android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: 19 ગુનામાં સંડોવાયેલ કુખ્યાત નિલેશ ઠાકોર ઝડપાયો, LCB ઝોન-2ની મોટી સફળતા
calendar_today April 9, 2026

Ahmedabad News: 19 ગુનામાં સંડોવાયેલ કુખ્યાત નિલેશ ઠાકોર ઝડપાયો, LCB ઝોન-2ની મોટી સફળતા

અમદાવાદ શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-2 ની ટીમ દ્વારા બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 9 મહિનાથી ફરાર આરોપી નિલેશ પ્રવિણભાઈ ઠાકોરને ઝડપી લીધો છે. પોલીસની આ કાર્યવાહીથી ગુનાખોરી આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.9 મહિનાથી પોલીસને આપતો હતો થાપ પકડાયેલ આરોપી નિલેશ ઠાકોર લાંબા સમયથી પોલીસની પકડથી દૂર હતો. તેની સામે પ્રોહીબિશનના બે મુખ્ય ગુનાઓ નોંધાયેલા હતા, જેમાં તે વોન્ટેડ જાહેર કરાયો હતો. આ ઉપરાંત, સાબરમતી પોલીસ સ્ટેશનના પાસા (PASA) વોરંટમાં પણ તે વોન્ટેડ હતો. LCB ઝોન-2ની ટીમને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વોચ ગોઠવીને તેને દબોચી લેવામાં આવ્યો છે. ગુનાહિત ઈતિહાસ: 19 ગુના નોંધાયેલા છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, નિલેશ ઠાકોર કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની સામે અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 19 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ બનાસકાંઠા અને મહિસાગર જિલ્લાના વિવિધ ગુનાઓમાં પણ તેની સંડોવણી ખુલી છે. કાયદેસરની કાર્યવાહી આરોપી ધરપકડ ટાળવા માટે સતત સ્થળ બદલી રહ્યો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે તેને ઝડપી લીધો છે. હાલ પોલીસે આરોપીનો કબજો મેળવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય કોઈ મોટા ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે. આ પણ વાંચો - Ahmedabad News: સાણંદના લોદરીયાળમાં SOGની રેડ, 64 ગ્રામ MD ડ્રગ્સ સાથે નરેશ પટેલની ધરપકડ

Read Full Story arrow_forward
Ahmedabad News: ચાંગોદરના મટોડામાં બે જૂથ વચ્ચે લોહિયાળ સંઘર્ષ, તીક્ષ્ણ હથિયારો ઉડ્યા, 3 લોકો લોહીલુહાણ
calendar_today April 9, 2026

Ahmedabad News: ચાંગોદરના મટોડામાં બે જૂથ વચ્ચે લોહિયાળ સંઘર્ષ, તીક્ષ્ણ હથિયારો ઉડ્યા, 3 લોકો લોહીલુહાણ

અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર ગણાતા ચાંગોદરના મટોડા ગામે આજે જૂથ અથડામણની ઘટનાથી ભારે સનસનાટી મચી ગઈ છે. બે અલગ-અલગ સમાજના જૂથો કોઈ જૂની અદાવત અથવા તાત્કાલિક બોલાચાલી બાદ સામસામે આવી ગયા હતા. સામાન્ય વાતમાંથી શરૂ થયેલો ઝઘડો જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા બંને પક્ષે પથ્થરમારો અને લાકડીઓ ઉછળી હતી. હિંસક અથડામણને કારણે શાંત ગણાતા મટોડા ગામમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.તીક્ષ્ણ હથિયારોના પ્રહારથી 3 લોકો ગંભીર રીતે ઘાયલ આ જૂથ અથડામણ એટલી ઉગ્ર હતી કે તેમાં તીક્ષ્ણ હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સામસામે થયેલા હુમલામાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હુમલાને પગલે ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસનો મોટો કાફલો તૈનાત, સર્ચ ઓપરેશન શરૂ ઘટનાની જાણ થતા જ ચાંગોદર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો મટોડા ગામે દોડી ગયો હતો. પોલીસે તુરંત પરિસ્થિતિ પર કાબૂ મેળવી ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે જેથી સ્થિતિ વધુ ન બગડે. હાલમાં પોલીસે બંને પક્ષોની રજૂઆતો નોંધીને તોફાની તત્વોની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ગામમાં શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે અને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : ગુજરાતમાં એનાલોગ પનીરના નામે ચાલતા ખેલ પર સરકારની સર્જિકલ સ્ટ્રાઈક, 18 એકમો સીલ
calendar_today April 9, 2026

Gandhinagar : ગુજરાતમાં એનાલોગ પનીરના નામે ચાલતા ખેલ પર સરકારની સર્જિકલ સ્ટ્રાઈક, 18 એકમો સીલ

જો તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. ગુજરાત રાજ્ય ખોરાક અને ઔષધ નિયામન તંત્ર દ્વારા રાજ્યભરમાં પનીર અને 'એનાલોગ પનીર' (નકલી પનીર જેવો પદાર્થ) વેચતા એકમો પર પંજો કસવામાં આવ્યો છે. 4 થી 9 એપ્રિલ દરમિયાન ચાલેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં અનેક જગ્યાએ ગ્રાહકોને અસલી પનીરના નામે એનાલોગ પદાર્થ પધરાવી દેવામાં આવતો હતો.2527 એકમો પર દરોડા તંત્ર દ્વારા કરવામાં આવેલી આ રાજ્યવ્યાપી તપાસમાં કુલ 2527 એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટી ઓફિસરોએ હોટલ, રેસ્ટોરન્ટ અને ઉત્પાદન એકમોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા 210 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 18 જેટલા એકમોને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવ્યા છે. તંત્રએ આ આકરી કાર્યવાહીમાં રૂ. 248300નો દંડ વસૂલ્યો છે. શું છે આ 'એનાલોગ પનીર'નો ખેલ? તપાસમાં બહાર આવ્યું છે કે 'એનાલોગ પનીર' એ ખરેખર દૂધમાંથી બનતું પનીર નથી પરંતુ વનસ્પતિ તેલ અને અન્ય પદાર્થોનું મિશ્રણ છે. ઘણી હોટલો ગ્રાહકોને જાણ કર્યા વિના કે ડિસ્પ્લે બોર્ડ લગાવ્યા વિના જ પનીરના નામે આ સસ્તો વિકલ્પ પીરસી રહી હતી. આ ડ્રાઈવ દરમિયાન 103 કિલોગ્રામ જેટલા શંકાસ્પદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને ૬૫ જેટલા નમૂનાઓ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી વાન દ્વારા પણ સેંકડો સ્થળોએ પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગુણવત્તા બાબતે સજાગ રહો તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને ભ્રમિત કરતા આવા ખાદ્ય વ્યવસાયકારો સામે ભવિષ્યમાં પણ કડક કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે. જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ બહાર જમતી વખતે ગુણવત્તા બાબતે સજાગ રહે.આ પણ વાંચો----     Surendranagar : નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે 1.22 કરોડની અપ્રમાણસર મિલકત મળતા ખળભળાટ, ACB એ નોંધ્યો ગુનો

Read Full Story arrow_forward