android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mumbai એરપોર્ટના ટર્મિનલ 1ની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, મચી ગઈ અફરાતફરી
calendar_today April 9, 2026

Mumbai એરપોર્ટના ટર્મિનલ 1ની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, મચી ગઈ અફરાતફરી

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. મુંબઈના પ્રખ્યાત છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગ લાગી છે. પ્રાથમિક માહિતી મુજબ મુંબઈ એરપોર્ટના ટર્મિનલ 1ના બેઠક વિસ્તારમાં આગ લાગી. આ ઘટના ગુરુવારે સાંજે 6 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ચાલો જાણીએ કે આ ઘટના વિશે અત્યાર સુધી શું માહિતી સામે આવી છે.આગ કેવી રીતે લાગી? મુંબઈ ફાયર બ્રિગેડ સર્વિસ ઓફિસર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગ ટર્મિનલના કેબલ ટ્રે અને સ્વિચ બોક્સમાં લાગી હતી. આગ ટર્મિનલના ગ્રાઉન્ડ ફ્લોર સુધી મર્યાદિત હોવાનું કહેવાય છે. આગની માહિતી મળતાં, મુંબઈ ફાયર વિભાગ, પોલીસ અને વોર્ડ સ્ટાફ તાત્કાલિક આગ ઓલવવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એરપોર્ટ પર આગનો વીડિયો વાયરલ મુંબઈ એરપોર્ટ પર ટર્મિનલ 1ના સીટિંગ એરિયામાં આગ લાગી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એરપોર્ટની અંદર ગાઢ ધુમાડો જોવા મળી રહ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી, ઔપચારિક માહિતીની રાહ જોવાઈ રહી છે.આ પણ વાંચો : Assam, Kerala, Puducherry Election 2026 : 3 રાજ્યમાં મતદાન થયું પૂર્ણ, EVMમાં કેદ થયો જનાદેશ

Read Full Story arrow_forward
Jamnagar News: વરૂણ ધવન જામનગર પહોંચ્યા, અનંત અંબાણીના જન્મદિવસની ભવ્ય ઉજવણી
calendar_today April 9, 2026

Jamnagar News: વરૂણ ધવન જામનગર પહોંચ્યા, અનંત અંબાણીના જન્મદિવસની ભવ્ય ઉજવણી

ગુજરાતનું જામનગર શહેર ફરી એકવાર ગ્લેમર અને રોયલ્ટીનું કેન્દ્ર બન્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના યુવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીના જન્મદિવસની ભવ્ય ઉજવણી માટે બોલિવૂડના જાણીતા અભિનેતા વરૂણ ધવન જામનગર એરપોર્ટ પર ઉતર્યા છે. અંબાણી પરિવારના ખાસ મહેમાન તરીકે વરૂણ ધવન આ સેલિબ્રેશનમાં ખાસ હાજરી આપશે.એરપોર્ટ પર સ્ટાર્સનું આગમન છેલ્લા બે દિવસથી જામનગર એરપોર્ટ પર સેલિબ્રિટીઝની અવરજવર વધી ગઈ છે. વરુણ ધવન સિવાય શાહરૂખ ખાન, સલમાન ખાન અને રણવીર સિંહ જેવા દિગ્ગજ કલાકારો પણ આ ભવ્ય પાર્ટીનો હિસ્સો બનવા પહોંચી ચૂક્યા છે. એરપોર્ટ પર વરૂણ ધવનનો કેઝ્યુઅલ છતાં સ્ટાઇલિશ લૂક જોવા મળ્યો હતો, જ્યાં તેમણે મીડિયા અને ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. વંતારા ખાતે ભવ્ય આયોજન સૂત્રોના જણાવ્યા અનુસાર, અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી તેમના ડ્રીમ પ્રોજેક્ટ 'વંતારા' (Vantara) ખાતે કરવામાં આવનાર છે. આ પ્રસંગે માત્ર ફિલ્મી સિતારાઓ જ નહીં, પરંતુ જાણીતા સિંગર્સ અને મ્યુઝિશિયન્સ પણ પોતાની રજૂઆતથી સાંજને યાદગાર બનાવશે. એ.આર. રહેમાન અને હર્ષદીપ કૌર જેવા કલાકારો પણ જામનગરમાં હાજર છે. જામનગર બન્યું હોટસ્પોટ અગાઉ પ્રી-વેડિંગ ઈવેન્ટ્સ દ્વારા વિશ્વભરમાં ચર્ચા જગાવનાર જામનગર ફરી એકવાર લાઈમલાઈટમાં છે. અંબાણી પરિવારના આ આંગણે યોજાતા ઉત્સવોમાં દેશ-વિદેશની નામી હસ્તીઓ ઉમટી રહી છે. જામનગરના લોકોમાં પણ પોતાના ફેવરિટ સ્ટાર્સને જોવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મહેમાનોને રિલાયન્સ ટાઉનશીપ અને વંતારા ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. આ પણ વાંચો - Gujarat Local Body Election 2026: ભાજપે વડોદરા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ

Read Full Story arrow_forward
Dahod News: છોકરી ભગાડવા મામલે રાછરડામાં જૂથ અથડામણ, છોકરા પક્ષના મકાનોમાં તોડફોડ અને હુમલામાં 2 લોકો ઘાયલ
calendar_today April 9, 2026

Dahod News: છોકરી ભગાડવા મામલે રાછરડામાં જૂથ અથડામણ, છોકરા પક્ષના મકાનોમાં તોડફોડ અને હુમલામાં 2 લોકો ઘાયલ

દાહોદ જિલ્લાના રાછરડા ગામે પ્રેમ પ્રકરણ અથવા છોકરી ભગાડવાની જૂની અદાવતને લઈને ભારે તંગદિલી સર્જાઈ છે. છોકરી પક્ષના લોકોએ ઉશ્કેરાઈને છોકરા પક્ષના મકાનો પર હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનામાં ટોળાએ છોકરાના ઘરને નિશાન બનાવીને ઘરના બારી-બારણાં, નળિયાં અને અન્ય ઘરવખરીની ચીજવસ્તુઓની મોટાપાયે તોડફોડ કરી હતી. ગામમાં અચાનક થયેલી આ બબાલને કારણે ફફડાટ વ્યાપી ગયો હતો.તોડફોડની ઘટનામાં 2 લોકો ઘાયલ, હોસ્પિટલ ખસેડાયા હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા અને હુમલામાં છોકરા પક્ષના બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલાના સમયે પરિવારના સભ્યો જીવ બચાવવા માટે નાસભાગ કરી રહ્યા હતા, છતાં હિંસક ટોળાએ મકાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાને પગલે પરિવારના સભ્યોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો બનાવની જાણ થતા જ દાહોદ પોલીસનો કાફલો તાત્કાલિક રાછરડા ગામે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે તોડફોડ કરનારા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે અને વધુ હિંસા ન ભડકે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીડિત પરિવારે ન્યાયની માંગ સાથે આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા રજૂઆત કરી છે. હાલમાં પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે અને ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward