android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: ઝનોરથી આવતી મીઠા પાણીની લાઈનમાં ભંગાણ પડતાં વેડફાટ
calendar_today April 10, 2026

Bharuch: ઝનોરથી આવતી મીઠા પાણીની લાઈનમાં ભંગાણ પડતાં વેડફાટ

ઝનોરથી આવતી મીઠા પાણીની પાઈપ લાઈનમાં ઝાડેશ્વર ચોકડી પાસે ભંગાણ પડતાં મીઠાં પાણીનું જાણે ઝરણું ફુટ્યું હોય તેમ આસપાસના ખેતરો તેમજ પાર્કિંગ વિસ્તારમાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ઉનાળાની મોસમ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે ઉનાળામાં પાણીની કિલ્લત થવાની ફરિયાદો ઉઠવાની શરૂ થશે. ત્યારે ઝનોરથી આવતી મીઠા પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થયાની ઘટના સામે આવી છે. ઝાડેશ્વર ચોકડી પાસે આવેલાં અભિનવ એવન્યૂની સામેથી પસાર થતી પિવાના મિઠા પાણીની લાઈનમાં પંચર પડયું હતું. જેના પગલે આસપાસમાં ઉભા રહેતાં લારીધારકો દ્વારા થોડા દિવસ પહેલાં જ રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, તંત્ર દ્વારા તે તરફ કોઈ ધ્યાન નહીં અપાતાં આખરે પાણીની પાઈપ લાઈન ફાટી ગઈ હતી. જેના કારણે લાખો લીટર પાણી ઉભરાઈને આસપાસના ખેતરોમાં તેમજ નજીકમાં આવેલાં એક વાહનોના મોટા પાર્કિગ વિસ્તારમા ફરી વળ્યું હતું ઘટનાને અંગે સંબધિત અધિકારીઓને જાણ પણ કરવામાં આવી હતી. જોકે, જલદી પગલાં નહીં ભરાતાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ankleshwar: અંકલેશ્વરમાં પોલીસકર્મીઓને માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ અપાઈ
calendar_today April 10, 2026

Ankleshwar: અંકલેશ્વરમાં પોલીસકર્મીઓને માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ અપાઈ

અંકલેશ્વર ડિવિઝનમાં વડોદરા રેન્જના આઈ.જી. સંદીપ સિંહ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનોનું વાર્ષિક નિરીક્ષણ કરાયું હતું. આઈ.જી. સંદીપ સિંહે પોલીસ સ્ટેશનોમાં આવેલ અરજદારો સાથે સીધી મુલાકાત કરી તેમની પાસેથી કામગીરી અંગે ફીડબેક મેળવ્યો હતો. આ સાથે જ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન અને મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે અંકલેશ્વરમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પોલીસકર્મીઓને આપવામાં આવેલી માર્શલ આર્ટ્સ ટ્રેનિંગનું ડેમોસ્ટ્રેશન પણ રજૂ કરાયું હતું, આ ટ્રેનીંગને કલારીપયટ્ટુ તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતની સૌથી જૂની અને કેરળની પરંપરાગત યુદ્ધકળા છે, આ ટ્રેનરો માટે ખાસ કેરલાથી ટ્રેનરો પણ બોલાવાયા હતા. પ્રારંભિક તબક્કામાં 30 જેટલા પોલીસકર્મીઓને આ અંગેની તાલીમ અપાઈ છે. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, એ.એસ.પી. અજયકુમાર મીણા, ડી.વાય.એસ.પી કુશલ ઓઝા સહિતના હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod: દેવગઢબારીઆ - પીપલોદ રોડ ઉપર મુસાફરો ભરીને બેફામ દોડતાં વાહનો
calendar_today April 10, 2026

Dahod: દેવગઢબારીઆ - પીપલોદ રોડ ઉપર મુસાફરો ભરીને બેફામ દોડતાં વાહનો

દેવગઢબારીઆ તાલુકા મથકને જોડતાં દરેક રોડ ઉપર મુસાફરોની અવરજવર માટે ખાનગી વાહનો દોડી રહ્યા છે. પેસેન્જરો મેળવવાની લ્હાયમાં ઘેંટા બકરાંની જેમ મુસાફરોને વાહનોમાં ભરીે બેફામ દોડતાં જોવા મળે છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી. દેવગઢબારીઆ તાલુકા સહિત જિલ્લામાં હાલ લગ્નસરાની મોસમ જામી છે. ગામડાના લોકો ખરીદી કરવા તાલુકા મથકો સુધી જતાં હોય છે. પરંતુ ત્યાં પહોંચવા માટે એસ.ટી બસોની યોગ્ય સુવિધા નહીં હોવાથી તેમજ સમયને ધ્યાનમાં રાખીને મોટાભાગે લોકો ખાનગી વાહનોનો સહારો લેતાં હોય છે. દેવગઢબારીઆમાં પીપલોદ, ધાનપુર, સાગટાળા, કાળીડુંગરી સુધી પેસેન્જરો સાથે વાહનો દોડતાં હોય છે. આ ખાનગી ગાડીઓ વાળા ઘણીવાર વધુ પેસેન્જર ભરવા પાછળનો દરવાજો પણ ખુલ્લો રાખી જોખમી રીતે પૂરઝડપે વાહનો ચલાવતા જોવા મળે છે. ત્યારે ક્યારેક મોટો અકસ્માત થાય તેવો પણ ભય રહેતો હોય છે. આ ગાડીઓ વાળાને દરવાજો બંધ કરવાનું કહે તો પેસેન્જરને ધમકાવી ગાડીમાંથી ઉતરી જવાનું કહેતાં હોય છે. ત્યારે આ પ્રકારે જોખમી રીતે અને RTOના નિયમોનું ઉલ્લંઘન કરીને દોડતાં વાહનો પર રોક લગાવવા માગ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward