android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bihar New CM: સમ્રાટ ચૌધરી જ કેમ ? BJPએ લગાવ્યો દાવ, જવાબદાર છે આ 3 ફેક્ટર
calendar_today April 14, 2026

Bihar New CM: સમ્રાટ ચૌધરી જ કેમ ? BJPએ લગાવ્યો દાવ, જવાબદાર છે આ 3 ફેક્ટર

નીતિશ કુમારના રાજીનામા બાદ, ભાજપના સમ્રાટ ચૌધરી બિહારના મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છે. પાર્ટીએ તેમને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે. NDA હવે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ રાજકીય પરિદૃશ્યને જોતાં, એ સમજવું મહત્વપૂર્ણ છે કે ભાજપે સમ્રાટ ચૌધરીનું નામ શા માટે આગળ મૂક્યું. સમ્રાટ ચૌધરી જ કેમ ? 2018 માં ભાજપમાં જોડાયા પછી પાર્ટીમાં સમ્રાટ ચૌધરીની કક્ષામાં સતત વધારો થયો. 2019 માં જ્યારે નિત્યાનંદ રાય પાર્ટીના પ્રદેશ પ્રમુખ હતા, ત્યારે તેમને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને પછી 2020 માં MLC બન્યા. 2022 માં, નીતિશ કુમારે RJD સાથે જોડાણ કરીને બિહારમાં સરકાર બનાવી. આ પછી, ભાજપે રાજ્યમાં મોટા ફેરફારોની ચર્ચા કરવા માટે દિલ્હીમાં એક બેઠક યોજી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, તત્કાલીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ઘણા વરિષ્ઠ નેતાઓ બેઠકમાં હાજર રહ્યા. બેઠક બાદ, વિજય સિંહાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે અને સમ્રાટ ચૌધરીને વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. રાજકીય અનુભવ કામમાં આવ્યો સમ્રાટ ચૌધરીની પોતાની મહેનત અને રાજકીય પારિવારિક અનુભવ તેમના માટે ખૂબ ઉપયોગી સાબિત થયો. આરજેડીમાં સમ્રાટ ચૌધરીની રાજકીય તાલીમ ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના માર્ગદર્શન હેઠળ થઈ હતી. તેમના પિતા શકુની ચૌધરી એક સમયે લાલુ પ્રસાદના નજીકના સહયોગીઓમાંના એક હતા. 'લવ-કુશ' સમીકરણ બનાવવાનો પ્રયાસ સમ્રાટ ચૌધરીના નામને પ્રોજેક્ટ કરીને, ભાજપે જાતિ સમીકરણને પોતાની તરફેણમાં કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપ નીતિશ કુમારના સ્થાને બિહારમાં પ્રભાવશાળી ઓબીસી ચહેરાની શોધમાં હતો. સમ્રાટ ચૌધરી કુશવાહા (કોઈરી) સમુદાયના છે, જ્યારે નીતિશ કુમાર કુર્મી સમુદાયના છે. સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રી બનાવીને, ભાજપે 'લવ-કુશ' સમીકરણને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે, જે બિહારમાં એક મોટી વોટ બેંક છે.Bihar New CM: કોણ છે સમ્રાટ ચૌધરી? BJPના કેવી રીતે બન્યા ફેવરીટ ? જાણો રાજકીય ઇતિહાસ

Read Full Story arrow_forward
Local Body Elections 2026 : સુરતના કામરેજમાં આયાતી ઉમેદવાર સામે હળપતિ સમાજનો આક્રોશ, સામૂહિક રાજીનામાની ચીમકી
calendar_today April 14, 2026

Local Body Elections 2026 : સુરતના કામરેજમાં આયાતી ઉમેદવાર સામે હળપતિ સમાજનો આક્રોશ, સામૂહિક રાજીનામાની ચીમકી

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સુરત જિલ્લા ભાજપમાં ઉમેદવારોના નામ જાહેર થયા બાદ વિરોધનો વંટોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ખાસ કરીને કામરેજ તાલુકામાં સ્થાનિક અને પાયાના કાર્યકરોની અવગણના કરીને 'આયાતી' ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા સંગઠનમાં ભંગાણના સંકેતો મળી રહ્યા છે.મંત્રી પ્રફુલ પાનસૂરિયાના વિસ્તારમાં વિરોધ રાજ્યના કેબિનેટ મંત્રી પ્રફુલ પાનસૂરિયાના મત વિસ્તારમાં જ ભાજપ સામે વિરોધનો સુર ઉઠ્યો છે. કામરેજ-2 તાલુકા પંચાયત બેઠક પર ગીર ગઢડાથી આવેલા રબારી સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવતા સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાયાના કાર્યકરોનો આરોપ છે કે જેઓ વર્ષોથી પક્ષ માટે પરસેવો પાડે છે તેમની અવગણના કરવામાં આવી રહી છે. હળપતિ સમાજની અવગણનાથી નારાજગી કામરેજ-2 બેઠક પર હળપતિ સમાજના નિર્ણાયક મતો છે. આ બેઠક પર પરંપરાગત રીતે સ્થાનિક હળપતિ સમાજનું વર્ચસ્વ રહ્યું છે, તેમ છતાં સમાજની અવગણના કરાતા આગેવાનો લાલઘૂમ થયા છે. અગાઉ નાનુભાઈ રાઠોડનું નામ ચર્ચામાં આવ્યા બાદ અચાનક અન્ય વ્યક્તિની પસંદગી કરાતા મામલો બિચક્યો છે. હળપતિ સમાજના આગેવાનોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજીને પક્ષ સામે બાંયો ચઢાવી છે. સામૂહિક રાજીનામાની ચીમકી સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર, મંત્રી પ્રફુલ પાનસૂરિયાએ અગાઉ આયાતી ઉમેદવારને ટિકિટ નહીં આપવાનું વચન આપ્યું હતું, જે પક્ષે તોડ્યું છે. જો પક્ષ પોતાના નિર્ણય પર મક્કમ રહેશે અને સ્થાનિક હળપતિ ઉમેદવારને તક નહીં આપે, તો સેંકડો કાર્યકરો સામૂહિક રાજીનામાં આપી ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ આંતરિક વિખવાદ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.આ પણ વાંચો----    Local Body Elections 2026 : રાજુ કરપડા માલામાલ, 4 વર્ષમાં મિલકત 6 ગણી વધી, માત્ર 4 મહિનામાં જ ખરીદી લીધી 42 વીઘા જમીન

Read Full Story arrow_forward
Ahmedabad : સરખેજના ગોડાઉનમાંથી કેમિકલના નામે છુપાવેલો 10 લાખનો વિદેશી દારૂ જપ્ત
calendar_today April 14, 2026

Ahmedabad : સરખેજના ગોડાઉનમાંથી કેમિકલના નામે છુપાવેલો 10 લાખનો વિદેશી દારૂ જપ્ત

અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવતી અવનવી તરકીબોનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા 'ગુજરાત ગુડ્સ સર્વિસ ટ્રાન્સપોર્ટ'ના ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂની હેરાફેરી માટે જે પદ્ધતિ અપનાવવામાં આવી હતી તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.કેમિકલ અને એસિડના નામે દારૂની સપ્લાય સરખેજ પોલીસને બાતમી મળી હતી કે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં શંકાસ્પદ પાર્સલ આવ્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુંબઈથી આવેલા આ પાર્સલ પર 'ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ' અને 'એસિડ' હોવાના લેબલ લગાવવામાં આવ્યા હતા. જોકે, જ્યારે આ પીપડાઓ અને બોક્સ ખોલવામાં આવ્યા ત્યારે તેમાંથી કેમિકલને બદલે વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. બુટલેગરોએ પોલીસને છેતરવા માટે પાર્સલ પર ઔદ્યોગિક વસ્તુઓના નામ લખાવ્યા હતા. 5600 બોટલો અને 10 લાખનો મુદ્દામાલ પોલીસે આ દરોડા દરમિયાન કુલ 5600 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે, જેની બજાર કિંમત આશરે 10 લાખ રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. આ દારૂનો જથ્થો મુંબઈથી અમદાવાદ મોકલવામાં આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સહિત અન્ય મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો આ મામલે સરખેજ પોલીસે મુંબઈથી દારૂ મોકલનાર અને અમદાવાદમાં આ જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. ટ્રાન્સપોર્ટના બિલિંગ અને કોન્ટેક્ટ ડિટેલ્સના આધારે પોલીસ હવે આ રેકેટ પાછળના મુખ્ય સુત્રધારો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં આટલી મોટી માત્રામાં દારૂ ક્યાં સપ્લાય થવાનો હતો તે દિશામાં પણ ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો----    Local Body Elections 2026 : રાજુ કરપડા માલામાલ, 4 વર્ષમાં મિલકત 6 ગણી વધી, માત્ર 4 મહિનામાં જ ખરીદી લીધી 42 વીઘા જમીન

Read Full Story arrow_forward