android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra:આરોપી ઝાકીર ઝભાને દોરડાથી બાંધી ઘરે લઈ તપાસ હાથ ધરાઈ
calendar_today April 14, 2026

Godhra:આરોપી ઝાકીર ઝભાને દોરડાથી બાંધી ઘરે લઈ તપાસ હાથ ધરાઈ

ગોધરા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર આરોપી ઝાકીર અહેમદ ઝભાની ધરપકડ બાદ તેના 10 દિવસના રિમાન્ડ દરમિયાન આજે પોલીસે તેણે જે મોબાઈલથી વીડિયો વાયરલ કર્યો હતો, તે જપ્ત કરવા ઝાકીરને દોરડા વડે બાંધી તેના ઘર સુધી ચાલતાં લઈ જઈ ઘરે જડતી કાર્યવાહી કરી હતી.ગોધરા શહેરમાં ગત સપ્ટેમ્બર 2025માં ઝાકીર અહેમદ ઝભા નામના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર એ કોઈક વિવાદાસ્પદ વિડિઓ બનાવી પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર મૂક્યો હતો. જે વીડિયો ડિલીટ કરવા અને સમજાવવા માટે ગોધરા શહેર બી ડિવિજન પોલીસ મથકે આરોપી ઝાકીર અહેમદ ઝભાને બોલાવી સમજાવ્યો હતો. જેમાં તેને પોલીસે માર માર્યો હોવાનો અને ધમકાવ્યો હોવાનો વિડીયો વાયરલ કરી ચોક્કસ સમાજના લોકોના ટોળા એકત્ર કરી ગોધરા શહેર બી ડિવિજન પોલીસ સ્ટેશન તેમજ સ્ટાફ ને તથા પોલીસ ચોકી નંબર 4 ને નિશાન બનાવી નુકસાન પહોંચાડયું હતું. જેમાં પોલીસે કુલ 300 થી 400 લોકોના ટોળા સામે કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આ ગુનાનો મુખ્ય આરોપી ઝાકીર અહેમદ ઝભા પોલીસથી નાસતો ફરી રહ્યો હતો. થોડાક સમય પહેલા જ પંચમહાલ LCB અને SOG પોલીસે મહારાષ્ટ્ર રાજ્યના ભીવંડી ખાતે એક હોટલમાંથી તેને ઝડપી લીધો હતો. જે બાદ પોલીસે 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. પોલીસે આજે મંગળવારે ગોધરા શહેર બી ડિવિજન પોલીસ દ્વારા આરોપી નું ઝડતી પંચનામુ કરાયું હતું. જેમાં જે તે વખતે ગુનો આચરવામાં આવ્યો હતો તે ગુનામાં મોબાઇલનો ઉપયોગ કરાયો હતો. જે તેના ઘરે હોવાનું તેને પોલીસને જણાવ્યું હતું. માટે પોલીસ દ્વારા ગોધરા શહેર બી ડિવિજન પોલીસ મથકે થી આરોપીના ઘર સુધી તેને જાહેર માર્ગ ઉપર દોરડા વડે બાંધી લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod:તળાવ ઉપર લાખો રૂપિયાના ખર્ચે ઉછેરેલા વૃક્ષોનું વાવાઝોડામાં નિકંદન
calendar_today April 14, 2026

Dahod:તળાવ ઉપર લાખો રૂપિયાના ખર્ચે ઉછેરેલા વૃક્ષોનું વાવાઝોડામાં નિકંદન

ગત સપ્તાહે આવેલ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે દેવગઢબારીયા તાલુકા સહિત જિલ્લામાં ભારે ખાના ખરાબી થઈ હતી. વધારે પવન અને વાવાઝોડાના કારણે વીજ પોલ તૂટી જતા ક્યાંક વીજ લાઈન પણ તૂટી ગઈ હતી. અને ખેતીવાડી વીજ લાઈન દેવગઢબારીયા તાલુકાના ગામડા માં હજુ શરૂ પણ થઈ નથી.ઓચિંતા વાવાઝોડાના કારણે ખેડૂતોની ખેતીવાડી સહિત શાકભાજીનું નુકસાન અને સાથે લગ્ન પ્રસંગમાં મંડપ ટેન્ટ ઉડી ગયા હતાં. દેવગઢબારીયા તાલુકાના મોટીઝરી ગામના તળાવ ઉપર સરકારના સામાજિક વનિકરણ વિભાગ દ્વારા લાખો રૂપિયા નો ખર્ચ કરી ફ્ળાઉ વૃક્ષો સાથે બીજા અનેક વૃક્ષો રોપવામાં આવ્યા છે. આ વૃક્ષોનું વાવેતર થયા પછી તેના વિકાસ અને સુરક્ષા માટે પિંજરા ઉપર ગ્રીન નેટ પણ લગાડી ઉછેર કરાઈ રહ્યો હતો. પરંતુ વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદમાં તળાવ ઉપર લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલ કામગીરી ઉપર વરસાદી પાણી ફરી વળ્યું હોય તેમ બધા ઝાડવા નીચે પડી ગયેલા જોવાઈ રહ્યા છે. સામાજિક વનિકરણ વિભાગ દ્વારા મોટીઝરી ગામના તળાવની સ્થળ ઉપર તપાસ કરી પડી ગયેલ ઝાડવા તેમજ પિંજરાં ફરીથી યોગ્ય જગ્યાએ આરસીસી વર્ક સાથે ફિટિંગ કરાઈ તેવી ગ્રામજનોની માંગ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod:ઘર પાસે ઊભેલા પરિવારને કન્ટેનરના ચાલકે અડફેટે લીધા, પત્નીનું મોત
calendar_today April 14, 2026

Dahod:ઘર પાસે ઊભેલા પરિવારને કન્ટેનરના ચાલકે અડફેટે લીધા, પત્નીનું મોત

દાહોદ તાલુકાના ભિટડી ગામે સરપંચ ફળિયામાં ઘરની સામે હાઈવે પર રોડ સાઈડે ઉભેલા દંપતી તેમજ તેમની દીકરીને પુરપાટ આવતા કન્ટેનરના ચાલકે અડફેટમાં લેતાં સર્જાયેલા અકસ્માતમાં પત્નીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પતિ તેમજ નાની દીકરીને ઈજાઓ થતાં તે બંનેને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.દાહોદ તાલુકાના ભિટોડી ગામે સરપંચ ફળિયામાં રહેતાં 45 વર્ષીય મુકેશભાઈ રૂપસિંગભાઈ ડામોર અને તેમની પત્ની 42 વર્ષીય કાંતાબેન, 10 વર્ષીય દીકરી મહેર ગઈકાલે સાંજે ઘરની સામે હાઈવે પર રોડની સાઈડમાં ઉભા હતાં. તે દરમિયાન પૂરઝડપે આવેલા કન્ટેનરના ચાલકે ત્રણેયને અડફેટે લઈ ટક્કર મારતાં ત્રણેયને ગંભીર ઈજા થઈ હતી, જેમાં કાન્તાબેનને જીવલેણ ઈજા થતાં તેમનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે દીકરી મહેરને જમણા પગે ફેક્ચર તથા માથામાં ઈજા થવા પામી હતી. તેમજ મુકેશભાઈને પણ ઈજા થઈ હતી. જ્યારે અકસ્માત બાદ કન્ટેનરનો ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ કતવારા પોલીસે તુરત ઘટના સ્થળે દોડી આવી, ઈજાગ્રસ્ત મુકેશભાઈ તથા તેમની દીકરી મહેરને સારવાર માટે કતવારા સરકારી દવાખાને મોકલી આપ્યા હતા, જ્યારે મરણજનાર કાંતાબેન ડામોરની લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી દવાખાને મોકલી આપી હતી. આ સંબંધે વાલાભાઈ ભુરાભાઈ ડામોરે કતવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે કન્ટેનરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward