android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Lunavada: મહીસાગર ભાજપ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે ધરણાં
calendar_today April 10, 2026

Lunavada: મહીસાગર ભાજપ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે ધરણાં

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતની જનતા વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાતો મહીસાગર જિલ્લામાં જોવા મળ્યા છે. ખડગેએ ગુજરાતીઓને અશિક્ષિત કહીને જે અપમાનજનક નિવેદન આપ્યું છે, તેના વિરોધમાં મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા પ્રમુખ દશરથભાઈ બારિયાના નેતૃત્વમાં લુણાવાડાના લૂણેશ્વર ચાર રસ્તા પાસે મૌન ધરણા યોજાયા હતાં. તેમજ તેમના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢયું હતું. વિરોધ પ્રદર્શનમાં સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ડૉ. કુબેર ડિંડોર સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓ જોડાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: ખેડા જિલ્લાની કેનાલો-નહેરોમાં કાગળ ઉપર સફાઈ, જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય !!
calendar_today April 9, 2026

Kheda: ખેડા જિલ્લાની કેનાલો-નહેરોમાં કાગળ ઉપર સફાઈ, જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય !!

ખેડા : ખેડા જિલ્લાના ખેડૂતો મોટાભાગે ખેતી માટે નહેરના પાણી પર આધાર રાખતા હોય છે. જોકે ખેડા જિલ્લામાંથી પસાર થતી મોટાભાગની નહેરોમાં અસહ્ય ગંદકી ફેલાયેલી જોવા મળે છે. કચરો ઉપરાંત કેટલીયવાર મૃત પશુઓ પણ નહેરના પાણીમાં જોવા મળે છે. તંત્ર દ્વારા નહેરના પાણીની સ્વચ્છતા પરત્વે ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. ખેડા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો ખેતીમાં નહેરના પાણીનો જ ઉપયોગ કરતા હોય છે, જોકે છેલ્લા લાંબા સમયથી નહેરોમાં ફેલાયેલ અસહ્ય ગંદકીને કારણે ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.નહેરોમાં લોકો દ્વારા નિર્માલ્ય પધરાવવાની સાથે સાથે કૂડો - કચરો પણ ફેંકતા હોઈ દિવસેને દિવસે નહેરનું પાણી દુષિત થતું જઈ રહ્યું છે.કેટલીયવાર નહેરના પાણીમાં મૃત શરીર પણ જોવા મળે છે. અનેક લોકો દ્વારા મરેલા પશુઓને નહેરમાં નાખી દેવામાં આવે છે.ઉપરાંત માનવોના મૃતદેહો પણ કેટલીક વખત નહેરના પાણીમાંથી મળી આવતા હોય છે.પાણી દૂષિત થતુ હોઈ નહેરનું ખેતી માટે વાપરવામાં આવતું પાણી દુષિત થતું જઈ રહ્યું છે. નહેર પર બાંધવામાં આવેલ બ્રિજ કે પછી દરવાજા પાસે મોટી સંખ્યામાં રોજ કુડા-કચરો એકઠો થયેલો જોવા મળે છે,જોકે નહેરના પાણીમાં સ્વચ્છતા જાળવવામાં તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે. લોકો પણ નહેરના પાણીને દુષિત કરે છે.ખેતીમાં વપરાતું પાણી દુષિત ન થાય તે જોવાની જવાબદારી નાગરીકો અને તંત્રની સયુકત બંન્નેની છે.હાલમાં તો નહેરમા પાણીં જોવા મળતુ નથી.ત્યારે અસહ્ય ગંદકી જોવા મળી રહી છે, જેનો તંત્ર દ્વારા ક્યારે નિકાલ કરવામાં આવે છે તે જરૂરી હોવાનુ ખેડૂતોની લાગણી સાથે માંગણી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Botad: અનંત અંબાણીના જન્મ દિવસે ગૌ શાળા માટે રૂપિયા 10 કરોડનું દાન
calendar_today April 9, 2026

Botad: અનંત અંબાણીના જન્મ દિવસે ગૌ શાળા માટે રૂપિયા 10 કરોડનું દાન

સુપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભકિત અને સેવાનો એક અલૌકિક સંગમ સર્જાયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અંબાણીના 31માં જન્મ દિવસે યાદગાર બનાવવા માટે અંબાણી પરિવારે ગૌ શાળા માટે રૂ. 10 કરોડનું માતબર દાન અર્પણ કર્યું છે. આ મંદિરના આંગણે 28 એકર જમીનમાં વિશાળ અત્યાધુનિક શ્રી કષ્ટભંજન દેવ ગૌ શાળાનું નિર્માણ થઇ રહ્યું છે. જે આશરે રૂ. 15 કરોડના ખર્ચે તૈયાર થનાર છે. આ પ્રોજેકટમાં મુખ્ય યજમાનપદે અંબાણી પરિવાર છે. અનંત અંબાણીના જન્મદિવસ નિમિતે હનુમાનજી દાદાના ચરણોમાં મારૂતિ યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના આંગણે સ્વીડનની 130 વર્ષ જૂની વિશ્વ વિખ્યાત ડેલાવાલ કંપનીના સહયોગથી આ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવશે. આ સેવામાં સમગ્ર ખર્ચ અંબાણી પરિવાર સિવાય અન્ય કોઇ દાતાનો સહયોગ લેવામાં આવશે નહીં. સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, અંબાણી પરિવારના પાયામાં જે ધર્મપરાયણતા અને સનાતન સંસ્કારો છે તે વંદનીય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward