android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Modasa: મોડાસામાં રૂ.15,550ના મુદ્દામાલ સાથે 7 જુગારી ઝબ્બે
calendar_today April 9, 2026

Modasa: મોડાસામાં રૂ.15,550ના મુદ્દામાલ સાથે 7 જુગારી ઝબ્બે

મોડાસા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં આવેલા ડુગરવાડા રોડ પર સહારા સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. જિલ્લા પોલીસ મોડાસા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે મોડાસાના ડુગરવાડા રોડ પર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ચાર શખ્સોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ મહેબુબઅલી અકબરઅલી અખ્તરઅલી શેખ (ઉં.વ. 49), રહે. સહારા સોસાયટી, મોડાસા), મુસ્તાક કાળુ કોદરમીયા શેખ (ઉં.વ. 48), રહે. મિલ્લતનગર સોસાયટી, મોડાસા), અબ્દુલકાદર બાદરમીયા લાલામીયા જમાદાર (ઉં.વ. 45), રહે. સહારા સોસાયટી, મોડાસા), સાહિલ ગુલાબ ફજલ શેખ (ઉં.વ. 24), રહે. નાના-નાનીની વાડી પાસે, રાણા સૈયદ, મોડાસા) પાસેથી રોકડ રૂ.10550, રૂ.5 હજારનો મોબાઈલ ફોન મળી રૂ.15550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ મોદરમાંથી પકડાયો
calendar_today April 9, 2026

Himatnagar: દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ મોદરમાંથી પકડાયો

હિંમતનગર : હિંમતનગર બી- ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાં દારૂની ગેરકાયદે હેરાફેરી તથા વેચાણ કરવાના ગુનામાં સંડોવાયેલ બીંછીવાડા તાલુકાના મોદર ગામનો એક શખ્સને તાજેતરમાં બી- ડિવીઝન પોલીસે પકડી લાવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે બી- ડિવીઝનના પીઆઈ એ.એમ.ચૌધરી તથા સ્ટાફના જણાવાયા મુજબ, થોડાક સમય અગાઉ બીંછીવાડા તાલુકાના મોદર ગામે રહેતા અશ્વિન કાંતિલાલ ડામોર વિરૂધ્ધ ગુનો દાખલ થયો હોવા છતાં તે પકડાયો ન હતો. દરમિયાન બાતમીને આધારે બી-ડિવીઝન પોલીસે તાજેતરમાં અશ્વિન ડામોરને મોદર ગામેથી ઝડપી લીધો હતો ત્યારબાદ તેને હિંમતનગર લાવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: વિવિધ સ્થળેથી 485 પોસ્ટર-બેનર-લખાણ દુર કરાયા
calendar_today April 9, 2026

Himatnagar: વિવિધ સ્થળેથી 485 પોસ્ટર-બેનર-લખાણ દુર કરાયા

સાબરકાંઠા જિલ્લામાં આગામી તા.26 એપ્રિલના રોજ યોજાનાર જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયતો તથા ત્રણ નગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આચારસંહિતાનો કડક અમલ થાય તે માટે ગુરૂવાર સુધીમાં જિલ્લાના વિવિધ સ્થળે આવેલ સરકારી મિલ્કતો પરથી 485 પોસ્ટર, બેનર અને લખાણો દુર કરવામાં આવ્યા છે. તેમ છતાં આ અંગે જો કોઇ નાગરિકને રજૂઆત આવશે તો તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરાશે. આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લામાં આવેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જે દિવસે રાજય ચૂંટણીપંચ દ્વારા મતદાનની તારીખો સાથેનો કાર્યક્રમ પ્રસિધ્ધ કરાયા બાદ તરત જ આદર્શ આચારસંહિતાનો અમલ કરવા માટે સંલગ્ન વિભાગના અધિકારીઓને તાકિદ કરવામાં આવી હતી. દરમિયાન હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા પોશીના, વિજયનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ સરકારી મિલકતો તથા જાહેર રસ્તા પર લગાવવામાં આવેલ જાહેરાતરૂપી લખાણ, પોસ્ટર અને બેનરો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા નગરપાલિકા વિસ્તાર સહિત તાલુકાઓમાંથી মতદારોને ભ્રમિત કરી શકે તેવા લખાણો દુર કરવામાં આવ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward