્યની લગભગ 60 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આ રીતે તેમનો સામાજિક આધાર તેમને મજબૂત રાજકીય ચહેરો બનાવે છે. 2024થી ઉપમુખમંત્રી તરીકેની ભૂમિકા વહીવટી અનુભવની વાત કરીએ તો, વર્ષ 2024થી ઉપમુખમંત્રી તરીકે તેમણે નાણાં, શહેરી વિકાસ અને પંચાયતી રાજ જેવા મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સંભાળી છે. આ વિભાગો દ્વારા તેમને શાસનની નાની-મોટી બાબતો સમજવાની અને રાજ્ય ચલાવવાનો વ્યવહારુ અનુભવ મળ્યો છે, જે તેમને રાજકીય જ નહીં પરંતુ વહીવટી રીતે પણ સક્ષમ બનાવે છે. આરજેડીથી કરી કારકિર્દીની શરૂઆત તેમનો રાજકીય સફર પણ ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત રાષ્ટ્રીય જનતા દળથી કરી અને 1999માં રાબડી દેવીની સરકારમાં મંત્રી બન્યા. ત્યારબાદ તેમણે જનતા દળ યુનાઇટેડનો માર્ગ અપનાવ્યો, જ્યાં તેમણે નીતીશ કુમારના નેતૃત્વમાં કામ કર્યું. જોકે, 2018માં ભાજપમાં જોડાયા બાદ તેમનો રાજકીય કદ ઝડપથી વધ્યો. કુલ મળીને તેઓ ત્રણ મુખ્ય પક્ષોના ભાગ રહી ચૂક્યા છે અને બે વખત પક્ષ બદલ્યા છે. વર્ષ 2014માં તેમણે એક મહત્વપૂર્ણ રાજકીય પગલું લીધું હતું, જેમાં આરજેડીના કેટલાક વિધાયકોના જૂથને તોડવામાં તેમની ભૂમિકા રહી હતી. આથી સ્પષ્ટ થાય છે કે તેઓ માત્ર અનુયાયી નથી, પરંતુ નિર્ણાયક નિર્ણય લેતા નેતા છે. ભાજપમાં તેમનો સફર પણ આયોજનબદ્ધ રીતે આગળ વધ્યો—પ્રથમ પ્રદેશ અધ્યક્ષ, પછી ચૂંટણીમાં મુખ્ય ચહેરો અને ત્યારબાદ ઉપમુખમંત્રી. આજે તેઓ બિહારમાં ભાજપના મુખ્ય ઓબીસી ચહેરાઓમાં ગણાય છે.આ પણ વાંચો: Noida Workers Protest : નોઇડામાં પોલીસથી ક્યાં ચૂક થઇ, કર્મચારીઓનો ગુસ્સો આગની જેમ ભભૂક્યો

Read Full Story arrow_forward