android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: કરજણ NH 48 પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત
calendar_today April 10, 2026

Vadodara: કરજણ NH 48 પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે 48 પર આજે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. કરજણ પાસેથી પસાર થઈ રહેલી એક કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ચકચાર મચી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે.કરજણ NH 48 પર અકસ્માતમાં 1નું મોતપ્રાપ્ત વિગતો અનુસાર, એક કાર વડોદરાથી ભરૂચ તરફ જઈ રહી હતી ત્યારે કરજણ નજીક નેશનલ હાઈવે પર કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ટ્રકની પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના કુરચેકુરચા ઉડી ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.ફાયરે કારમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યોઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. કારમાં ફસાયેલા મૃતદેહને ફાયર ફાઈટરોએ કટરની મદદથી બહાર કાઢવો પડ્યો હતો. ઈજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: કતારગામના વેપારી સાથે 1.05 કરોડની ઠગાઈ, ગાંધીનગરના શખ્સે જમીન ક્લિયરન્સના નામે ખેલ પાડ્યો

Read Full Story arrow_forward
Rajkot: રેલવે ડિવિઝન બન્યું કરોડપતિ! જૂના પાટા અને બિનઉપયોગી સામાન સહિતનો ભંગાર વેચીને કરી 33.11 કરોડની આવક
calendar_today April 10, 2026

Rajkot: રેલવે ડિવિઝન બન્યું કરોડપતિ! જૂના પાટા અને બિનઉપયોગી સામાન સહિતનો ભંગાર વેચીને કરી 33.11 કરોડની આવક

ભારતીય રેલવે હવે માત્ર મુસાફરો કે માલસામાનના ભાડા પર જ નહીં, પણ 'સ્ક્રેપ મેનેજમેન્ટ' દ્વારા પણ મોટી આવક કરી રહી છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને શૂન્ય ભંગાર (Zero Scrap) મિશન અંતર્ગત રેલવેના નકામા સામાનને વેચીને ₹33.11 કરોડની માતબર રકમ મેળવી છે.રાજકોટ રેલવેની મોટી કમાણીરાજકોટ ડિવિઝન દ્વારા રેલવેના વિવિધ સેક્શનમાં પડેલા જૂના અને બિનઉપયોગી લોખંડના પાટા, સ્લીપર, જૂની બેટરીઓ, કાટ લાગેલો ભંગાર અને અન્ય કચરાનો હરાજી (E-Auction) દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયાથી માત્ર આવક જ નથી થઈ, પરંતુ રેલવે પરિસરની સાફ-સફાઈ પણ થઈ છે અને જગ્યા પણ ખાલી થઈ છે.જૂના પાટા અને બેટરીની હરાજીરાજકોટ ડિવિઝનના અધિકારીઓના જણાવ્યા મુજબ, ભંગારનો સમયસર નિકાલ કરવો એ પક્ષના ટાર્ગેટનો એક ભાગ છે. આ પ્રવૃત્તિથી રેલવેની પ્રોપર્ટી ચોરી થવાનો ડર પણ ઘટે છે અને પર્યાવરણની જાળવણીમાં પણ મદદ મળે છે. 33 કરોડથી વધુની આ કમાણી રેલવે માટે પ્રોફિટેબલ સાબિત થઈ છે.આ પણ વાંચો: Vadodara: કરજણ NH 48 પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

Read Full Story arrow_forward
Weather Update: ચોમાસાની અલવીદા, હવે ગરમીથી શેકાવા રહેજો તૈયાર,  IMDનું એલર્ટ
calendar_today April 10, 2026

Weather Update: ચોમાસાની અલવીદા, હવે ગરમીથી શેકાવા રહેજો તૈયાર, IMDનું એલર્ટ

 એપ્રિલ મહિનામાં હજી સુધી કેટલાક વિસ્તારોમાં હળવી ઠંડક અને સુહાવનુ વાતાવરણ અનુભવાઈ રહ્યું છે, પરંતુ હવે તાપમાનમાં ઝડપથી વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, આગામી 2-3 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વી ભારતના મોટા ભાગના વિસ્તારોમાં દિવસનું તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું અથવા સામાન્યની આસપાસ રહી શકે છે. તેથી લોકો હજી પણ ખાસ કરીને સવારે અને રાત્રે હળવી ઠંડકનો અનુભવ કરી રહ્યા છે, પરંતુ આ રાહત હવે વધુ સમય ટકવાની નથી તાપમાન ધીમે ધીમે વધવાનું શરૂ થશે IMDના અનુમાન પ્રમાણે, આ સમયગાળા પછી તાપમાન ધીમે ધીમે વધવાનું શરૂ થશે અને આવતા 7 દિવસમાં તે સામાન્યથી ઉપર પહોંચી શકે છે। ઉત્તર ભારતના દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં ગરમી ઝડપથી વધશે. મધ્ય ભારતના મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ તાપમાન વધવાના સંકેત છે.દક્ષિણ ભારત માટે સ્થિતિ વધુ પડકારજનક બની શકે  દક્ષિણ ભારત માટે સ્થિતિ વધુ પડકારજનક બની શકે છે. તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં પહેલેથી જ ગરમીનો અસર જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. દિવસ દરમિયાન તીવ્ર ગરમી અને ભેજ લોકોને પરેશાન કરી શકે છે.પશ્ચિમી વિક્ષોભનો પ્રભાવ હવે નબળો પડી ગયો  હવામાન વૈજ્ઞાનિકો જણાવે છે કે પશ્ચિમી વિક્ષોભનો પ્રભાવ હવે નબળો પડી ગયો છે, જેના કારણે વરસાદી પ્રવૃત્તિઓ ઘટી રહી છે. પરિણામે હવામાન શુષ્ક બનતું જાય છે અને તાપમાનમાં ઝડપથી વધારો થશે.હવામાનમાં મોટો ફેરફાર થશે અને દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમી  વિશેષજ્ઞો લોકોએ સલાહ આપી છે કે તેઓ ગરમીથી બચવા માટે જરૂરી પગલાં લે. પૂરતું પાણી પીવું, તીવ્ર ધુપમાં બહાર જવાથી બચવું ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે વધારે સાવચેતી જરૂરી છે. હાલ અનુભવાતી ઠંડક તાત્કાલિક છે. આવતા થોડા દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર થશે અને દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમી સ્પષ્ટ રીતે અનુભવાશે. તેથી લોકો હવે થીજ સજાગ રહેવું જરૂરી છે, કારણ કે રાહતના દિવસો હવે ગણતરીના જ બાકી રહ્યા છે.આ પણ વાંચો: Weather Update: આંધી-તોફાન અને ભારે વરસાદ, 12 રાજ્યમાં એલર્ટ

Read Full Story arrow_forward