android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: ફૂડ પોઈઝનિંગની સૌથી વધુ અસર બાળકો અને વૃધ્ધોને થઈ
calendar_today April 9, 2026

Surendranagar: ફૂડ પોઈઝનિંગની સૌથી વધુ અસર બાળકો અને વૃધ્ધોને થઈ

રાજપુરા ગામે ગુરુવારે રાત્રિના ધાર્મિક કાર્યક્રમમાં પીરસાયેલ સેવખમણીનો નાસ્તો કર્યા બાદ ગણતરીના સમયમાં કેટલાક લોકોએ ઉલટી, ઉબકા અને પેટમાં તીવ્ર દુખાવાની ફ્રિયાદો કરવાનું શરૂ કરતાં તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા તેમજ ગ્રામજનોના ખાનગી વાહનોની મદદથી તમામને કડીની ભાગ્યોદય હોસ્પિટલ તથા કડી અને દેત્રોજ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ દર્દીઓનો ડોક્ટરોની ટીમ દ્વારા સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જોકે ફૂડ પોઇઝનિંગના સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધોને થવા પામી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Viramgam: વિરમગામના સચાણા ઓગણ રોડ પર બિનવારસી કારમાંથી વિદેશી દારૂ પકડાયો
calendar_today April 9, 2026

Viramgam: વિરમગામના સચાણા ઓગણ રોડ પર બિનવારસી કારમાંથી વિદેશી દારૂ પકડાયો

વિરમગામ : વિરમગામ તાલુકાના સચાણા ગામથી ઓગણ ગામ તરફ્ જવાના માર્ગમા રાવ ટ્રાવેલ્સ પાર્કિંગ આગમ રેસીડેન્સી પાસે એક વાદળી રંગની બિનવારસી કારમા વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી બુધવારે વિરમગામ ગ્રામ્ય પોલીસને પ્રાપ્ત થઈ હતી.જેથી પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને વાહનમાં તપાસ કરતા પાછળની સીટ તેમજ ડીકી માં પૂંઠાના ખોખાઓમાં મુકાયેલો વિદેશી દારૂ અને બિયર ટીનનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વાહનમાં વધુ તપાસ કરતા આગળના ખાના માંથી આર ટી ઓ પાર્સિંગની મિસ્ત્ર્રી ગિરીશ વિસનગર લખેલી ચોપડી મળી આવી હતી.કાર માં કુલ 488 નંગ 1,79,280 કિંમતનો કુલ વ્હિસ્કી તથા બિયર ટીનનો જથ્થો ધબરાયેલો હતો.જે જથ્થો તથા વાહન મળી કુલ 4,29,280 કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: ધંધૂકા APMCમાં MSP હેઠળ ચણાની ખરીદીનો પ્રારંભ કરાયો
calendar_today April 9, 2026

Dhandhuka: ધંધૂકા APMCમાં MSP હેઠળ ચણાની ખરીદીનો પ્રારંભ કરાયો

અમદાવાદ જિલ્લાના ધંધૂકા APMC ખાતે ગુરુવારે સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. MSP હેઠળ 20 કિલો દીઠ 1175 નો ભાવ નક્કી કરવામાં આવતા ધંધુકા તથા ધોલેરા વિસ્તારના ખેડૂતોમાં આનંદ અને સંતોષની લાગણી વ્યાપી ગઈ છે. ખાસ કરીને જે ખેડૂતો દ્વારા પૂર્વે રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું, તેઓને આ યોજનાનો સીધો લાભ મળતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. યોગ્ય ભાવ મળવાથી ખેડૂતોને તેમના મહેનતના પાકનું ન્યાયસંગત મૂલ્ય મળી રહ્યું છે. ઉઘ્દાટન પ્રસંગે ચેરમેન ચેતનસિંહ ચાવડા, વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચૂડાસમા, APMCના ડિરેક્ટરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ખેડૂત હિતને કેન્દ્રમાં રાખીને આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની આ મહત્વપૂર્ણ પહેલથી ખેડૂતોને આર્થિક રીતે મજબૂતી મળશે તેમજ કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક અસર જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward