Ankleshwar: પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના અંગે જાગૃતિ સત્રનું આયોજન
UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા તા.7 ના રોજ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના અંગે એક માહિતીસભર જાગૃતિ સત્ર યોજાયું હતું. જેમાં કુલ 85 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. આ સત્રનું માર્ગદર્શન નિમેશ રાઠોડ, ગુજરાત સ્ટેટ હેડ, CONFEDERATION OF INDIAN INDUSTRYએ આપ્યું હતું, જેમણે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, ભારત સરકાર હેઠળ શરૂ કરાયેલ આ પહેલ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આ સત્રનો મુખ્ય ઉદ્દેશ ટોચની કંપનીઓમાં પેઇડ ઇન્ટર્નશિપની તકો વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો હતો, જેથી તેઓ પ્રાયોગિક અને હેન્ડ્સ-ઓન અનુભવ મેળવી શકે. યોજનાના મુખ્ય મુદ્દાઓમાં 6 થી 9 મહિનાની ઇન્ટર્નશિપ અવધિ, જોડાયા બાદ રૂા.6 હજારનું એકમુષ્ટ ગ્રાન્ટ, અને દર મહિને રૂા.9,000ની આર્થિક સહાયનો સમાવેશ થાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward