Lunavada: મહીસાગરના નવનિયુક્ત પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને ખાસ સમીક્ષા બેઠક યોજાઈ
આજ રોજ મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના નવનિયુક્ત પ્રભારી સચિવ કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક અગત્યની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં ચાલતા વિવિધ વિભાગોના વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. આ સમીક્ષા બેઠકમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા કરાતી પ્રી-મોનસૂન પ્રિપરેશન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. પ્રભારી સચિવે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન કોઈપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચોકસાઈપૂર્વકનું પૂર્વ આયોજન કરવા અને તમામ વિભાગોએ પરસ્પર ગાઢ સંકલન સાથે કામગીરી કરવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ ગંભીર સ્થિતિ કે યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિની સીધી અસર જિલ્લાના નાગરિકો પર ના પડે તે માટે તંત્ર સજ્જ હોવાનું જણાવી જિલ્લામાં હાલ LPG ગેસ સિલિન્ડરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. વધુમાં, તેઓએ જિલ્લામાં હાલમાં પ્રગતિ હેઠળના વિવિધ કાર્યો પૈકી અગત્યના અને જનહિતના કામોને પ્રાથમિકતા આપી અગ્રતાના ધોરણે સત્વરે પૂર્ણ કરવા અધિકારીઓને દિશાનિર્દેશો આપ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચલાવાતા પ્રોજેક્ટ સહકારની વિશેષ નોંધ લઈ તેની પ્રશંસા કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward