android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: SP યુનિવર્સિટીના લાફાકાંડમાં વધુ એક તપાસ કમિટીની રચના
calendar_today April 9, 2026

Anand: SP યુનિવર્સિટીના લાફાકાંડમાં વધુ એક તપાસ કમિટીની રચના

સરદાર પટેલ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના મહિલા હેડે 18 માર્ચના રોજ ચાલુ અભ્યાસના ક્લાસ દરમિયાન આસિ.પ્રોફેસર ડૉ.મનિષ સોલંકી સાથે જીભાજોડી કરીને તમાચો મારી દેતા તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા અનુસ્નાતક વિભાગમાં જ બનેલી ઘટનાએ ભારે વિવાદ સર્જ્યો હતો. જેથી કુલપતિએ ઇન્ટર્નલ કમ્પ્લેઇન કમિટીની નિર્મણુંક કરી હતી. ત્યારે પ્રથમ દર્શનિય મહિલા એચઓડીની ગંભીર ભુલ હોવાનું ફલીત થતા યુનિવર્સિટીએ તત્કાલિન તેઓને હોદ્દા ઉપરથી દુર કર્યા હતા. જો કે વ્યથીત થયેલા અધ્યાપકે ન્યાય માટે યુનિવર્સિટી અને પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારે યુનિવર્સિટીએ ગતરોજ ડૉ.સોલંકીની રજુઆતને પગલે યુનિવર્સિટીના પ્રવર્તમાન સ્ટેચ્યુટ અને નિયમોને આધિન તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. જ્યારે ઘટના બાદ તત્કાલિન એચઓડી ડૉ.પારૂલ પોપટે અધ્યાપક સામે પણ કેટલાક આક્ષેપો સાથે ફરિયાદ કરી હોવાનું પણ જાણવા મળ્યુ છે. વિદ્યાના ધામ વલ્લભવિદ્યાનગરમાં લોહપુરૂષ સરદાર પટેલના નામ સાથે જોડાયેલી યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં થોડા સમય પૂર્વે બનેલી લાફાકાંડની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના સ્થાને વિવાદ સર્જાય તે મુદ્દે શિક્ષણ જગતમાં પણ ચિંતા જન્માવી છે. વિદ્યાર્થીઓની હાજરીમાં બનેલી ઘટનાથી હતપ્રત થયેલા છાત્રોએ કુલપતિ પાસે ઘસી જઇ રજુઆત કરી હતી. આસિ.પ્રોફેસરે 24 માર્ચના રોજ યુનિવર્સિટીમાં વિસ્તૃત ઘટનાચક્ર રજુ કરી ન્યાયની માંગ કરી અને શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા મામલો વધુ ગરમાયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: ઉમેદવારોને ફોર્મ ભરવા માટે ટેલિફોનિક જાણ કરી દેવાઈ
calendar_today April 9, 2026

Anand: ઉમેદવારોને ફોર્મ ભરવા માટે ટેલિફોનિક જાણ કરી દેવાઈ

ચરોતરની મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ઉમેદવારીપત્ર ભરવાના માત્ર બે જ દિવસ બાકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે બળવો થવાની ભીતીએ ફાઇનલ મનાતા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી ઉમેદવારી પત્રક ભરવા માટે નોડયુ, પોલીસ ક્લિયરીંગ અને સરકારી લેણું ભરપાઇ કરી પૂર્વ તૈયારીઓ કરી દેવા માટે ગુપ્ત જાણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક એક બેઠક ઉપર 5 થી 10 દાવેદારો હોવાના કારણે Partyના નેતાઓ પણ મુંઝવાયા છે. જેથી સુત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ કેટલીક બેઠકો ઉપર ઉમેદવારોને સીધો ટેલિફોનિક સંપર્ક કરીને ફોર્મ ભરવાની તૈયારીઓ કરી દેવા માટે સંકેત આપવામાં આવ્યા છે. જેથી જેને ટિકીટ નથી મળી તેવા દાવેદારોમાં અસંતોષ અને બળવો ન થાય તે માટે યાદી જાહેર કરતા પહેલા જ નવી સ્ટેટર્જી અપનાવીને ચૂંટણી જીતવા તખ્તો ઘડયો છે. ભાજપ અને કોંગ્રેસમાં દરેક મત વિસ્તાર કે વોર્ડ વિસ્તારોમાં કેટલાક મજબુત ગણાતા દાવેદારોએ મતદાર યાદી પણ મેળવીને તૈયારીઓ કરી દીધી છે. જ્યારે બીજી તરફ જેટલા દાવેદારોએ ટિકીટની માંગણી કરી હતી. તે પૈકી મોટા ભાગના ચૂંટણી લડવા ઇચ્છુકોએ પોલીસ ક્લિયરીંગ સર્ટિફીકેટની પણ માંગણી કરી દીધી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: સગીર પ્રેમી પંખીડાને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનેથી પોલીસે ઝડપ્યા
calendar_today April 9, 2026

Surendranagar: સગીર પ્રેમી પંખીડાને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનેથી પોલીસે ઝડપ્યા

સગીર પ્રેમી પંખીડાને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનેથી પોલીસે ઝડપ્યા સુરેન્દ્રનગર રેલવે પોલીસને રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન રેલવે સ્ટેશનના બાંકડા પર સગીરા-સગીરા મળી આવ્યા હતા. પોલીસ મથકે લાવી બન્નેની પુછપરછ કરતા તેઓ વાવ-થરાદ જિલ્લાના દિયોદરથી ઘરેથી ભાગ્યા હોવાનું સામે આવ્યુ હતુ. આથી દીયોદર પોલીસ સ્ટેશન જાણ કરાતા દીયોદર પોલીસે આવી બન્નેનો કબજો સંભાળ્યો હતો. સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકના પીઆઈ એચ.કે.શ્રીમાળીની સુચનાથી સ્ટાફના પીએસઆઈ સી.પી.બાવળીયા દીગપાલસિંહ, રસીકભાઈ, શકિતસિંહ સહિતનાઓ રેલવે સ્ટેશન પર રાત્રી પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1 પર આવેલ અમુલ સ્ટોર પાસે બાકડા પર એક સગીર-સગીરા મળી આવ્યા હતા. આ બન્નેને પોલીસ મથકે લાવી પુછપરછ કરાતા તેઓ વાવ-થરાદ જિલ્લાના દીયોદરમાંથી ઘરેથી ભાગીને નીકળી ગયા હોવાનું જણાવ્યુ હતુ. આથી રેલવે પોલીસે દીયોદર પોલીસનો સંપર્ક કરતા આ અંગે સગીરાના પરીવારજનોએ આ અંગે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યુ હતુ. આથી દીયોદર પોલીસે સુરેન્દ્રનગર આવી ભોગ બનનાર સગીરા અને કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપીનો કબજો સંભાળ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward