android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather: અંબાલાલ પટેલની આગાહી, આગામી 48 કલાકમાં ગરમીમાં વધારો થશે
calendar_today April 13, 2026

Gujarat Weather: અંબાલાલ પટેલની આગાહી, આગામી 48 કલાકમાં ગરમીમાં વધારો થશે

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધતા આગામી 48 કલાકમાં તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે. જ્યારે કચ્છમાં હિટવેવની ચેતવણી આપવામાં આવી છે.ગુજરાતમાં ઉનાળાનો પ્રભાવ તેજ બનતા છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે.હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાકમાં તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે અને આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીમાં વધારા બાદ વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીમાં વધારા બાદ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી 48 કલાકમાં ગરમીમાં વધારો થશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. તાપમાન 40થી 41 ડિગ્રી સુધી વધી શકે છે. 18 થી 22 એપ્રિલ દરમિયાન પશ્ચિમ વિક્ષેપ આવશે જેના કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે. 25 એપ્રિલ બાદ ફરી ગરમીમાં વધારો થશે. 26 તારીખથી તાપમાન 43 ડિગ્રીને પાર કરી જશે. પશ્ચિમ વિક્ષેપથી ગરમીમાં રાહત મળવાની શક્યતાઓ પણ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 41 ડિગ્રીથી ઉપર હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 41 ડિગ્રીથી ઉપર પહોંચ્યું છે.રાજકોટમાં સૌથી વધુ 41.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરા સહિતના શહેરોમાં પણ પારો 40 ડિગ્રીથી ઉપર રહ્યો છે.અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું.જે સામાન્ય કરતા 1.3 ડિગ્રી વધુ છે. આગામી દિવસોમાં શહેરમાં તાપમાન વધીને 41 ડિગ્રી પાર જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Navsari News: ગણદેવી પાલિકામાં ભાજપને સત્તા આપવાનો ખેલ? મેન્ડેટ નહીં પહોંચતા કોંગી ઉમેદવારોના ફોર્મ રદ થશે

Read Full Story arrow_forward
Surat: "શું તું સત્તામાં આવીશ તો બાપના પૈસાથી વિકાસ કરીશ?" કુમાર કાનાણીએ 'આપ' ને આડેહાથે લીધા
calendar_today April 13, 2026

Surat: "શું તું સત્તામાં આવીશ તો બાપના પૈસાથી વિકાસ કરીશ?" કુમાર કાનાણીએ 'આપ' ને આડેહાથે લીધા

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના પાટીદાર વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય કુમાર કાનાણીએ એક જાહેર સભામાં વિરોધ પક્ષ, ખાસ કરીને આમ આદમી પાર્ટી (આપ) પર આકરા પ્રહારો કરતા એક વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે, જેને કારણે સુરતનું રાજકીય વાતાવરણ ઉકળ્યું છે.સુરતનું રાજકીય વાતાવરણ ઉકળ્યુંસભાને સંબોધતા કુમાર કાનાણીએ એક કિસ્સો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "હું જ્યારે લાઈવમાં સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોની વાત કરતો હતો, ત્યારે એક 'આપ' ના કાર્યકર્તાએ ટિપ્પણી કરી હતી કે આ તો પ્રજાના ટેક્સના પૈસા છે, ભાજપના નથી."કાનાણીનો વળતો પ્રહારઆ બાબતે કુમાર કાનાણીએ સભા ગજવતા આક્રમક અંદાજમાં કહ્યું કે, "અરે ભાઈ, વિકાસના કામો પ્રજાના જ પૈસાથી થાય ને! પણ હું એને પૂછવા માંગુ છું કે, જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?" કાનાણીના આ તેખા તેવર અને સીધા સવાલને કારણે સભામાં હાજર ભાજપના કાર્યકરોમાં ભારે જોશ જોવા મળ્યો હતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આ પણ વાંચો:Ahmedabad: સરખેજના વણઝર પાસે સાબરમતી નદીના પટમાંથી સળગેલો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

Read Full Story arrow_forward
Surat News: પૂણામાં પોલીસની રેડ, 'NR સ્પા' માંથી 6 મહિલાઓને મુક્ત કરાવાઈ, સંચાલક અને ગ્રાહક સહિત 5ની ધરપકડ
calendar_today April 13, 2026

Surat News: પૂણામાં પોલીસની રેડ, 'NR સ્પા' માંથી 6 મહિલાઓને મુક્ત કરાવાઈ, સંચાલક અને ગ્રાહક સહિત 5ની ધરપકડ

સુરત શહેરમાં સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસ લાલ આંખ કરી રહી છે. સુરત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમ દ્વારા બાતમીના આધારે પૂણા વિસ્તારમાં આવેલા 'NR સ્પા' (NR Spa) પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન દેહવ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીથી સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.6 મહિલાઓને નરક જેવી જિંદગીમાંથી કરાવાઈ મુક્ત પોલીસે જ્યારે સ્પામાં રેડ કરવામાં આવી ત્યારે ત્યાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સ્પાની આડમાં અહીં દેહવ્યાપારનો ધંધો ફૂલ્યોફાલ્યો હતો. પોલીસે સ્થળ પરથી 6 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી છે, જેમને પૈસાની લાલચ આપી આ અનૈતિક ધંધામાં ધકેલવામાં આવી હતી. મુક્ત કરવામાં આવેલી મહિલાઓને હાલ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે. સંચાલક સહિત 5 ઝડપાયા, માલિક હજુ ફરાર આ રેડ દરમિયાન પોલીસે સ્પાના સંચાલક અને રંગરેલિયા મનાવતા ગ્રાહકો સહિત કુલ 5 શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવી છે. જોકે, આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને સ્પાનો માલિક હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે સ્પા માલિક સહિત અન્ય 4 લોકોને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 2.33 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ, 4 મોબાઈલ ફોન અને ગ્રાહકો તથા સંચાલકોની 3 મોટરસાયકલ કબજે કરી છે. પોલીસે કુલ રૂપિયા 2,33,500નો મુદ્દામાલ જપ્ત કરી પૂણા પોલીસ મથકમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સ્પાની આડમાં ચાલતા આ ગોરખધંધા પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. આ પણ વાંચો - Surat News: સચિન પોલીસ સ્ટેશનમાં આરોપીનું શંકાસ્પદ મોત, પૂછપરછ દરમિયાન બની ઘટના

Read Full Story arrow_forward