Dhandhuka: ધંધૂકામાં ચૂંટણી તાલીમ શિબિર યોજાઈ, 300 ઉપરાંત કર્મીઓને તાલીમ અપાઈ
અમદાવાદ જિલ્લામાં ધંધૂકા ખાતેની વિમલમાતા સ્કૂલમાં ગુરુવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા આ તાલીમ યોજવામાં આવી હતી.શિબિરમાં હાજર અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી દરમિયાન કરવાની વિવિધ કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મતદાન પ્રક્રિયા, ઇવીએમ હેન્ડલિંગ, મતદાર યાદી, તેમજ ચૂંટણી સંબંધિત નિયમો અંગે સમજ આપી તેમની તૈયારીને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આવનારા દિવસોમાં ધંધૂકા અને ધોલેરા તાલુકા પંચાયતની 16-16 બેઠકો પર તેમજ બંને તાલુકામાં જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. તે માટે સચોટ આયોજનઅને સુવ્યવસ્થિત કામગીરી સુનિશ્ચિત કરવા આ તાલીમ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા આવી તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે લોકશાહી મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward