android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ગણદેવી નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ લહેરાશે ભગવો, 24 પૈકી 20 બેઠક બિનહરીફ થવાની સંભાવના
calendar_today April 13, 2026

Gujarat Latest News Live : ગણદેવી નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ લહેરાશે ભગવો, 24 પૈકી 20 બેઠક બિનહરીફ થવાની સંભાવના

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Rajkot: ભાજપ બાદ કોંગ્રેસે પણ રણનીતિ બદલી, વોર્ડ નંબર 7 માં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાતા પ્રીતિબેન ગોહિલ ભાવુક
calendar_today April 13, 2026

Rajkot: ભાજપ બાદ કોંગ્રેસે પણ રણનીતિ બદલી, વોર્ડ નંબર 7 માં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાતા પ્રીતિબેન ગોહિલ ભાવુક

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત બાદ પણ ફેરફારનો સિલસિલો યથાવત છે. ભાજપ દ્વારા વોર્ડ નંબર 7 માં ઉમેદવાર બદલાયા બાદ હવે કોંગ્રેસે પણ આ જ વોર્ડમાં મોટો ફેરફાર કર્યો છે. કોંગ્રેસે જાહેર કરેલા મહિલા ઉમેદવાર પ્રીતિબેન ગોહિલની ટિકિટ છેલ્લી ઘડીએ કાપીને હંસાબેન ગુજરિયાને મેદાને ઉતારતા કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે.30 વર્ષની વફાદારી બાદ વિશ્વાસઘાતનો આક્ષેપટિકિટ કપાતા નારાજ થયેલા પ્રીતિબેન ગોહિલ મીડિયા સમક્ષ વાત કરતા ભાવુક થઈ ગયા હતા. તેમણે અત્યંત આક્રોશ અને દુઃખ સાથે જણાવ્યું હતું કે, “કોંગ્રેસે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.” પ્રીતિબેન અને તેમના પતિ નિલેશભાઈ ગોહિલ છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને પક્ષની મજબૂતી માટે કામ કરી રહ્યા છે. તેમ છતાં છેલ્લી ઘડીએ પક્ષે તેમનું પત્તું કાપી નાખતા તેઓ ભાંગી પડ્યા છે.ચૂંટણી ગણિતમાં ફેરફારવોર્ડ નંબર 7 માં કોંગ્રેસ દ્વારા પહેલા પ્રીતિબેનનું નામ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક પક્ષે હંસાબેન ગુજરિયાને ટિકિટ આપી ફોર્મ ભરાવ્યું છે. આ ફેરફાર પાછળનું કારણ જ્ઞાતિગત સમીકરણો છે કે આંતરિક જૂથબંધી તે અંગે રાજકીય ચર્ચાઓ તેજ થઈ છે. જોકે, એક તરફ ભાજપમાં અસંતોષ હતો ત્યારે હવે કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકરોમાં પણ રોષ જોવા મળતા ચૂંટણીનું ચિત્ર રસપ્રદ બન્યું છે.આ પણ વાંચો: Surendranagar: લીંબડી-અમદાવાદ હાઈવે પર ગેસ લાઈનમાં લીકેજ બાદ ભીષણ આગ, ફાયર ફાઈટરોએ મોટી દુર્ઘટના ટાળી

Read Full Story arrow_forward
Rajkot News: જેતપુરના ખીરસરામાં હડકાયા કુતરાનો આતંક, ખેતરમાં રમતા માસૂમ બાળક પર હુમલો, પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતાને પણ કરડ્યું
calendar_today April 13, 2026

Rajkot News: જેતપુરના ખીરસરામાં હડકાયા કુતરાનો આતંક, ખેતરમાં રમતા માસૂમ બાળક પર હુમલો, પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતાને પણ કરડ્યું

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા ગામે હડકાયા કુતરાએ આતંક મચાવ્યો છે. સીમ વિસ્તારમાં ખેત મજૂરી કરતા એક પરિવારના માસૂમ બાળક અને તેની માતા પર કુતરાએ જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઘટનાની વિગત ઘટનાની માહિતી અનુસાર, ખીરસરા ગામની સીમમાં ખેત મજૂર તરીકે કામ કરતા એસિદાબાનુ અને તેમનો પુત્ર આરસ ખેતરમાં હતા. આ દરમિયાન બાળક આરસ રમી રહ્યો હતો, ત્યારે એકાએક હડકાયા કુતરાએ તેના પર હુમલો કર્યો હતો. કુતરાએ બાળકના માથાના ભાગે ગંભીર બચકા ભર્યા હતા. પુત્રને લોહીલુહાણ હાલતમાં જોઈ માતા એસિદાબાનુ તેને બચાવવા વચ્ચે પડ્યા હતા. માતા પર પણ કર્યો હુમલો પુત્રને બચાવવા ગયેલી માતા પર પણ હડકાયા કુતરાએ હિંસક હુમલો કર્યો હતો. કુતરાએ માતાના કપાળ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને માતા-પુત્રને કુતરાના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. હાલમાં બંને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગ્રામજનોમાં ભયનો માહોલ આ ઘટનાને પગલે ખીરસરા ગામ અને સીમ વિસ્તારમાં ભારે ફયનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ પણ આ હડકાયું કુતરૂં સીમમાં ખુલ્લેઆમ ફરી રહ્યું હોવાથી ખેત મજૂરો અને ગ્રામજનોમાં ફફડાટ છે. તંત્ર દ્વારા આ કુતરાને વહેલી તકે પકડવામાં આવે તેવી માગ ઉઠી છે. આ પણ વાંચો - Rajkot: ભાજપ બાદ કોંગ્રેસે પણ રણનીતિ બદલી, વોર્ડ નંબર 7 માં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાતા પ્રીતિબેન ગોહિલ ભાવુક

Read Full Story arrow_forward