android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dabhoi: રાજલી ગામ પાસે થતી પાણી ચોરી તંત્ર દ્વારા તાકીદના ધોરણે અટકાવાઈ
calendar_today April 10, 2026

Dabhoi: રાજલી ગામ પાસે થતી પાણી ચોરી તંત્ર દ્વારા તાકીદના ધોરણે અટકાવાઈ

ડભોઇ તાલુકાના રાજલી ગામ પાસે પીવાના પાણીના વાલ્વમાંથી થતી મફત પાણીની ચોરી તંત્રએ બંધ કરાવી હતી. દૈનિક સંદેશમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં જ તંત્ર દ્વારા તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડભોઇ તાલુકાના રાજલી ગામ પાસેથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય લાઇન પર લાંબા સમયથી ચાલી રહેલી પાણીચોરીનો પર્દાફાશ થયો છે. દૈનિક સંદેશ દ્વારા આ ગંભીર મુદ્દે અહેવાલ પ્રસિદ્ધ કરાતા જ નિદ્રાધીન પાણી પુરવઠા વિભાગ સફાળું જાગ્યું હતું અને માત્ર 24 કલાકમાં જ કડક કાર્યવાહી હાથ ધરી હતી. રાજલી ગામ પાસે આવેલી કેટલીક હોટલોના સંચાલકો દ્વારા સરકારી પીવાના પાણીના વાલ્વમાં ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકની પાઈપો અને કોથળીઓ ભરાવીને લાંબા સમયથી મફત પાણી મેળવવામાં આવતું હતું. આ પાણીચોરીના કારણે આસપાસના ગામડાઓને મળતા પાણીના પ્રેશરમાં ઘટાડો થતો હતો અને સરકારી મિલકતનો દુરુપયોગ થઈ રહ્યો હતો. સ્થાનિક સંદેશ પેપર માં અહેવાલ પ્રસ્તુત થતાની સાથે જ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તંત્રએ તાબડતોબ વાલ્વમાં નાખેલી પ્લાસ્ટિકની થેલીઓ અને ટોટીઓ બહાર કાઢી લીધી હતી.ગેરકાયદેસર કનેક્શન કાપીને લાઇનને પૂર્વવત કરી હતી. ભવિષ્યમાં આવી ચોરી ન થાય તે માટે કડક સૂચનાઓ આપી હતી. અત્યાર સુધી અધિકારીઓની મિલીભગત કે નિષ્કાળજીના કારણે આ હોટલવાળાઓ બેફામ બન્યા હતા, પરંતુ દૈનિક સંદેશ પેપરે અવાજ ઉઠાવતા જ તંત્રએ કામગીરી કરવી પડી છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે પાણી પુરવઠા વિભાગના નીચલા સ્તરના કર્મચારીઓની મિલીભગત વગર આટલા લાંબા સમય સુધી પાણીચોરી શક્ય નથી. સંદેશ પેપરની આ સતર્કતાને કારણે સરકારી તિજોરીને થતું નુકસાન અટક્યું છે. આ કાર્યવાહીથી ગેરકાયદે પાણી વાપરતા અન્ય તત્વોમાં પણ ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: ચાર દિવસે પણ ભાજપે સંખેડા તાલુકાની બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર ન કરી
calendar_today April 10, 2026

Vadodara: ચાર દિવસે પણ ભાજપે સંખેડા તાલુકાની બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર ન કરી

સંખેડા : તાલુકા - જિલ્લા પંચાયત ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆતના ચાર દિવસ પછી પણ સંખેડા તાલુકાની બેઠકો માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર ન કરતા ભાજપની નો - રિપીટ થિયરીના કડક અમલ વચ્ચે જુના જોગીઓમા ફ્ફ્ડાટ જોવા મળી રહ્યો છે જોકે થોભો અને રાહ જુઓ વચ્ચે કેટલાક ઉમેદવારો અપક્ષ માંથી ચૂંટણી લડવાનું પણ વિચારી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વર્ષ - 2026ના નવા સીમાંકન મુજબ આ વખતની ચૂંટણીમાં સમીકરણો બદલાતા ભાજપ હાઈ કમાન્ડ જુના જોગીઓના પત્તા કાપી નવા યુવાનોને પ્રોત્સાહન આપી નો - રિપીટ થિયરી સાથે મતદારોમાં નવી ઉર્જા ફૂંકવા માંગે છે ત્યારે ભાજપની આ સંભવિત રણનીતિને લઈ જુના જોગીઓમા ફ્ફ્ડાટ જ્યારે નવા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં કેટલાક સંભવિત ઉમેદવારો પાસેથી જરૂરી દસ્તાવેજો મેળવી જરૂરી પ્રક્રિયા શરૂ કરાતા લાંબા સમયથી પાયાના સ્તરે સક્રિય રહેલા ભાજપના યુવા કાર્યકરોએ અત્યારથી જ પોતાનો જન સંપર્ક વધારી દીધો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: નસવાડી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 125 ફોર્મનો ઉપાડ
calendar_today April 10, 2026

Chhota Udepur: નસવાડી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 125 ફોર્મનો ઉપાડ

નસવાડી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ફોર્મ વિતરણની પ્રક્રિયા વેગવંતી બની છે. જો કે, શરૂઆતના ચાર દિવસના આંકડા મુજબ ઉમેદવારોમાં ફોર્મ લઈ જવાનો ભારે ઉત્સાહ છે, પરંતુ ફોર્મ ભરીને જમા કરાવવામાં હજુ પણ નિરસતા કે સાવચેતી જોવા મળી રહી છે. નસવાડી તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. અત્યાર સુધીમાં કુલ 125 ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે. પરંતુ આશ્ચર્યજનક રીતે, તારીખ 6 થી 9 સુધીમાં એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી. રાજકીય વિશ્લેષકોના મતે, ઉમેદવારો શુભ મુહૂર્ત અથવા પક્ષના મેન્ડેટની રાહ જોઈ રહ્યા હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે. બીજી તરફ, જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે પણ ભારે રસાકસી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 69 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જેની સામે માત્ર 6 ઉમેદવારોએ જ પોતાના ફોર્મ વિધિવત રીતે જમા કરાવ્યા છે. સામાન્ય રીતે ચૂંટણી પ્રક્રિયામાં અંતિમ દિવસોમાં ફોર્મ જમા કરાવવા માટે ભારે ધસારો રહેતો હોય છે. હાલમાં ઉમેદવારો પોતાના દસ્તાવેજો એકત્ર કરવામાં અને સોગંદનામા તૈયાર કરવામાં વ્યસ્ત હોવાનું જણાય છે. આગામી દિવસોમાં જ્યારે દિગ્ગજ નેતાઓ અને પક્ષના અધિકૃત ઉમેદવારો મેદાનમાં આવશે ત્યારે ચૂંટણી કચેરી ખાતે ભારે ભીડ જોવા મળી શકે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward