Dahod: ચાર વર્ષ પહેલાં બનાવેલી પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન
દેવગઢબારીઆ તાલુકાના નાડાતોડ ગામ ખાતે તડવી ફ્ળીયામાં આવેલ મુખ્ય પ્રાથમિક શાળા નજીક લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી બનાવાઈ છે. જે ટાંકીની કામગીરી હજુ સુધી અધૂરી જોવા મળે છે. આ ટાંકી સાથે પાઈપલાઈનનું પણ જોડાણ કરાયું નથી. દેવગઢબારીયા તાલુકાના નાડાતોડ ગામમાં ત્રણ વર્ષ પહેલા નવી પાણીની ટાંકીનું કામ મંજૂર થયા બાદ ટાંકીની કામગીરી શરૂ કરાઈ હતી. જે આજે પણ કામગીરી અધૂરી જોવા મળે છે. જે જગ્યાએ પાણીની ટાંકી બનાવવામાં આવી છે, તેની નજીકમાં પ્રાથમિક શાળા તેમજ કન્યા છાત્રાલય અને આજુબાજુમાં પંદર થી વીસ જેટલાં ઘર આવેલા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ટાંકી ત્રણ - ચાર વર્ષ પહેલા બનાવવાનું શરૂ કરાયા બાદ કામગીરી અધૂરી છોડી દેવાઈ હતી, કયા કારણસર કામગીરી અધૂરી છોડી દેવાઈ તેની કોઈને જાણ નથી. કે તે પછી કોઈ જોવા પણ આવતું નથી. હાલ આ ટાંકી બંધ હાલતમાં તદ્દન બિનઉપયોગી અને શોભાના ગાંઠિયા સમાન જોવા મળે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward