android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sayla: સાયલામાં અક્સ્માત ઝોન બન્યો ઓવરબ્રિજ
calendar_today April 14, 2026

Sayla: સાયલામાં અક્સ્માત ઝોન બન્યો ઓવરબ્રિજ

પ્રતિ દિન હજારો વાહનોની અવરજવરથી ધમધમતા સાયલા હાઇવે પરના ઓવરબ્રિજ ઉપર ચોવીસ કલાકમાં અલગ અલગ ત્રણ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. ટાયર પંચર થવાને કારણે કે તાંત્રિક ખામીને કારણે રોડ પર થોભાવેલા વાહનો પાછળ ત્રણ વાહન ભટકાતા અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી.સોમવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં ઓવરબ્રિજ પર ઉભેલા બંધ ટ્રક પાછળ ટેન્કર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કરના કેબિનનો ખુરદો બોલી જવા સાથે ચાલકને ઇજાઓ થવા પામી હતી.મધરાત બાદ સર્જાયેલા અન્ય એક અકસ્માતમાં ઓવરબ્રિજ મધ્યે ટાયર પંચર થયેલ તરબૂચ ભરેલી પીકઅપ કાર પાછળ પૂરપાટ ધસી આવેલ એક ટ્રેલર ટ્રક અથડાતા રોડ પર તરબૂચ વેરણ છેરણ પડયા હતા. પીકઅપ કાર માં ટાયર બદલાવી રહેલ ચાલક,ક્લીનર અક્સ્માત સમયે સમય સૂચકતા વાપરી દૂર હટી જતા બન્નેનો આબાદ બચાવ થયો હતો.મંગળવારે સવારના સમયે સર્જાયેલા ત્રીજા અક્સ્માત માં ઓવરબ્રિજ પર બંધ ઊભેલા આયશર ટ્રક પાછળ એક બાઇક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક તથા પત્નીને નાની મોટી ઇજાઓ થતા તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે સાથે રહેલ બાળકનો આબાદ બચાવ થતા રામ રાખે એને કોણ ચાખે એ કહેવત યથાર્થ થતી જોવા મળી હતી. ત્રણે અક્સ્માત બાદ ટ્રાફ્કિ જામ ના દ્રશ્યો સર્જાતા સાયલા પોલીસ દ્વારા ત્યાં પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનો ત્યાંથી હટાવી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવવામાં આવ્યો હતો. ઓવરબ્રિજ પર અવાર નવાર સર્જાતા ગોઝારા અકસ્માતોમાં અનેક જિંદગીઓ પ્રાણ ગુમાવી ચૂકયું છે ત્યારે સાયલા હાઈવે પરના ઓવરબ્રિજ પર રાતના સમયે પ્રકાશ માટે બન્ને બાજુ લગાવેલ લાઈટો શોભાના ગાંઠિયા સમાન બની હોય તેમ લગભગ બધી જ લાઈટો લાંબા સમય થી બંધ હાલતમાં હોવાની અનેક રજૂઆતો છતાં નિંભર તંત્ર આ બાબતે કેમ બેદરકારી દાખવી રહ્યું છે તેવો સવાલ લોકો કરી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ચાર દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહેતા આકાશી અગનવર્ષા
calendar_today April 14, 2026

Surendranagar: ચાર દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહેતા આકાશી અગનવર્ષા

સુરેન્દ્રનગર જિલ્લામાં એકાએક આકરી ગરમી પડવા લાગી છે. છેલ્લા 4 દિવસથી જિલ્લામાં તાપમાનનો મહત્તમ પારો 40 ડીગ્રીની ઉપર રહે છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઉંચે જવાની શકયતા વ્યકત કરાઈ છે.સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 5-6 દિવસથી એકાએક આકરી ગરમી પડવાની શરૂઆત થઈ છે. અને ઝાલાવાડ અગન ભઠ્ઠીમાં ફેરવાયુ છે. જયારે રાજયના ટોપ-5 શહેરોમાં ગરમીની દૃષ્ટીએ જિલ્લાનો સમાવેશ થઈ રહ્યો છે. ત્યારે મંગળવારે સતત ચોથા દિવસે જિલ્લામાં 40 ડીગ્રીથી ઉપર તાપમાન નોંધાયુ છે. તા. 10 એપ્રીલના રોજ જિલ્લામાં મહત્તમ તાપમાન 39.0 ડીગ્રી નોંધાયુ હતુ. ત્યારબાદથી સતત તાપમાન 40 ડીગ્રી ઉપર નોંધાતુ રહ્યુ છે. જેમાં તા. 14 એપ્રીલના રોજ લઘુત્તમ તાપમાન 26 ડીગ્રી અને મહત્તમ તાપમાન 41.0 ડીગ્રી નોંધાયુ છે. જિલ્લામાં મહત્તમ તાપમાનની સાથે સાથે લઘુત્તમ તાપમાન પણ ધીમે ધીમે વધતા સવારથી જ લોકો બફારાનો અનુભવ કરે છે. આકરી ગરમીને લીધે ખાસ કરીને બપોરના 12 થી 4 સુધી શહેરના રસ્તાઓ પર જાણે કરફયુ હોય તેવો માહોલ જોવા મળે છે. આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઉંચે જાય તેવી શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. સતત પડતી ગરમીને લઈને શહેરવાસીઓ સરબત, સોડા, શેરડીનો રસ, રસગોલા જેવા ઠંડા પીણા તરફ વળ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chotila: ચોટીલાની હોટેલના માલિક પાસે 1 લાખની માંગણી કરી ધમકી આપી
calendar_today April 14, 2026

Chotila: ચોટીલાની હોટેલના માલિક પાસે 1 લાખની માંગણી કરી ધમકી આપી

ચોટીલાના એક આધેડ વયના હોટેલ અને ગેસ્ટહાઉસના માલિકને એક શખ્સને ફોન કરી મકાનના કામ માટે રૂ. 1 લાખની માગણી કરીને ધાકધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે ધમકી આપનાર સામે તપાસ આદરી છે.ચોટીલાના શાસ્ત્રીનગરમાં રહેતા 56 વર્ષીય અજયભાઈ નંદલાલ મેંઢા ચોટીલા હાઈવે પર આકાશ પેલેસ નામની હોટલ અને ગેસ્ટ હાઉસ ચલાવે છે. તા. 15-3ના રોજ ચોટીલાના રણજીત રૂખડભાઈ ધાધલે તેમને ફોન કરી મારે મકાનનું કામ ચાલુ છે તેમ કહી 1 લાખ રૂપીયાની માંગણી કરી હતી. જયારે તા. 7-4ના રોજ ફરી રણજીત ધાધલે વોટસએપ કોલ કરી તે મને રૂપીયા 1 લાખ આપ્યા નથી, તને જાનથી મારી નાંખવાનો છે, તારે રહેવુ હોય તેમ રહેજે, હું રાજુભાઈ નથી 307 કરૂ, સીધો જ મારી નાંખુ તેવી ધમકી આપી હતી. આથી અજયભાઈ મેંઢાએ આ અંગે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ આર.ડી.રાજૈયા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward