android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં અડધી રાત્રે ભૂકંપ આવ્યો, લોકોના મોબાઈલ ફોન રણકવા માંડ્યા
calendar_today April 10, 2026

Gujarat Latest News Live : રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં અડધી રાત્રે ભૂકંપ આવ્યો, લોકોના મોબાઈલ ફોન રણકવા માંડ્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Amreli News: રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં ધરતી ધ્રુજી, મોડી રાત્રે 3.5ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો
calendar_today April 10, 2026

Amreli News: રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં ધરતી ધ્રુજી, મોડી રાત્રે 3.5ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો

અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા વારંવાર આવી રહ્યાં છે.ધરતીમાં ધૃજારી આવતા લોકોમાં ભય ફેલાયો છે. બે દિવસ અગાઉ સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ચાર કલાકમાં સાત વખત ધરતીમાં ધ્રુજારી આવી હતી.રાતથી લઈને સવારે આઠ વાગ્યા સુધીમાં સાત જેટલા આંચકા નોંધાયા હતાં. ગાંધીનગર સિસમોલોજી વિભાગે પુષ્ટિ આપી હતી. આજે સતત ત્રીજા દિવસે અમરેલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોડી રાત્રે 2.25 વાગ્યે 3.5ની તીવ્રતાનો આંચકો આવ્યો અમરેલીના રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં ગઈકાલે મોડી રાત્રે 2.25 વાગ્યે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવા નોંધાયું હતું. રાજુલા, પીપાવાવ, ખાંભા અને સાવરકુંડલામાં અસર થઈ હતી. આ ઉપરાંત મહુવામાં પણ ભૂકંપની અસર થઈ હતી.રાજુલામાં કેટલાક મકાનોમાં તિરાડો પડી હતી. અડધી રાત્રે આવેલા ભૂકંપના સીસીટીવી પણ સામે આવ્યા છે. મહુવામાં પણ રાત્રે 2.24 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ મહુવાથી 32 કિ.મી દૂર નોંધાયું હતું. ભૂકંપ આવતા અડધી રાત્રે લોકોના મોબાઈલ ફોન રણકવા લાગ્યા હતાં. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પણ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવા હોવાની પુષ્ટી કરી હતી. બે દિવસ પહેલા ચાર કલાકમાં ભૂકંપના સાત આંચકા બે દિવસ પહેલા અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ચાર કલાકમાં ભૂકંપના સાત આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો હતો. મીતીયાળા પંથકમાં ભાડ, નાનુંડી, ધજડી, સાકરપુરા અને વાંકિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. બે દિવસ પહેલા સવારે 4.15 મિનિટે 1.8 તીવ્રતા, સવારે 4.16 મીનીટે 2.3ની તીવ્રતા, સવારે 4.24 કલાકે 1.0ની તીવ્રતા, સવારે 4.57 મીનીટે 1.4ની તીવ્રતા, સવારે 7 કલાકે 2.2ની તીવ્રતા, સવારે 7.15 મિનિટે 3.58ની તીવ્રતા અને સવારે 7.51 મિનિટ 1.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિ.મી દૂર નોંધાયું હતું.આ પણ વાંચોઃ Dahod: દેવગઢબારીઆ - પીપલોદ રોડ ઉપર મુસાફરો ભરીને બેફામ દોડતાં વાહનો

Read Full Story arrow_forward
Gujarat News: ભાજપે અમદાવાદ જિલ્લામાં 9 અને વડોદરામાં 19 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી
calendar_today April 10, 2026

Gujarat News: ભાજપે અમદાવાદ જિલ્લામાં 9 અને વડોદરામાં 19 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ અમદાવાદના પાલડીમાં કોંગ્રેસે એક લઘુમતી ઉમેદવારને ટિકિટ આપી હતી. ત્યાર બાદ ભાજપના ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં જ વિવાદ સર્જાયો હતો. પરંતુ ભાજપે અમદાવાદ જિલ્લામાં 9 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે વડોદરા જિલ્લામાં 19 લઘુમતી ઉમેદવારોને ટીકિટ આપી છે. જ્યારે વડોદરા પંચાયતમાં એક પણ મુસ્લીમ ઉમેદવારને ટિકિટ આપી નથી. અમદાવાદ જિલ્લામાં ભાજપની 9 લઘુમતીને ટિકિટ અમદાવાદ જિલ્લામાં ભાજપે 9 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી છે. તાલુકા પંચાયતમાં ત્રણ લઘુમતિ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. સાણંદની વિરોચનનગર બેઠક પર સમસુદ્દિન પઠાણને ટિકિટ અપાઈ છે. ધંધૂકાની બાજરડામાં તૌફિક ઉમડીયા ઉમેદવાર છે. વિરમગામ તાલુકા પંચાયતમાં કયામુદ્દિન સિદાનીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 3 નગરપાલિકામાં 9 લઘુમતીને ટિકિટ આપવામાં આવી છે. વિરમગામમાં 2 અને ધોળકામાં 6 લઘુમતી ઉમેદવાર છે. બારેજામાં 1 લઘુમતીને ટિકિટ આપી છે. વડોદરામાં 19 લઘુમતી ઉમેદવારોને ટિકિટ બીજી તરફ વડોદરામાં ભાજપે 19 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. ડભોઇમાં 8, સાવલીમાં 5 મુસ્લિમ ઉમેદવાર છે. કરજણ અને પાદરામાં પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે.વડોદરા પંચાયતમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ અપાઈ નથી. હિન્દુ મુસ્લિમની ચર્ચાઓ વચ્ચે ભાજપ દ્વારા લઘુમતી ઉમેદવારોને ટિકિટ અપાતા રાજકીય ચર્ચાઓ ગરમ થઈ રહી છે. આ પણ વાંચોઃ Amreli News: રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં ધરતી ધ્રુજી, મોડી રાત્રે 3.5ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો

Read Full Story arrow_forward